Home /News /sport /વિરાટની પોસ્ટ પર ચાહકે લખ્યું કઈક એવું કે કોહલીને આપવો પડ્યો આ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો?

વિરાટની પોસ્ટ પર ચાહકે લખ્યું કઈક એવું કે કોહલીને આપવો પડ્યો આ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો?

virat kohli

ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જિમમાં ખૂબ પરસેવો પાડી રહ્યો છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. કોહલીના આ વિડિયો પર, તેને પ્રેમ કરનારા એક પ્રશંસકે ખૂબ જ રમુજી ટિપ્પણી કરી, જેનો તેણે ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યો

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    નવી દિલ્હીઃ જ્યાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની (ind vs nz) વનડે શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ સિરીઝમાંથી બહાર રહેલો વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. કોહલી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક છે. એવું ભાગ્યે જ બન્યું છે કે વિરાટ કોહલી તેની ફિટનેસના કારણે મેચ ચૂકી ગયો હોય. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પર એક ફેને કંઈક એવું લખ્યું હતું કે તેનો જવાબ ખુદ વિરાટ કોહલીએ આપવો પડ્યો હતો.

    વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. કોહલીની પોસ્ટ પર એક પ્રશંસકે લખ્યું કે વિરાટ કોહલીને મસલ્સ બનાવવા માટે માંસ ખાવાની જરૂર છે. આ ધારણા ખોટી સાબિત થઈ છે. ફેન્સના આ સવાલના જવાબમાં કોહલીએ લખ્યું, 'હાહા આ દુનિયાની સૌથી મોટી મિથ છે.'

    આ પણ વાંચો:  ફુલ ફોર્મમાં છે સૂર્યકુમાર યાદવ, કહ્યું –“મેં ક્યારેય નથી કહ્યું કે આટલા રન તો કરીશ જ”










    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)






    34 વર્ષીય વિરાટ કોહલીએ 2021માં કહ્યું હતું કે તે શાકાહારી ખોરાકને પ્રોત્સાહન આપે છે. વિરાટ કોહલીએ પહેલા કહ્યું હતું કે તેને 'બટર ચિકન' ખૂબ પસંદ છે. પરંતુ બાદમાં કોહલીએ કહ્યું કે તે શાકાહારી બની ગયો છે. તેણે કહ્યું કે તે ઘણી બધી શાકભાજી, કેટલાક ઈંડા, 2 કપ કોફી, પાલક અને ઢોસા ખાય છે.

    આ પણ વાંચો:  AstridWett Photo: વર્લ્ડ કપની શરૂઆત પહેલા એડલ્ટ સ્ટારે બેડરૂમમાં ટ્રોફી સાથે લીધી સેલ્ફી

    વિરાટ કોહલી રોહિત શર્મા અને ભારતીય ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસે જશે. જ્યાં ભારતીય ટીમ 2 ટેસ્ટ અને 3 વનડે રમશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Captain virat kohli, Sports news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन