IND VS PAK : પાકિસ્તાની ક્રિકેટરની માઠી દશા! જીવન નિર્વાહ કરવા ટેક્સી ચલાવવા મજબૂર

આ ખેલાડીનું નામ છે અર્શદ ખાન જે હાલમાં ઑસ્ટ્રેલિયામા રહે છે.

T20 World cup : સામાન્ય સંજોગોમાં ક્રિકેટર ધનિક હોય છે ત્યારે પાકિસ્તાનના આ ક્રિકેટરની કહાણી જાણીને નવાઈ લાગશે, આ ક્રિકેટરે તેની પહેલી મેચમાં જ સચિન તેંડુલકરની વિકેટ લીધી હતી.

  • Share this:
    આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ખૂબ જ મોટી રકમની કમાણી કરે છે. ભાગ્યે જ કોઈ એવો ક્રિકેટર હશે, જેની પાસે ગુજરાન ચલાવવા માટે પૂરતા પૈસા નહીં હોય. પૂર્વ પાકિસ્તાની ઓફ સ્પિનર એવા ક્રિકેટર (Pakistan Cricketer) છે, જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ટેક્સી ડ્રાઈવર બની ગયા છે. અર્શદ ખાને (Arshad Khan) વર્ષ 1997-98 માં વેસ્ટઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતું. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન માટે વર્ષ 2006 સુધીમાં 9 ટેસ્ટ અને 58 ODI રમ્યા છે. તેમણે 9 ટેસ્ટ મેચમાં 32 વિકેટ લીધી હતી. હવે તેઓ સિડનીમાં ઉબર ટેક્સી ચલાવી રહ્યા છે. 58 ODI માં તેમણે 56 વિકેટ લીધી છે. ભારત સામેની મેચમાં તેમણે 14 વન ડે માં 19 અને એક ટેસ્ટ મેચમાં બે વિકેટ લીધી હતી.

    સોશિયલ મીડિયા પર પોસ્ટ : થોડાક વર્ષ પહેલા સોશિયલ મીડિયા યૂઝર ગનેશ બિરલેએ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે અર્શદ ખાન સાથે મળવાનો ઉલ્લેખ કર્યો હતો. સોશિયલ મીડિયા યૂઝરે પોસ્ટમાં જણાવ્યું કે, તેઓ અમારા કેબ ડ્રાઈવર હતા અને અમે વાતો કરવાની શરૂ કરી.

    તેમણે અમને જણાવ્યું કે, તેઓ પાકિસ્તાનના છે અને સિડનીમાં રહે છે. તેઓ ICL માં લાહોર બાદશાહ માટે રમી રહ્યા હતા, ત્યારે તેઓ અનેકવાર હૈદરાબાદ પણ ગયા છે. ત્યારબાદ મેં તેમને તેમનું નામ પૂછ્યું અને તેમનો ચહેરો જોઈને મને ખૂબ જ અચરજ થયું. મેં તેમની સાથે હેન્ડ શેક કર્યું અને અમે છૂટા પડ્યા.

    આ પણ વાંચો : IND VS PAK: કોહલીની જેમ બાબર આઝમ પણ છે કારનો શોખીન, એકથી એક ચડિયાતી કારનું છે કલેક્શન

    અર્શદ ખાન વર્ષ 2001 સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખૂબ જ ઈમ્પોર્ટન્ટ સભ્ય હતા

    વર્ષ 2005માં કમબેક કરતા પહેલા અર્શદ ખાન વર્ષ 2001 સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખૂબ જ ઈમ્પોર્ટન્ટ સભ્ય હતા. અર્શદ ખાને સચિન તેંડુલકર (Sachin Tendulkar) તથા વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ક્રિકેટરોની વિકેટ લીધી છે.

    આ પણ વાંચો : IND VS PAK : આ પાકિસ્તાની છોકરી છે વિરાટ કોહલીની દિવાની, જાણો શું કર્યુ હતું 2019માં

    પહેલી જ મેચમાં લીધી હતી સચિનની વિકેટ

    અર્શદ ખાને પહેલી જ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની વિકેટ લીધી હતી. અર્શદ ખાને છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે બેંગ્લોરમાં અને છેલ્લી ODI રાવલપિંડીમાં રમી હતી. અર્શદ ખાન ગુજરાન ચલાવવા માટે સિડનીમાં ઉબર કેબ ચલાવી રહ્યા છે.  જોકે, વિદેશમાં આ પ્રકારે કામથી માણસની ઓળખ થતી નથી હોતી પરંતુ સામાન્ય સંજોગોમાં ક્રિકેટર ધનિક હોય છે ત્યારે પાકિસ્તાનના આ ક્રિકેટરની કહાણી જાણીને નવાઈ લાગશે.
    Published by:Jay Mishra
    First published: