IND vs NZ Test Series:ટેસ્ટ સિરીઝ પહેલાં કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત, શ્રેણીમાંથી બહાર, કાનપુરની પીચે ઉડાવ્યા ભારત- ન્યૂઝીલેન્ડના હોંશ!

KL Rahul Ruled out of Team india from IND VS NZ Test Series : ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સિરીઝ પહેલાં કે.એલ. રાહુલ ટીમમાંથી બહાર

IND vs NZ Test Series: કાનપુરથી આવ્યા ભારત માટે માઠા સમાચાર, શું રાહુલ-રહાણે (Rahul Dravid-Ajinkya Rahane) સેના કરી શકશે કીવી પર વાર? જાણો શું હશે ગેમ પ્લાન

  • Share this:
    IND vs NZ Test Series: આગામી 25મી નવેમ્બરને ગુરૂવારથી શરૂ થવાની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી (IND vs NZ Test Series) પહેલાં ભારતની ટીમમાંથી ઓપનર અને દિગ્ગજ ખેલાડી કે.એલ. રાહુલ બહાર થઈ (KL Rahul Ruled Out) ગયો છે. આ ચિંતા ઓછી હતી તેમ કાનપુરની પીચે પણ રહાણે-રાહુલના હોંશ ઉડાવી (IND vs NZ Test Series Kanpur Pitch Report) દીધા હોવાના અહેવાલો છે. આમ ભારત ટેસ્ટ સિરીઝમાં પગલું માંડે તે પહેલાં જ કાનપુરથી બે માઠા સમાચાર સામે આવ્યા છે. પહેલા સમાચારની વાત કરીએ તો ઈજાગ્રસ્ત કે.એલ. રાહુલે ન ફક્ત કાનપુર પરંતુ આખી શ્રેણી જ ગુમાવી દીધી છે. જોકે, બીસીસીઆઈએ (BCCI) આ અંગે પુષ્ટી કરી છે.

    બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ (BCCI Secretary Jay Shah) દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કે.એલ. રાહુલના જમણા પગની માંસપેશીઓમાં ખેચાણ અનુભવવાના કારણે તેને શ્રેણીમાં રમી નહીં શકે. કે.એલ. રાહુલની જગ્યાએ સૂર્યા કુમાર યાદવને (Surya Kumar Yadav to play Instead of KL Rahul) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કે.એલ. રાહુલને ટી-20 સિરીઝની અંતિમ મેચમાં પણ આરામ આપવામાં આવ્યો હતો.

    પીચ રિપોર્ટથી નાખુશ ભારત-ન્યૂઝીલેન્ડ

    સિરીઝની શરૂઆત પહેલાં જ કાનપુરની પીચે ભારત અને ન્યૂઝીલેન્ડના હોશ ઉડાડી દીધા છે. બંને ટીમે પ્રેક્ટિસ પીચની ફરિયાદ કરી છે. દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર કેપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રાહુલ દ્રવિડ (Ajinkya Rahane-Rahul Dravid Complaint About Pitch) સોમવારે સાંજે પીચ જોવા માટે પહોંચ્યા હતા. જોકે, તેનાથી બંને નાખુશ હતા.

    આ પણ વાંચો : Virat Kohli: અનુષ્કાએ પતિના ફોટો પર કરી કોમેન્ટ, વિરાટ કોહલીએ એવો જવાબ આપ્યો કે મચી ગઈ ધમાલ

    ન્યૂઝીલેન્ડે પણ કરી ફરિયાદ

    ત્યારબાદ તેમણે ન્યૂટ્રલ પિચ ક્યૂરેટર પ્રશાંત રાવ સાથે વાત કરી અને પીચમાં સુધારો કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડ પણ આ પીચ જોવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ પીચના બાઉન્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

    આ પણ વાંચો :  T20I ક્રિકેટમાં સૌથી વધુ 50+સ્કોર કરનાર આ છે ટોપ 5 બેટ્સમેન, રોહિત શર્માનો વાગ્યો ડંકો

    ગીલ અન મયંક કરી શકે છે ઓપનિંગ

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીંયા યોજાનારીપ્રથમ ટેસ્ટ મેચમાં હવે રાહુલ અને રોહિત શર્માની અનુપસ્થિતિમાં કેપ્ટન રહાણે માટે ઓપનિંગ જોડી બનાવવી પડકાર છે. જોકે, ઓપનિંગ માટે મયંક અગ્રવાલ સારો ઓપ્શન પહેલાંથી જ હતો એટલે મયંકની સાથે શુભમન ગીલ અથવા તો શ્રેયસ અય્યરને ઓપનિંગમાં ઉતારી શકાય છે. શ્રેયયસ ઐય્ર અને અને સૂર્યા કુમાર યાદવ બંનેમાંથી એક પણ ખેલાડીને ટેસ્ટ કેપ મળી નથી ત્યારે બંનેમાંથી કોઈ પણ એક ખેલાડીને ટેસ્ટમાં સ્થાન મળી શકે છે.
    Published by:Jay Mishra
    First published: