Home /News /sport /IND VS PAK: ઘોનીના જબરા ફેન Chacha Chicagoનો Viral Video, ભારત-પાકની મિક્સ જર્સી પહેરી આપ્યો છે ખાસ સંદેશ
IND VS PAK: ઘોનીના જબરા ફેન Chacha Chicagoનો Viral Video, ભારત-પાકની મિક્સ જર્સી પહેરી આપ્યો છે ખાસ સંદેશ
ચાચા શિકાગોનો વાઇરલ વીડિયો ધોની માટે કહી આ વાત
IND VS PAK T 20 World Cup Match Bashir chacha Video : ધોનીના નિવૃત્ત થયા બાદ ક્રિકેટ જોવા માટે મેદાન પર જવાનું બંધ કરી દેનારા 'ચાચા શિકાગો' ધોનીના મેન્ટર બનવાથી ખૂબ ખુશ છે જુઓ વીડિયો
ભારત પાકિસ્તાન વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપમાં 05 વર્ષ બાદ મેચ યોજાવાની છે (IND VS PAK T 20 World Cup Match ) આ ફક્ત એક ક્રિકેટ મેચ નથી પરંતુ બે દેશો વચ્ચેના લાખો કરોડો લોકોના અરમાનો અને આશાઓ સાથે જોડાયેલો મુદ્દો છે. બંને દેશોના ક્રિકેટ ચાહકો આ મેચ પહેલાં પોતાની ટીમ જીતે એવી દુવાઓ કરી રહ્યા છે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. મેચમને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેચ વિશે લોકોના મનમાં કઈ કેટલાય સવાલો ઉદભવી રહ્યા છે. ભારત પાકિસ્તાનની આ મેચનું લાઇવ સ્ટ્રીમીંગ (India vs Pakistan T20 World Cup 2021 Live Streaming ) સાંજે 7.30 વાગ્યાથી થશે. આ મેચ પહેલાં પાકિસ્તાની સપોર્ટર અને ધોનીના મોટા ચાહક 'ચાચા શિકાગો' એટલે કે બશીર ચાચાનો વીડિયો સામે આવ્યો છે. બશીર ચાચાએ ભારત પાકિસ્તાનની મિક્સ જર્સી ( Chacha Chicago wears split Ind-Pak jersey) પહેરીને ખાસ સંદેશો આપ્યો છે આ વીડિયો સોશિયસલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
બશીર ચાચાએ આમ તો ધોનીના નિવૃત્ત થયા બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી પરંતુ હવે તેઓ ધોનીના ટીમ ઈન્ડિયામાં મેન્ટર બનવાથી ખુશ છે. ભારત પાકિસ્તાનની સંયુક્ત જર્સી પહેરી તેમાં તેમણે વેલકમ બેક ધોની એવો મેસેજ આપ્યો છે.
વાયરલ વીડિયોમાં ચાચા શિકાગોએ 'જીતેગા ભાઈ જીતેગા પાકિસ્તાન જીતેગા' ના નારા લગાવ્યા છે જોકે, તેમણે કહ્યું છે કે હું ખુશ છું કે ધોની પાછો મેદાનમાં આવી ગયો છે. આઈ લવ યુ ધોની....' આ ચાચા ધોનીના જબરા ચાહક છે.
2011થી મોહમ્મદ બશીર માટે ધોની જ ટિકિટની વ્યવસ્થા કરતો હતો
મહોમ્મદ બશીર શિકાગોમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે. તે અમેરિકન પાસપોર્ટ ધારક છે. વર્ષ 2011થી જ માહી અને ચાચા શિકાગો એક ખાસ બોન્ડીંગ હતું. વર્ષ 2011માં ધોનીએ ભારત અને પાકિસ્તાનની ચાલુ મેચમાં ચાચા શિકાગોને મેચની ટિકીટ અપાવી હતી.
તે બાદથી દર વખતે ધોની ચાચા શિકાગો માટે ટિકીટની વ્યવસ્થા કરવતો આવ્યો હતો. જોકે, ગત વર્ષે જ્યારે ધોનીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી ત્યારે બશીર ચાચાએ કહ્યું હતું કે તે હવે ક્રિકેટ નહીં જુવે અને કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ રાંચી જઈને ધોનીને મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર