Home /News /sport /IND vs NZ: ન્યૂઝીલેન્ડની ભૂમિ પર ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો, T20 શ્રેણી જીતી પહેલી વખત કર્યું આ કારનામું

IND vs NZ: ન્યૂઝીલેન્ડની ભૂમિ પર ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો, T20 શ્રેણી જીતી પહેલી વખત કર્યું આ કારનામું

ત્રીજી મેચમાં ફરી રસાકસી થઈ શકે એવી સ્થિતિ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો.

IND vs NZ: અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ન્યુઝીલેન્ડને ભારે પડ્યા હતા. બંનેએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતે ત્રીજી અને અંતિમ T20માં ન્યુઝીલેન્ડને 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

    IND vs NZ 3rd T20 Match: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20ની શ્રેણીની છેલ્લી મેચ નેપિયરમાં રમાઈ હતી. આ મેચ વરસાદ વિલન બનતા ડકવર્થ લુઈસના નિયમ મુજબ ટાઈ થઈ હતી. પરિણામે ટીમ ઈન્ડિયા આ સીરિઝ 1-0થી જીતી ગઈ છે. આ સિરીઝમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ભારતની યુવા ટીમ રમી રહી હતી. વિરાટ કોહલી-રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓને આ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો.

    ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત

    વરસાદને કારણે બંને ટીમો વચ્ચે મેચ મોડી શરુ થઈ હતી અને ટોસમાં પણ વિલંબ થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 161 રનના ટાર્ગેટનો પીછો કરતા ચાર વિકેટે 75 રન બનાવી લીધા હતા. દીપક હૂડા 9 અને હાર્દિક પંડયા 30 રને ક્રિઝ પર હતા. ભારતને જીતવા માટે 66 બોલમાં 86 રનની જરુર હતી. પણ વરસાદને કારણે મેચ રોકવામાં આવી હતી અને મેચ ડ્રોમાં પરિણમી હતી. આ સિરીઝની પ્રથમ મેચ પણ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

    ન્યૂઝીલેન્ડમાં આ પહેલીવાર આવું થયું

    ટીમ ઇન્ડિયાએ આ સિરીઝ જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડમાં પહેલી વખત સતત બીજી ટી-20 શ્રેણી જીતી છે. અગાઉ ટીમ ઈન્ડિયાએ વર્ષ 2020-21ના પ્રવાસમાં પણ ટી-20 શ્રેણી જીતી હતી. આ સીરિઝમાં બંને ટીમો વચ્ચે 5 મેચ રમાઈ હતી અને પાંચેય મેચમાં ટીમ ઈન્ડિયા જીતી હતી.

    આ પણ વાંચોં: સતત 10મી શ્રેણી જીત્યું ભારત, ત્રીજી T-20 માં ટાઈ

    અર્શદીપ-સિરાજ ન્યુઝીલેન્ડને ભારે પડ્યા

    અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ન્યુઝીલેન્ડને ભારે પડ્યા હતા. બંનેએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતે ત્રીજી અને અંતિમ T20માં ન્યુઝીલેન્ડને 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 30 રનની અંદર જ ન્યુઝીલેન્ડની આઠ વિકેટ પડી ગઈ હતી. ન્યુઝીલેન્ડે 16મી ઓવરમાં બે વિકેટે 130 રન કર્યા હતા પણ અર્શદીપ (4/37) અને સિરાજ (4/17)એ ધારદાર બોલિંગ કરતાં ન્યુઝીલેન્ડની ટીમ બે બોલ બાકી હતા, ત્યારે જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
    First published:

    Tags: Cricket News Gujarati, IND vs NZ, India vs new zealand, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन
    विज्ञापन