IND vs NZ:રાહુલ દ્રવિડનો બોલિંગ કરતો Video, કાનપુરમાં કિવીઝને કચડવાની રણનીતિ તૈયાર

IND vs NZ Kanpur Test : કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ પહેલાં નેટ્સમાં રાહુલ દ્રવિડે બોલિંગ કરી

IND vs NZ: કાનપુર ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનો વીડિયો (Rahul Dravid Bowling video) સામે આવ્યો છે. ગુરૂ દ્રવિડે નેટ્સમાં જોરદાર બોલિંગ કરી

  • Share this:
    IND vs NZ: આવતી કાલથી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની કાનપુર ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનો વીડિયો (Rahul Dravid Bowling video) સામે આવ્યો છે. ગુરૂ દ્રવિડે નેટ્સમાં જોરદાર બોલિંગ કરી છે. કોચ તરીકે હવાલો લીધઆ બાદ દ્રવિડે જોરદાર પરિવર્તનો આણવાના શરૂ કરી દીધા છે કાલે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ યોજાશે. આ ટેસ્ટ મેચમાં કેપ્ટન અજિંક્યા રહાણે અને વાઇસ કેપ્ટન ચેતેશ્વર પૂજારા (Ajinkya Rahane cheteshwar Puajara)ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા કિવીઝ સામે ટકારશે. આજે કાનપુરમાં નેટ્સની અંદર રાહુલ દ્રવિડે ખેલાડીઓને જોરદાર પ્રેક્ટિસ કરાવી છે. દ્રવિડનો જાતે બોલિંગ કરતો વીડિયો પણ સામે આવ્યો છે.

    ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દ્રવિડની છાપ એક સારા બેટ્સમેન તરીકેની હતી. જોકે, ગાંગુલીની કેપ્ટનશીપમાં રાહુલ દ્રવિડે અનેકવાર બોલિંગ કરી છે. ફક્ત એટલું જ નહીં રાહુલ દ્રવિડના નામે વિકેટો પણ નોંધાયેલી છે. આ વીડિયો જોતા એવું નહીં લાગે કે કોચ તરીકે હવાલો લેનારા દ્રવિડ રિટાયર્ડ ક્રિકેટર છે. દ્રવિડને રમત પ્રત્યનો પ્રેમ એવો જ છે.

    કાનપુરની રણનીતિ

    કાનપુરમાં દ્રવિડ ટોસ જીતીને ભારતની ટીમને પ્રથમ બેટિંગ માટે ઉતારશે. ટેસ્ટમાં નવા ખેલાડીઓને ચાન્સ મળે એટલે તેમને નવા બોલ સાથેની પ્રેક્ટિસનો અનુભવ આપવામાં આવશે. ભારત પાસે અશ્વિન-જાડેજા અને અક્ષરનો સ્પિન એટેક છે જ્યારે ઈશાંત શર્માની રફતાર છે. આ સ્થિતિમાં સારા રન કરી અને કિવીઝને ઘરભેગું કરવાની રણનીતિ તૈયાર છે

    રાહુલ દ્રવિડનો બોલિંગ રેકોર્ડ

    ઓફ સ્પિન બોલિંગ કરતા દ્રવિડે વનડેમાં 120 બોલ નાંખેલા છે. દ્રવિડે 39 રન આપી અને વન ડેમાં એક વિકેટ વેસ્ટઇન્ડિઝ સામે લીધી હતી. જ્યારે ટેસ્ટમાં રાહુલ દ્રવિડે 186 બોલ ફેંકેલા છે જેમાં તેણે ચાર વિકેટ લીધી હતી. ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે 43 રન આપીને દ્રવિડે બે વિકેટ ઝડપી હતી.

    આ પણ વાંચો :  Photos: કોણ છે સિમરન ખોસલા? ભારતને અંડર-19 વર્લ્ડકપ ચેમ્પિયન બનાનાર કેપ્ટનની પત્ની વિશે જાણો

    ઐયર ભારતનો 303મો ટેસ્ટ ક્રિકેટર બનશે

    શ્રેયસ ઐયરના ડેબ્યૂની કપ્તાન રહાણેએ પુષ્ટી કરી લીધી છે ઉપ કપ્તાન ચેતેશ્વર પૂજારા પણ અગાઉ શુબમન ગીલની પુષ્ટી કરી ચુક્યો છે ત્યારે હવે નવા ખેલાડીઓને ટેસ્ટમાં મોકો મળશે. ગુરુ રાહલુ દ્રવિડ કાલે ક્યાં 11 ખેલાડીઓને ઉતારશે તેના પર સૌની નજર છે.  ભારતની ટેસ્ટ ટીમ માટે અત્યારસુધીમાં 302 ખેલાડીઓ ડેબ્યૂ કરી ચુક્યા છે. આવતીકાલે શ્રેયસ ઐયર 303માં ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કરશે. 26 વર્ષનો શ્રેયસ, મુંબઈની ટીમમાં ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે.




    ભારતની સંભવિત પ્લેઇંગ 11

    મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, ઋદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા
    Published by:Jay Mishra
    First published: