Home /News /sport /India vs New Zealand: ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં ભારતની પ્રથમ બેટિંગ, જાડેજા સહિત ત્રણ ખેલાડી ઈજાગ્રસ્ત
India vs New Zealand: ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં ભારતની પ્રથમ બેટિંગ, જાડેજા સહિત ત્રણ ખેલાડી ઈજાગ્રસ્ત
IND Vs SA : ભારતીય ટીમને સાઉથ આફ્રિકામાં સુરક્ષિત રાખવા આફ્રિકાએ ઘડ્યો માસ્ટર પ્લાન
India vs New Zealand 2nd Test at Mumbai Live Updates : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારત આ ત્રણ ખેલાડીઓ નહીં રમી શકે, વિરાટ કોહલી આજથી ફરી રમશે ટેસ્ટમાં
India vs New Zealand:આજથી મુંબઈમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ ટેસ્ટમાં (IND vs NZ 2nd Test Live Updates) આ ટેસ્ટ મેચ પહેલાં વરસાદનું વિઘ્ન નડ્યું છે. કમોસમી વરસાદના કારણે ટોસમાં વાર લાગી છે. ભારત વતી ટીમની જાહેરાત થઈ નથી (IND vs NZ Playing 11) પરંતુ ભારતના 11 ખેલાડીઓમાં ત્રણ મોટા પ્લેયરની બાદબાકી થઈ છે. ગત ટેસ્ટમાં કેપ્ટન રહેલા અંજિક્યા રહાણેનો પણ એમાં સમાવેશ થાય છે. આજે 9.30 વાગ્યાથી શરૂ થવાની ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન નડી જતા હવે ફરીથી 10.30 વાગ્યે પ્રથમ દિવસની રમતનો રિવ્યૂ થયો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ બાદ બીજા ટેસ્ટમાં પણ ટોસ જીત્યો છે અને દાવ લીધો છે.
આ ત્રણ ખેલાડીઓ બહાર : ભારત વતી ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ટીમમાંથી બહાર રહેશે. ઈશાંતની જમણી આંગળીમાં ઈજા પહોંચી છે જ્યારે જાડેજાના ડાબા હાથમાં ઈજા પહોંચી છે અને સ્કેનમાં સોજો જોવા મળ્યો હતો. જાડેજાને આરામની સલાહ આપવામાં આવી છે. કાનપુરમાં અંતિમ દિવસે ફિલ્ડીંગમાં હેમસ્ટ્રિંગમાં મામુલી ખેંચતાણ બાદ રહાણેને પણ ઈજા પહોંચી છે.
આઉટફિલ્ડ અને પીચ ભીની હતી
મુંબઈમાં કમોસમી વરસાદના કારણે આઉટફિલ્ડ અને પીચ ધીમી હતી. જેના કારણે ટોસમાં વાર લાગી પહતી. બીજીવાર 10.30 વાગ્યે પીચનો રિવ્યૂ કરવામાં આવશે અને ત્યારબાદ ટોસ થશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી મેચનું લાઇવ પ્રસારણ ડિઝની+ હોટસ્ટાર પર જોઈ શકાય છે જ્યારે તમે લાઇવ પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર પણ જોઈ શકો છો. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં રમાવા જઈ રહી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 25 ટેસ્ટ રમાઈ છે. આ 25 પૈકીની 11 ટેસ્ટ ભારત જીત્યું છે અને 7 ટેસ્ટ ભારત હાર્યુ છે. બાકીની ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. આમ વાખેડેમાં ભારતનો ટ્રેક રેકોર્ડ સારો છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન પણ ઈજાગ્રસ્ત
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પણ ડાબા ખભાની ઈજાના કારણે બીજી ટેસ્ટ નહીં રમે. વિલિયમસનના કારણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે ટોમ લાથમ ટીમનું નેતૃત્તવ કરશે. જ્યારે ભારત વતી વિરાટ કોહલી વાપસી કરશે