IND vs PAK: ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં (Women’s World Cup-2022) વર્લ્ડ ક્રિકેટના બે મોટા પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.આવતીકાલે રવિવારે 06 માર્ચના રોજ આ બંને હરિફો વચ્ચે મેચ યોજાવાની છે. ભારતની મહિલા ટીમ પાકિસ્તાનને હરાવવા માટે મેદાનમાં ઉતરશે. કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj)ની આગેવાનીમાં મહિલા ટીમ સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. રવિવારે મહિલા ટીમ પાકિસ્તાનને હરાવવા માટે મેદાન ઉતરશે.
ભારત વર્ષ 2005 અને 2017ના મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ઉપ વિજેતા થયું હતું. આ વખતે ભારતની છોરીઓ વર્લ્ડકપ જીતી અને 'હમારી છોરીયા છોરો સે કમ હે ક્યા?'ની ઉક્તિ સાર્થક કરવા માટે મેદાને ઉતરશે. આ મેચનું લાઇવ પ્રસારણ (IND vs PAK Womnes' World Cup Live Streaming) નિહાળવા માટે ચાહકોએ રવિવારની રજાના દિવસે પણ વહેલું ઉઠવું પડશે.
બોલિંગની ચિંતા
ભારત પાકિસ્તાનની મેચ પહેલાં ભારતની બોલિંગ ચિંતાનો વિષય છે. ફક્ત જૂલન ગોસ્વામીના માથે જ ભાર છે ત્યારે અન્ય બોલરો પાસેથી સારા પ્રદર્શનની આશા છે. અગાઉ ભારત ન્યૂઝીલેન્ડ સામે 270 રનનો સ્કોર ડિફેન્ડ કરી શક્યું નહોતું.
જોકે, નબળી બોલિંગ વચ્ચે પણ ભારતની બેટિંગ સારી છે તે સારી બાબત છે. મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી 7માંથી પાંચ મેચમાં 250+ કરવામાં સફળતા મેળવી છે. જોકે, બેટ્સવુમન સ્ટાર હરમનપ્રીતનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય રહ્યુ હતું પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામે વોર્મઅપ મેચમાં ફિફ્ટી અને સાઉથ આફ્રિકા સામે સદી મારવામાં સફળ થઈ હતી.