Home /News /sport /

Exclusive : ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ટુર્નામેન્ટ થશે? ICCનો મોટો ખુલાસો

Exclusive : ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ટુર્નામેન્ટ થશે? ICCનો મોટો ખુલાસો

ICCના ઇન્ટરીમ ચીફનું ઈન્ટરવ્યૂ ભારત પાકિસ્તાનના દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો અંગે કરી ટિપ્પણી

IND VS Pak: ICCના વચગાળાના ચીફ એક્ઝિક્યુટીવ જ્યોફ એલાર્ડિસનો ઈન્ટરવ્યૂ, જાણો શું કહ્યું ભારત-પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો વિશે

  ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council) સભ્ય રાષ્ટ્રોના સવાલોને જાણી અને તેનું સમાધાન શોધવાનું મહત્વનું કામ કરી રહી છે. જેની ઘણી જવાબદારી ICCના વચગાળાના ચીફ એક્ઝિક્યુટીવ જ્યોફ એલાર્ડિસ (Geoff Allardice, interim chief executive of the ICC) નિભાવે છે. મેલબોર્ન યુનિવર્સિટી ક્લબ (Melbourne University club) માંથી આવતા એલાર્ડિસ વિક્ટોરિયા માટે માત્ર 14 વખત જ રમ્યા હતા. અલાર્ડિસે અમુક ખાસ મીડિયા સાથે દુબઈ ખાતે ગેમમાં ઊભા થતા અનેક મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી.

  અઘફાનિસ્તાનના રમવા પર ઓસ્ટ્રેલિયાએ ઉઠાવેલો વાંધો શું અન્ય દેશોને અસર કરી શકો છે?

  અફઘાનિસ્તાન અમુક પરીવર્તનો સામે ઝઝૂમી રહ્યું છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે બધુ સંતુલિત રહે. બીજી વાત કે તેમણે આ ઈવેન્ટમાં મેચ રમ્યા છે. અમને આગામી સપ્તાહે અફઘાનિસ્તાનની સ્થિતી અંગે અમારા બોર્ડની મિટીંગમાં તેમના ક્રિકેટની સ્થિતિ વિશે સંપૂર્ણ અહેવાલ મળશે.

  જો મહિલા ક્રિકેટર્સને અઘાનિસ્તાનમાં રમવાની પરવાનગી ન મળે તો પુરૂષ ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટનો અંત આવી શકે? તમને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઇ ખાતરી મળી છે?

  અમારો પ્રયાસ છે કે મહિલા અને પુરૂષ બંને ટીમો અફઘાનિસ્તાનમાં ક્રિકેટ રમે. અમારો મત એ છે કે તેમના ક્રિકેટ બોર્ડ સાથે નજીકથી જોડાયેલા રહીને વસ્તુઓને સંતુલિત બનાવવાનો પ્રયાસ કરવો. કારણે કે તેઓ તેમના દેશમાં ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત રહે છે. તેઓએ અમને કહ્યું છે કે મહિલા ક્રિકેટ ચાલુ જ રહેશે. જોકે, તેઓએ ચોક્કસપણે અમને કોઈ સંકેત આપ્યો નથી કે તે બંધ થશે કે કેમ. હા, જ્યારથી તેમના દેશમાં સ્થિતિઓ બદલી ત્યારથી અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ.

  આ પણ વાંચો : Jaydev Unadkat: જયદેવ ઉનડકટનો Video,સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં કરી ફટકાબાજી, ચાહકો કહ્યું- હાર્દિક કરતા સારો ઓલરાઉન્ડર

  શું તમે તેમને મહિલા ક્રિકેટ મેચ માટે ચોક્કસ તારીખો આપશો?

  આ વાત થોડી અનિશ્ચિત છે. બોર્ડ ત્યાંની સ્થિતિનો ક્યાસ મેળવી ભવિષ્ય અંગે નિર્ણય લેશે.

  અમુક લોકોએ અફઘાનિસ્તાન મહિલા ટીમ માટે અફઘાની હોવું જરૂરી છે પછી ભલે તેઓ અહીં વસતા ન હોય તેવા સૂચનો કર્યા છે. શું બોર્ડ તેને યોગ્ય માને છે?

  આ એક અનુમાનિત વાત છે. અમે ફક્ત તે દેશમાં ક્રિકેટ કેવી રીતે ચાલે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેમને તેઓ ઈચ્છે તે રીતે રમત ચલાવવા માટે સમય આપી રહ્યા છીએ. ભવિષ્યમાં શું થઈ શકે છે તેના સંદર્ભમાં હાલ અનુમાન કરવું ખૂબ જ ઉતાવળ ભર્યુ છે.

  2024થી 2031 સુધીના આગામી સમય માટે FTP કેવું ચાલી રહ્યુ છે? શું આગામી સપ્તાહની ICC બોર્ડની બેઠકમાં તેને આખરી ઓપ મળી શકે છે?

  હું આશા રાખું છું કે અમને આગામી સાયકલ માટે ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે ક્રિકેટ અંગે થોડી સ્પષ્ટતા મળશે. જ્યાં સુધી વન-ડે ક્રિકેટની વાત છે, તે બધું 2027માં ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન પર આધારિત છે. અમે 10-ટીમને ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કરવાથી લઈને 14-ટીમને ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવા માટે એડજસ્ટ કરી રહ્યા છીએ.

  શું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ કે ફોર્મેટમાં કોઇ બદલાવા થશે? તમને કોઇ ફેરફાર દેખાય છે?

  ના, મને નથી લાગતું અને હાલ હું પણ કોઇ બદલાવો જોઈ રહ્યો નથી. કેલેન્ડર ખૂબ વ્યસ્ત છે અને વન-ઓફ ફાઇનલની પણ અસર તેમાં હતી. આ બાબતે ચર્ચા પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.

  ODI સુપર લીગ વિશે શું કહેશો?

  સામાન્ય રીતે 13માંથી 8 ટીમો 10-ટીમના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થાય છે. પરંતુ જો તમને 14 ટીમો મળે છે તો કઇ રીતે મેનેજ કરવું તે અંગે હજુ અમે પણ વિચારી રહ્યા છીએ.

  શું તમે આગામી મીડિયા રાઇટ્સ સાયકલ વિશે કંઇ કહેશો? શું અમે પોલીસીમાં સુધારાની આશા રાખી શકીએ?

  આ બાબતને કઇ રીતે આકાર આપવો તે અંગે અમે ખૂબ સકારાત્મકતા દાખવી રહ્યા છીએ. કોઈપણ કરાર કે ભાગીદારીની અવધિના સંદર્ભમાં અમે હજુ આંતરિક વાટાઘાટો દ્વારા તેની વિગતો પર કામ કરી રહ્યા છીએ.

  ભારતીય બજારનુ મહત્વ અને IPLનો વધી રહેલો વિસ્તાર ICCના રેવન્યૂ માડેલને અસર કરે છે?

  ના, મને નથી લાગતું. ભારતીય બજારમાં ક્રિકેટની ખૂબ જ માંગ છે અને આઈસીસી ઈવેન્ટ્સ તેમાં ટોચ પર છે.

  શું તમે ક્રિકેટને આગામી 2028ના ઓલમ્પિક્સ માટે જુઓ છો? T20 ફોર્મેટ તેના માટે પહેલી પસંદ છે?

  છેલ્લા અમુક દાયકાઓમાં ઘણા દેશોએ ઓલમ્પિકનો ભાગ બનવા રસ દાખવ્યો છે. અમારા બોર્ડના સભ્યો ઓલમ્પિકનો ભાગ બનવા એકમત છે. પરંતુ આ કામ સરળ નથી. છતા પણ અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ટી-20 અમારૂ સૌથી ટૂંકુ ફોર્મેટ છે તો ઓલમ્પિક ગેમ્સ તેનો પ્રસ્તાવ મુકી શકાય છે.

  T20માં તમે 2024થી 20 ટીમોની જાહેરાત કરી છે. તમે આંતરરાષ્ટ્રીય ટીમોની આગામી બેચને મદદ કરવા વધુ શું કરી શકો છો?

  કોરોના મહામારીના કારણે અનેક દેશોની મહિલા અને પુરૂષ ટીમો મેદાનમાં મહિનાઓથી રમી શકી નથી. તેથી તેમને નિયમિત મેદાનમાં ઉતારવા તે અમારું પ્રથમ પગલું હોઇ શકે. ટી20ને તેમની સાથે જોડવામાં આવશે અને ટીમોને વધુ સારી રીતે તૈયાર કરવામાં આવશે. અમે આ તબક્કે સામાન્ય શેડ્યુલિંગ પર ધ્યાન આપી રહ્યા છીએ.

  શું તમને લાગે છે કે દ્વિપક્ષીય ક્રિકેટ માટે સારા માળખાની જરૂર છે?

  ઘણા બધા મેચો માટે પ્રયત્નો કરવા અને શેડ્યૂલ કરવા માટે તેમાંય ખાસ કરીને ટેસ્ટ કે જેમાં થોડો સમય લાગે છે. જો 3-ટેસ્ટ સીરીઝ અથવા કે વધુ હોય તો T20 લીગ શેડ્યૂલ કરવી ખૂબ જ મુશ્કેલ છે. મને લાગે છે કે નિયમિત સમયે ટી20 વર્લ્ડ કપનું આયોજન વધુ યોગ્ય રહેશે. જેથી દ્વિપક્ષીય ઇવેન્ટની તૈયારીઓ કરવા સમય મળી રહે છે.

  આ પણ વાંચો :  Sachin Tendulkar: સચિન તેંડુલકરે પત્નીના જન્મદિવસે ગુજરાતી ભોજન માણી લખ્યું, 'સરસ ગુજરાતી જમ્યા પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા'

  જે દેશો આઇસીસીની આગામી ઇવેન્ટ્સ હોસ્ટ કરવા માંગે છે તેમની વચ્ચે બીડ કરવામાં આવશે?

  આ માટે અમારી પાસે છેલ્લા કેટલાક મહિનામાં બોર્ડની એક સબ કમિટી છે જે આ અંગે વિચારી રહી છે. મને આશા છે કે તેઓ મંગળવારે બોર્ડ સમક્ષ અમુક ભલામણો આપશે.

  મહિલા અંડર-19 વર્લ્ડ કપ ક્યારે યોજાઇ શકે છે?

  અમે જાન્યુઆરી, 2023ની આશા રાખી રહ્યા છીએ. અમે આ મીટિંગ્સમાં તે ટુર્નામેન્ટના ફોર્મેટ વિશે વાત કરશું અને આગામી મીટિંગ્સમાં અમે હોસ્ટ શોધશું.

  શું ICC દ્વિપક્ષીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતને સામેલ કરશે?

  ના, દ્વિપક્ષીય ક્રિકેટમાં નહીં. પરંતુ જ્યારે તેઓ અમારી ઇવેન્ટ્સમાં એકબીજા સામે રમે છે ત્યારે અમને આનંદ થાય છે. પરંતુ બંને દેશો અને બોર્ડ વચ્ચેના સંબંધો એવા છે, જેને ICC પ્રભાવિત કરવામાં સક્ષમ નથી.

  આ પણ વાંચો : Hasan Ali : હસન અલીની એક ભૂલના કારણે પાકિસ્તાન T20 WC ફાઈનલમાં ન પહોંચી શક્યું - Video

  બંને દેશો એક જ ગ્રુપમાં રહેશે?

  તે કટ ઓફ તારીખો પર તેમને ક્યાં ક્રમ આપવામાં આવે છે તેના પર આધાર રાખે છે. મને ખ્યાલ નથી કે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા માટે તેમને કઇ રીતે મૂકવામાં આવશે.

  બ્રોડકાસ્ટર્સ માટે દ્વિપક્ષીય ક્રિકેટને વધુ આકર્ષક બનાવવા કંઇ થઇ શકે?

  ટેસ્ટ ક્રિકેટ રમવાના ઘણા દિવસો છે અને અમે તે દિવસોને માત્ર બે દેશો કરતાં વધુ દેશોના વધુ લોકો માટે વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આઇસીસી ઇવેન્ટ્સ અને દ્વિપક્ષીય ક્રિકેટ બંનેને પહોંચી વળવામાં વ્યસ્તતાના કારણે મુશ્કેલ છે. પરંતુ અમે તેના માટે સતત પ્રયાસશીલ છીએ.
  First published:

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन