Home /News /sport /

IND vs NZ, 1st Test Day 4: ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો

IND vs NZ, 1st Test Day 4: ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો

IND vs NZ test live scorecard : ચોથા દિવસે બીજી ઈનિંગમાં ભારતની બેટિંગનું કંગાળ પ્રદર્શન ઐયર-અશ્વિન સિવાય ધબડકો, સાહાનું પણ યોગદાન

IND vs NZ:શ્રેયસ ઐયર ( Shreyas Iyer)ની લડાયક બેટિંગ છતા સામે કોઈ ખેલાડીએ સાથ ન આપ્યો, ભારત મોટો જુમલો ન નોંધાવે તો હારનું સંકટ, જેમીસનના આક્રમણ સામે રહાણે સેના ધ્વસ્ત

    IND vs NZ: કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં (IND vs NZ Kanpur Test) ભારતની કંગાળ બેટિંગના કારણે બીજી ઈનિંગમાં (IND vs NZ Day 4 Indian Second Inning) મોટો ધબડકો બોલી ગયો છે. ભારતે લંચ સુધીમાં ફક્ત 120 રન બનાવ્યા અને 6 વિકેટ પડી ગઈ હતી (IND vs NZ test live scorecard). જોકે, પ્રથમ ઈનિંગમાં સદી બનાવનાર ખેલાડી શ્રેયસ ઐયરે લડત (Shreyas Iyer Batting) આપી પરંતુ તેને ખેલાડીઓનો સાથ ન મળતા ભારતનો સ્કોર ખૂબ ખરાબ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં 296 રનમાં ઓલઆઉટ કરી અને લીડ મેળવવામાં સફળ રહેલા ભારતના જાબાંઝોને બીજી ઈનિંગમાં બ્લેકકેપ્સ બોલર્સે ધ્વસ્ત કર્યા હતા. જોકે, ભારત વતી શ્રેયસ ઐયરના 65 અને વૃદ્ધીમાન સાહાના 61 રન તેમજ અક્ષર પટેલના 28 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની 4 રને એક વિકેટ પડી ગઈ છે.

    ખરાબ શરૂઆત : બીજી ઈનિંગમાં ભારતના તમામ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા જેમાં શ્રેયસ ઐયર અપવાદ છે. ઓપનર મયંક અગ્રવાલ 53 બોલમાં 17 રને આઉટ થયો તો શુબમન ગીલ 3 બોલમાં એક રને આઉટ થયો હતો. જ્યારે સેમિ વોલ ચેતેશ્વર પૂજારા પણ 33 બોલ રમી માત્ર 22 રને આઉટ થયો હતો. કેપ્ટન અજિંક્ય રહાણે ફરી એકવાર નિષ્ફળ ગયો છે. રહાણે 15 બોલમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો.

    આ પણ વાંચો :  IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ,' વસિમ જાફરે કરી મજાક

    kyle jamieson કેઇલ જેમીસનનો તરખાટ

    ન્યૂઝીલેન્ડના બોલર કેઇલ જેમીસન( kyle jamieson)નો બીજ ઈનિંગમાં પણ તરખાટ જોવા મળ્યો છે. જેમીસને બીજી ઈનિંગમાં પણ 6 વિકેટ લઈ લીધી છે જયારે પ્રથમ ઈનિંગમાં પણ તેણે 6 વિકેટ ઉપાડી હતી. આમ ભારત જેમીસનના પ્રહાર સામે ધ્વસ્ત થઈ ગયું છે.

    આ પણ વાંચો : IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    પ્રથમ ઈનિંગનો સિક્કો ચાલી ગયો

    પ્રથમ ઈનિંગમાં સદી મારી ટેસ્ટ ડેબ્યૂ કરનાર શ્રેયસ ઐયર બીજી ઈનિંગમાં પણ ચાલી ગયો છે. જોકે, ઐયર અને વૃદ્ધીમાન સાહાએ નિર્ણાયક ભાગીદારી કરી હતી. ઐયરે 65 રન બનાવ્યા હતા અને સાહાએ પણ તેની સાથે રન જોડ્યાય હતા.  તેની સાથે અશ્વિને 32 રનની નિર્ણાયક ઈનિંગ રમી અને ભાગીદારી કરી હતી. કીપર વૃદ્ધીમાન સાહા પણ રમતમાં છે. હવે ભારત માટે અક્ષર પટેલ એક માત્ર બેટિંગ કરી શકે તેવો ખેલાડી આગળ છે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND vs NZ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन