Home /News /sport /Ind Vs Pak Asia Cup 2022 : મહિલા એશિયા કપમાં ભારતની પ્રથમ હાર, પાકિસ્તાન 13 રને જીત્યું

Ind Vs Pak Asia Cup 2022 : મહિલા એશિયા કપમાં ભારતની પ્રથમ હાર, પાકિસ્તાન 13 રને જીત્યું

ભારત 13 રને હાર્યું

India Vs Pakistan, Women’s Asia Cup 2022 T20 Score : મહિલા એશિયા કપ 2022માં પાકિસ્તાને ભારતને 13 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 19.4 ઓવરમાં 124 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ પ્રથમ હાર છે.

વધુ જુઓ ...
  Ind Vs Pak, Asia Cup 2022 :  મહિલા એશિયા કપ 2022માં પાકિસ્તાને ભારતને 13 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 19.4 ઓવરમાં 124 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ પ્રથમ હાર છે.

  ભારત સામે પાકિસ્તાને પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન તરફથી નિદા દારે ઓલ રાઉન્ડર પ્રદર્શન કરીને પોતાની ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન તરફથી નિદા દારે અણનમ 56 રન બનાવવાની સાથે મહત્વની 2 વિકેટ પણ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી વિકેટ કીપર બેટ્સમેન મુનીબા અલીએ 17 રન બનાવ્યા હતા જ્યારે ઓપનર અમીન 11 રન બનાવીને આઉટ થઇ હતી.

  આ પણ વાંચો : India vs South Africa: ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ ઓવરમાં આ રીતે મેચ હારી ગઈ

  પાકિસ્તાન તરફથી કેપ્ટન મારૂફે 35 બોલમાં 2 ફોરની મદદથી 32 રનની ઇનિંગ રમી હતી. જે બાદ નીદા દારે માત્ર 37 બોલમાં 151.35ના સ્ટ્રાઇક રેટ સાથે 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 56 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇ પણ પાકિસ્તાનનું બેટ્સમેન ચાલી શક્યુ નહતુ. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ જ્યારે પૂજા વસ્ત્રાકરે 2 વિકેટ ઝડપી હતી. રેનુકા સિંહને એક સફળતા મળી હતી.


  જવાબમાં પાકિસ્તાને આપેલા 138 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત સારી રહી હતી અને શુભનેની મેઘના અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 23 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. જ્યારે હેમલથાએ 20 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ 16 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નાશરા સંધુએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે નીદા દાર અને સાદીયા ઇકબાલે 2-2 વિકેટ ઝડપી હતી.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Ind Vs Pak, Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन