Home /News /sport /IND vs NZ: વિરાટ કોહલીએ સર્જ્યો અનોખો વિક્રમ, MS ધોની અને રિકી પોન્ટીંગને રાખી દીધા પાછળ
IND vs NZ: વિરાટ કોહલીએ સર્જ્યો અનોખો વિક્રમ, MS ધોની અને રિકી પોન્ટીંગને રાખી દીધા પાછળ
virat Kohli Record : કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં વધુ એક રેકોર્ડ સર્જ્યો છે.
India vs New zealand 2nd test: વિરાટ કોહલીએ (Virat) કોહલીએ આજે 50મી ટેસ્ટ મેચ જીતી પરંતુ આ જીત સાથે જ એક નવો કિર્તીમાન સ્થપાયો છે. જામો શું છે કોહલીનો રેકોર્ડ
આજે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતની 372 રને ભવ્ય જીત થઈ છે. (IND vs NZ Second Test) આ જીતની સાથે જ ભારતે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની જોળીમાં એક નવો કિર્તમાન નાખી દીધો છે (Virat Kohli captaincy Record). વિરાટ કોહલીએ ખેલાડી તરીકે આજની ટેસ્ટમાં 50મી જીત મેળવી છે. આ રેકોર્ડ સાથે કોહલીએ એમ.એસ. ધોની (MS Dhoni) અને ઓસ્ટ્રેલિયાના (Ricky Ponting) રિકી પોન્ટીંગને પાછળ છોડી દીધા છે.
ટેસ્ટની વાત કરીએ તો રિકી પોન્ટીંગ સૌથી વધુ 108 ટેસ્ટ જીત્યો છે પરંતુ વનડેમાં પણ સૌથી વધુ 262 મેચ જીત્યો છે પરંતુ ટી-20માં પોન્ટીંગ પાસે ફક્ત 7 જીત છે જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટમાં 50, વનડેમાં 153 અને ટી-20માં 59 જીત મેળવી છે. આમ કોહલી ત્રણેય ફોર્મેટનો બાદશાહ બની ગયો છે.
સચિન તેંડુલકર 72 ટેસ્ટ જીતી છે
સચિન તેંડુલકરે ભારત વતી સૌથી વધુ ટેસ્ટ જીતી છે. ખેલાડી તરીકે સતિન 72 ટેસ્ટ, 234 વનડે અને ટી-20માં એક મેચમાં જીત મેળવી છે.
એમ.એસ.ધોનીનો રેકોર્ડ
એમ.એસ. ધોનીએ 36 ટેસ્ટ, 205 વનડે અને 57 ટી-20 મેચ જીતી છે. આમ ટેસ્ટમાં ધોનીના ગયા પછી કોહલીની કેપ્ટનસી શરૂ થઈ હતી તો ખેલાડી તરીકે વિરાટ કોહલીએ ધોની અને રિકી પોન્ટીંગને પાછળ છોડી દીધા છે.
ટી-20 ઈન્ટરનેશનલની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના ખેલાડી શોએબ મલિકે સૌથી વધુ 86 મેચ જીતી છે. ત્યારબાદ વનડેમાં 156 મેચ જીતી છે અને ટેસ્ટમાં 13 મેચ જીતી છે. રોહિત શર્માએ 78 ટી-20, 138 વનડે અને ટેસ્ટમાં 24 મેચમાં જીત મેળવી છે.
કોહલીનો કેપ્ટન તરીકે T20I રેકોર્ડ
કોહલીએ 49 ટી20માં ભારતનું નેતૃત્વ કર્યું છે જેમાંથી 29 જીત્યા છે. તે એમએસ ધોની પછી બીજો શ્રેષ્ઠ નંબરનો કેપ્ટન છે. ધોનીએ ભારતને સૌથી ટૂંકા ફોર્મેટમાં 42 જીત અપાવી હતી. પરંતુ તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે સેના (SENA) દેશોમાં દ્વિપક્ષીય T20I શ્રેણી જીતી છે - ઈંગ્લેન્ડ (2018), દક્ષિણ આફ્રિકા (2018), ન્યુઝીલેન્ડ (2020) અને ઓસ્ટ્રેલિયા (2020).
કોહલીનો ODI રેકોર્ડ
કોહલીએ 95 વનડે મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેમાંથી 65માં જીત અને 27માં હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ અટવાઈ હતી અને એક ટાઈ થઈ હતી. તેની જીતની ટકાવારી 70.43 છે. ધોનીએ 200 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું જેમાં 110 જીત્યા અને 74માં હારનો સામનો કરવો પડ્યો હતો. MSDની જીતની ટકાવારી 59.5 છે.
કિંગ કોહલી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 8000, 9000, 11000 અને 12000 રન પૂરા કરનાર બેટ્સમેન છે. કોહલીએ સતત ત્રણ વર્ષ સુધી ICC રેન્કિંગમાં નંબર 1 ODI બેટ્સમેન તરીકે શાસન કર્યું અને કોઈની પાસે આટલો લાંબો રન નહોતો.
કોહલીનો ટેસ્ટ રેકોર્ડ
કોહલીએ 66 ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરી છે અને 39 મેચ જીતી છે અને તેમાંથી 16માં હારનો સામનો કરવો પડ્યો છે. 58.46ની જીતની ટકાવારી સાથે 11 ડ્રો થયા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન છે. અને કોહલી એકમાત્ર એશિયન સુકાની છે જેણે ઘરની બહાર ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી અને હકીકતમાં તેણે ડાઉન અંડરમાં સતત બે શ્રેણી જીતી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર