Home /News /sport /IND vs PAK : મહિલા વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીઓ રહી જીતની હીરો
IND vs PAK : મહિલા વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીઓ રહી જીતની હીરો
ind vs pak Women's World cup Match : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ
IND vs PAK women ICC Women's World Cup : મહિલા વર્લ્ડકપ 2022ની પહેલી મેચમાં ભારતે (India) પાકિસ્તાન (Pakistan) સામે પ્રથમ બેટિંગ કરતા 245 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારત વતી સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ 52 રન સ્નેહ રાણા (Sneh Rana) અને પૂજા વસ્રાકર (Pooja Vastrakar)એ ફિફ્ટી મારી હતી
IND vs PAK: આઈસીસી ક્રિકેટ વુમન્સ વર્લ્ડકપ (ICC Women's World CUP)માં આજે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 245 રનનો ટાર્ગેટ આપ્યો છે. કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj)ની આગેવાનીમાં મહિલા ટીમ સતત સારૂ પ્રદર્શન કરી રહી છે ભારતે સ્મૃતિ મંધાના (Smriti Mandhana)ના 52 રન , સ્નેહ રાણા (Sneh Rana)ના 53 રન અને પૂજા વસ્રાકર (Pooja Vastrakar)ના 67 રનની મદદથી 244 રનનો લક્ષ્ય પાકિસ્તાનને આપ્યો હતો. આ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 107 રને માતબર જીત મેળવી છે.
ભારતના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ભારત વતી રાજેશ્વર ગાયકવાડે 4 વિકેટ લીધી હતી જ્યારે ઝૂલણ ગોસ્વામી અને સ્નેહ રાણાને 2-2 સફળતા મળી હતી.
ભારત વર્ષ 2005 અને 2017ના મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ઉપ વિજેતા થયું હતું. આ વખતે ભારતની છોરીઓ વર્લ્ડકપ જીતી અને 'હમારી છોરીયા છોરો સે કમ હે ક્યા?'ની ઉક્તિ સાર્થક કરવા માટે મેદાને ઉતરી હતી.
ભારત પાકિસ્તાનની મેચ પહેલાં ભારતની બોલિંગ ચિંતાનો વિષય છે. ફક્ત જૂલન ગોસ્વામીના માથે જ ભાર છે ત્યારે અન્ય બોલરો પાસેથી સારા પ્રદર્શનની આશા છે. અગાઉ ભારત ન્યૂઝીલેન્ડ સામે 270 રનનો સ્કોર ડિફેન્ડ કરી શક્યું નહોતું.
વર્લ્ડકપમાં બેટિંગ ભારતનું જમા પાસું બની શકે
જોકે, નબળી બોલિંગ વચ્ચે પણ ભારતની બેટિંગ સારી છે તે સારી બાબત છે. મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી 7માંથી પાંચ મેચમાં 250+ કરવામાં સફળતા મેળવી છે. જોકે, બેટ્સવુમન સ્ટાર હરમનપ્રીતનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય રહ્યુ હતું પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામે વોર્મઅપ મેચમાં ફિફ્ટી અને સાઉથ આફ્રિકા સામે સદી મારવામાં સફળ થઈ હતી.