Home /News /sport /

IND vs NZ: શ્રેયસ ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં સદી અને ફિફ્ટી મારનાર પ્રથમ ખેલાડી બન્યો, જાણો કોનો રેકોર્ડ તોડ્યો

IND vs NZ: શ્રેયસ ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં સદી અને ફિફ્ટી મારનાર પ્રથમ ખેલાડી બન્યો, જાણો કોનો રેકોર્ડ તોડ્યો

શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં તોડ્યો રેકોર્ડ એક ઈનિંગમાં સદી તો બીજીમાં મારી ફ્ફીટ

IND vs NZ: કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐયરે સદી મારી અને બીજી ઈનિંગમાં ફિફ્ટી કરી, (Shreyas Iyer) આ રેકોર્ડ તોડનાર પ્રથમ ખેલાડી

    IND vs NZ: કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો ચોથો દિવસ સમાપ્ત થયો છે . (IND vs NZ Kanpur Test) ભારતે બીજી ઈનિંગમાં 7 વિકેટના નુકસાને 234 રન કરી અને દાવ ડિક્લેર કરી લીધો છે. (India Declared Second inning on 234/7) બીજી ઈનિંગમાં ભારત વતી સૌથી વધુ રન શ્રેયસ ઐયર બનાવ્યા અને ફિફ્ટી મારી હતી. પ્રથમ ઈનિંગમાં સદી મારી અને બીજી ઈનિંગમાં ફિફ્ટી સાથે શ્રેયસ ઐયરે આવું પરાક્રમ કરનાર પ્રથમ ખેલાડી તરીકે નામના મેળવી છે. (Shreyas Iyer scored 100/500 in Debut) ઐયરે બીજી ઈનિંગમાં લડાયક ઈનિુંગ રમી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

    ટીમની પ્રથમ પાંચ વિકેટ ટપોટપ પડી ગયા બાદ ઐયર અને સાહાએ 7મી વિકેટની ભાગીદારી માટે નિર્ણાયક 125 રન જોડ્યા હતા. બંને ખેલાડી સારું રમ્યા હતા. શ્રેયસ ઐયરે 125 બોલમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે ઋદ્ધીમાન સાહા (Wriddhiman Saha) એ પણ 126 બોલમાં નોટાઆઉટ 61 રનની ઈનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓએ ભારતને મજબૂત પોઝિશનમાં પહોંચાડી દીધું હતું. આમ ભારત ન્યૂઝીલેન્ડને 284 રનનો ટાર્ગેટ આપી શક્યું હતું

    સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો

    ડેબ્યૂ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી હજુ સુધી કોઈ ભારતીય પ્લેયરે મારી નથી પરંતુ ડેબ્યૂ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી સુનિલ ગાવસ્કરે વર્ષ 1971માં મારી હતી.ત્યારબાદ ડેબ્યૂમાં સદી મારનારા 15 ખેલાડીઓ ભારતને મળ્યા હતા પરંતુ આ ખેલાડીઓએ પ્રથમ અથવા તો બીજી ઈનિંગમાં બંનેમાં સારા રન નહોતા કર્યા. ઐયરે 1971થી કાયમ થયેલો આ રેકોર્ડ તોડ્યો છે.

    આ પણ વાંચો : IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    છેલ્લે પૃથ્વી શૉએ ડેબ્યૂમાં સદી મારી હતી.

    અગાઉ ડેબ્યૂ ટેસ્ટમાં વર્ષ 2018માં પૃથ્વી શૉએ સદી મારી હતી. પૃથ્વીએ વર્ષ 2018માં ડેબ્યૂ ટેસ્ટમાં વેસ્ટઇન્ડિઝની સામે 134 રન બનાવ્યા હતા. વર્ષ 2013માં રોહિત શર્માએ પણ ડેબ્યૂમાં સદી મારી હતી તો તે શિખર ધવને પણ ડેબ્યૂમાં સદી મનારી હતી. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં સદી મારનાર ભારતનો 16મો ખેલાડી બન્યો છે.

    આ પણ વાંચો :  IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ,' વસિમ જાફરે કરી મજાક

    કેઇલ જેમીસનનો તરખાટ

    ન્યૂઝીલેન્ડના બોલર કેઇલ જેમીસન( kyle jamieson)નો બીજ ઈનિંગમાં પણ તરખાટ જોવા મળ્યો છે. જેમીસને બીજી ઈનિંગમાં પણ 6 વિકેટ લઈ લીધી છે જયારે પ્રથમ ઈનિંગમાં પણ તેણે 6 વિકેટ ઉપાડી હતી. આમ ભારત જેમીસનના પ્રહાર સામે ધ્વસ્ત થઈ ગયું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND vs NZ, ક્રિકેટ ન્યૂઝ, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन