IND vs NZ: કાલથી ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ, ભારતના 303માં ટેસ્ટ ખેલાડીનું થશે ડેબ્યૂ, કપ્તાને આપ્યું નામ

IND VS NZ Shreyas Iyer Debut : શ્રેયસ ઐયર દેશનો 303મો ટેસ્ટ ખેલાડી બનશે

IND vs NZ:આવતીકાલથી કાનપુરમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ, ન્યૂઝીલેન્ડ ભારતને હરાવવા ઉતરશે, ભારત વર્લ્ડ ચેમ્પિયનને હરાવવા મક્કમ

  • Share this:
    IND vs NZ: આવતીકાલથી કાનપુરમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ થશે. (IND VS NZ Test Series) આ ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલા ઓપનર કે.એલ. રાહુલે ભારતની ચિંતા વધારી છે. દરમિયાન ભારતે રાહુલના સ્થાને ટીમમાં સુર્યા કુમાર યાદવને સ્થાન આપ્યુ છે (Surya Kumar yadav in Test Team) જોકે, કેપ્ટન રહાણેએ ટીમમાં નવા ડેબ્યૂ અંગે નામ જાહેર કરી લીધું છે. ટીમમાં શ્રેયસ ઐયર કાલે ડેબ્યૂ કરશે (Shreyas Iyer Debut). શ્રેયસ ઐયરને ટીમમાં વનડાઉન અથવા તો ચોથા નંબરનું સ્થાન મળી શકે છે. ઓપનિંગમાં ભારત અગ્રવાલ અને શુબમનની જોડી ઉતારી શકે છે.

    શ્રેયસ ઐયરના ડેબ્યૂની કપ્તાન રહાણેએ પુષ્ટી કરી લીધી છે ઉપ કપ્તાન ચેતેશ્વર પૂજારા પણ અગાઉ શુબમન ગીલની પુષ્ટી કરી ચુક્યો છે ત્યારે હવે નવા ખેલાડીઓને ટેસ્ટમાં મોકો મળશે. ગુરુ રાહલુ દ્રવિડ કાલે ક્યાં 11 ખેલાડીઓને ઉતારશે તેના પર સૌની નજર છે.

    ઐયર ભારતનો 303મો ટેસ્ટ ક્રિકેટર બનશે

    ભારતની ટેસ્ટ ટીમ માટે અત્યારસુધીમાં 302 ખેલાડીઓ ડેબ્યૂ કરી ચુક્યા છે. આવતીકાલે શ્રેયસ ઐયર 303માં ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કરશે. 26 વર્ષનો શ્રેયસ, મુંબઈની ટીમમાં ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે.

    આ પણ વાંચો : Halal Food Row : ભારતીય ટીમને હલાલ મીટ જ પિરસાશે? BCCIના ટ્રેઝરર અરૂણ ધુમાલે તોડ્યું મૌન

    કપ્તાતનની જાહેરાત

    કપ્તાન રહાણે કહ્યું, 'શ્રેયસ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, કેએલની ઈજા દુખદ છે જેના કારણે તે રમી નહીં શકે. ઐયર હનુમા વિહારીના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે. દજેના કારણે ઘણા વિવાદ પણ થયા છે. ઈન્ટરનેટ પર વિહારની પસંદગી ન થવાના કારણે લોકો નારાજ છે.

    ભારતની સંભવિત પ્લેઇંગ 11

    મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, ઋદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા

    આ પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે, બંગ્લોને આટી મારે એવો છે ફ્લેટ

    બોલર્સ તરીકે આ ખેલાડીઓ ઉતરી શકે છે મેદાનમાં

    ઈશાંત શર્મા પેસ અટેકનું નેતૃત્વ કરશે પ્લેઇંગ ઈલેવનમાં ઈશાંત, અને મોહમ્મદ સિરાજ લગભગ નક્કી જ હોવાના સંકેતો મળી રહ્યા છે. તો સાથે જ આ ઉપરાંત જયંત યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે. હવે ભારત કાનપુરની પીચના આધારે સ્પીન પેસનું કોમ્બિનેશન બનાવવાનો પ્રયાસ કરશે.
    Published by:Jay Mishra
    First published: