IND vs Nz : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં અજિંક્યા રહાણે કેપ્ટન, પૂજારા વાઇસ કેપ્ટન, ટીમમાં નવા ચહેરાને પણ સ્થાન

અજિંક્ય રહાણે ન્યૂઝીલેન્ડ સામેની ટીમમાં કપ્તાની કરશે કડી છે (AP)

Ajinkya Rahane : IND vs NZની પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત, વિરાટ કોહલી, રોહિત શર્મા, પંતને આરામ, જાણો કોને કોને મળ્યું સ્થાન

 • Share this:
  ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં બહાર થયા બાદ ભારતીય ટીમ (Indian Team) ન્યૂઝીલેન્ડ સામે ટી20 (T20 Matches) અને ટેસ્ટ સીરીઝ (Test Series) રમશે. ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા (T20 series Team India)ની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ ટેસ્ટ(Test Team) અંગે  જાહેરાત કરવામાં આવી છે.   ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી 3 મેચની ટી20 સીરીઝ અને 25 નવેમ્બરથી ટેસ્ટ સીરીઝ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ માટેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. આ ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે જ્યારે અંજિક્યા રહાણેની કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે (Ajinkya Rahane Test Captain ind vs nz)

  આ ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાબ, મોહમ્મદ શામી, ઋષભ પંતને પણ આરામ આપવામાં આવ્યો છે જ્યારે ચેતેશ્વર પૂજારાની (Cheteshwar Pujara Vice Captain)  Captain)  વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

  કોહલી બીજી ટેસ્ટથી જોડાઈ જશે

  આ ટેસ્ટ ટીમમાં પંતના સ્થાને વિકેટ કિપરતરીકે રિદ્ધીમાન સાહાની પસંદગી કરવામાં આવી છે જ્યારે બીજા કિપર તરીકે ભરતને સ્થાન આપવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું છે કે વિરાટ કોહલી બીજી ટેસ્ટથી ટીમમાં જોડાઈ જશે અને કેપ્ટનશીપ કરશે.  ઓપનર્સ તરીકે કેએલ રાહુલ, શુભમ, મયંક

  ચાર રેગ્યુલર ખેલાડીઓને આરામ આપ્યા બાદ ટીમના બેટિંગ ઓર્ડરમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે. કેએલ રાહુલના ઓપનિંગ પાર્ટનર તરીકે શુભમ ગિલ કે પછી મયંગ અગ્રવાલમાંથી કોઇ એક ખેલાડીને પસંદ કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો : Hasan Ali : હસન અલીની એક ભૂલના કારણે પાકિસ્તાન T20 WC ફાઈનલમાં ન પહોંચી શક્યું - Video

  મિડલ ઓર્ડરમાં પુજારા, રહાણે અને વિહારી

  ઓપનિંગ ટેસ્ટ માટે મિડલ ઓર્ડરમાં કોહલી ન હોવાથી સિનિયર ચેતેશ્વર પૂજારા અને સ્કિપર રહાણે પર મહત્તમ સ્કોર કરવાની જવાબદારી રહેશે. આ બંનેએ અમુક વર્ષોથી પ્રદર્શન કર્યું નથી અને સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં તેમની પાસે સારું રમવાનો એક અવસર આવ્યો છે.

  ઓલ રાઉન્ડર્સ  જાડેજા, અક્ષર અને આર. અશ્વિન

  આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને માત્ર સ્પિનર નહીં, પરંતુ ઓલ રાઉન્ડર બનાવવામાં આવી શકે છે. આ બંને સ્પિન અટેકનું નેતૃત્વ કરશે અને અન્ય બેટ્સમેનોને પણ બેકઅપ આપશે. જ્યારે અક્ષરનો સમાવેશ ફક્ત ત્યારે જ થશે, જો ટ્રેક તેની પરવાનગી આપશે.

  વિકેટકિપર્સ

  રિદ્ધિમાન સાહા લગભગ એક વર્ષ પછી પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે. તેની સાથે કે.એસ. ભરત જોડાશે. જોકે તેને પોતાના ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. ભરતને હજુ સુધી તેનો પહેલો ટેસ્ટ કોલ અપ મળ્યો નથી.

  આ પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે, બંગ્લોને આટી મારે એવો છે ફ્લેટ

  બોલર્સ તરીકે આ ખેલાડીઓ ઉતરી શકે છે મેદાનમાં

  ઈશાંત શર્મા પેસ અટેકનું નેતૃત્વ કરશે અને સિનિયર ઉમેશ યાદવ પણ પરત ફરશે. પ્લેઇંગ ઈલેવનમાં ઈશાંત, ઉમેશ અને મોહમ્મદ સિરાજ લગભગ નક્કી જ હોવાના સંકેતો મળી રહ્યા છે. તો સાથે જ  આ ઉપરાંત જયંત યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે.

  આ પણ વાંચો : ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, નવા ચહેરાઓને સ્થાન

  ભારતીય ટીમ

  અજિંક્ય રહાણે (કેપ્ટન) ચેતેશ્વર પૂજારા (વાઇસ કેપ્ટન) કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, (રિદ્ધીમાન સાહા વિકેટ કિપેર) કે.એસ.ભરત (વિકેટ કીપર) રવિન્દ્ર જાડેડા, અક્ષર પટેલ, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા
  Published by:Jay Mishra
  First published: