Home /News /sport /

T20 World Cup 2021: ભારતને હરાવવામાં આ 'ભારતીય' ખેલાડીનો મોટો હાથ! જન્મદિવસે જ કર્યુ મોટું પરાક્રમ

T20 World Cup 2021: ભારતને હરાવવામાં આ 'ભારતીય' ખેલાડીનો મોટો હાથ! જન્મદિવસે જ કર્યુ મોટું પરાક્રમ

ઈશ સોઢીએ ભારતના ભુક્કા બોલાવ્યા, રોહિત અને કોહલીની વિકેટ ઝડપી

T20 world Cup IND VS Nz : ઇશ સોઢીનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો, મેચ બાદ એક વાતચીતમાં કહ્યું કે મારી મમ્મી મને ખીજાવાની છે

  ટી20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)માં ટીમ ઇન્ડિયા(Team India)ને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-12માં ગ્રુપ-2ના બીજા મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત (IND vs NZ)ને 8 વિકેટ સાથે હારનો દરવાજો દેખાડી દીધો. ભારતીય બેટ્સમેનના નિરાશાજનક પ્રદર્શનથી ટીમને હારનો સામનો કરવો પડ્યો. ન્યુઝીલેન્ડે ભારત દ્વારા મળેલા 111 રનના લક્ષ્યને માત્ર 14.3 ઓવરમાં જ મેળવી લીધો. આ મુકાબલામાં ટ્રેન્ટ બોલ્ટ(Trent Boult) અને ઇશ સોઢી (Ish Sodhi)એ ભારતની 7માંથી 5 વિકેટ ઝડપી હતી. બોલ્ટ (Trent Boult)એ 20 રન આપીને 3 વિકેટ ઝડપી, જ્યારે સોઢીએ 17 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવેલ સોઢીએ પોતાના જન્મદિવસે મેચમાં દમદાર પ્રદર્શન કર્યુ અને ટીમને મેચ જીતાડવામાં યોગદાન આપ્યું.

  પંજાબમાં જન્મ્યો છે ઇશ સોઢી  : ઇશ સોઢીનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. જ્યારે તેઓ નાના હતા, ત્યારે જ તેમના માતા-પિતા ઓકલેન્ડ ચાલ્યા ગયા હતા. સોઢીએ પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત સાઉથ ઓકલેન્ડમાં કરી હતી. તેમણે પપાટોએટો હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું, પરંતુ અહીં ક્રિકેટ ખાસ પ્રસિદ્ધ ન હોવાના કારણે તેમને ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવા માટ ઘણી મહેનત કરવી પડી હતી અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઓકલેન્ડની પિચ પણ સ્પિનર માટે કોઇ ખાસ મદદરૂપ સાબિત થતી નથી.

  2013માં ન્યઝીલેન્ડ ટીમમાં મળી જગ્યા

  ક્રિકેટ માટે સોઢીની ઘેલછા એટલી હતી કે તેમણે સ્કૂલ છોડીને દિપક પટેલ અને મેટ હોર્ન સાથે ટ્રેનિંગ લીધી. બાદમાં નોર્થર્ન ડિસ્ટ્રીક્ટ્સમાં ગયા બાદ તેમનો રસ્ત સાફ થયો અને 2012-13ના ઉત્સાહજનક સીઝન બાદ સોઢીને વર્ષ 2013માં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી. તેમણે ત્યારે ટીમની સાથે બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો હતો. ટી20 ઈન્ટરનેશનલ ટીમમાં જગ્યા બનાવી અને 2015માં પોતાનો પહેલો વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો.

  આ પણ વાંચો : IND VS NZ: કોહલીની 'ચિંતાની ચાલ,' ધોનીની 'બાજની નજર' છતાં ભારતનો ધબડકો કેમ? આ પાંચ કારણ છે જવાબદાર

  એક નજર સોઢીના સ્કોર બોર્ડ પર

  ઈશ સોઢી અત્યાર સુધીમાં 17 ટેસ્ટ, 33 વન-ડે અને 59 ટી 20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. તેમણે ટેસ્ટમાં 41, વનડેમાં 43 અને ટી20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કુલ 77 વિકેટ લીધા છે. તેમણે ટેસ્ટમાં 3 હાફ સેન્ચુરી દ્વારા 448 રન પણ બનાવ્યા છે.

  ભારતે 7 વિકેટ ગુમાવી બનાવ્યા 110 રન

  31 ઓક્ટોબરના મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 111 રનનો સરળ લક્ષ્ય રાખ્યો હતો.

  આ પણ વાંચો :  IND vs NZ T20 World Cup: પાકિસ્તાનીઓ નહીં સુધરે! ભારતની હાર થતા વસિમ અકરમ-વકાર યુનિસની શરમજનક હરકત, Video થયો Viral

  ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ 26 અને હાર્દિક પંડ્યાએ 23 રન બનાવ્યા હતા. આ પછી ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિશેલે 49 રનની શાનદાર ઇનિંગ રમી અને વિલિયમસન (33) સાથે 72 રનની ભાગીદારી કરીને જીત સુનિશ્ચિત કરવા તરફ એક પગલું ભર્યું હતું. વિલિયમ્સન 33 રન કરી પરત ફર્યો હતો. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.
  First published:

  Tags: Cricket News in Gujarati, IND vs NZ, T20 world cup

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन