Home /News /sport /IND vs NZ T20 World Cup: પાકિસ્તાનીઓ નહીં સુધરે! ભારતની હાર થતા વસિમ અકરમ-વકાર યુનિસની શરમજનક હરકત, Video થયો Viral

IND vs NZ T20 World Cup: પાકિસ્તાનીઓ નહીં સુધરે! ભારતની હાર થતા વસિમ અકરમ-વકાર યુનિસની શરમજનક હરકત, Video થયો Viral

ભારતની હાર થતા વસિમ અકરમ અને વકાર યુનિસે લાઇવ ટીવી શોમાં ડાન્સ કર્યો

IND vs NZ T20 World Cup: ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર થતાં જ આ બંને ખેલાડીઓએ લાઇવ ટીવી શોમાં એવી હરકત કરી કે જોઈને ગુસ્સો આવશો

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ(IND vs NZ) સામે 8 વિકેટથી હારી જતાં ફેન્સ ભારે નિરાશ થયા છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન (INDvsPAK) સામે મળેલી હાર બાદ આ બીજો ઝટકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમનું આ પર્ફોમન્સ જોતા સેમિફાઇનલમાં જગ્યા બનાવવી ખૂબ મુશ્કેલ બની છે. હવે કોઇ ચમત્કાર જ ભારતીય ટીમ (Indian Team)ને બચાવી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય બેટ્સમેન ઉત્સાહ વગર નજરે આવી રહ્યા હતા અને 20 ઓવરમાં ભારતે માંડમાંડ 110 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ભારતીય ટીમની આ હારથી પાકિસ્તાનમાં ખુશીનો માહોલ હતો.

લાઇવ શોમાં નાચવા લાગ્યા વસીમ અકરમ-વકાર યૂનુસ

ન્યૂઝીલેન્ડ સામે ભારતી હારથી ખેલાડીઓ અને ફેન્સ ખૂબ નિરાશ હતા. પરંતુ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો આ હારની ખુશી મનાવી રહ્યા હતા. આ ઘટનાનો એક વિડીયો (Wasim Akram and Waqar Younis viral dance video) પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ, વકાર યૂનુસ ભારતની હાર પર ખુશી મનાવી રહ્યા હતા અને લાઇવ શો દરમિયાન સ્ટૂડિયોમાં મ્યૂઝિક પર નાચતા નજરે આવી રહ્યા હતા.



તેમની સાથે વહાબ રિયાઝ અને પાકિસ્તાન ટીમના પૂર્વ કોચ મિસ્બાહ-ઉલ-હક (Misbah Ul Haq) પણ હાજર હતા. ખેલાડીઓના આ ડાન્સનો વિડીયો પાકિસ્તાન સ્પોર્ટ્સ ચેનલનો છે. જેમાં જોઇ શકાય છે કે ભારતની હારથી પાકિસ્તાનના ખેલાડીઓ ખૂબ ખુશ છે.

આ પણ વાંચો : IND VS NZ: કોહલીની 'ચિંતાની ચાલ,' ધોનીની 'બાજની નજર' છતાં ભારતનો ધબડકો કેમ? આ પાંચ કારણ છે જવાબદાર

આફ્રીદીએ પણ ટીમ ઇન્ડિયા પર કર્યો કટાક્ષ

ટીમ ઇન્ડિયાની મજાક બનાવતા પાકિસ્તાની ખેલાડી શાહીદ આફ્રીદીએ ટ્વિટ કર્યુ કે, ભારતીય ટીમની પાસે હજુ પણ સેમિફાઇનલમાં પહોંચવાનો ચાન્સ છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા જે રીતે પોતાની બે મેચ રમી છે, ત્યાર બાદ તો સેમીફાઇનલમાં ક્વોલિફાઇ કરે તો તે કોઇ ચમત્કારથી ઓછું નથી.

સેમિફાઇનલમાં પહોંચવાની આશા ન બરાબર

પાકિસ્તાને વનડે અને ટી20 વિશ્વ કપના ઇતિહાસમાં પહેલી વખત ભારતને હરાવ્યું છે. આ પહેલા વનડે અને ટી20 વિશ્વ કપના 12 મેચ બંને ટીમો રમી છે અને દરેક વખતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. પરંતુ આ વખતે પાકિસ્તાને પોતાની ત્રણેય લીગ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા લગભગ નક્કી જ કરી લીધી છે.

આ પણ વાંચો :  ICC T20 World Cup 2021: હજુ પણ સેમિ-ફાઇનલ્સમાં પહોંચી શકે છે ભારતીય ટીમ, જાણો કઇ રીતે

જ્યારે આ બે મેચ હાર્યા બાદ હવે ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું લોઢાના ચણા ચાવવા જેટલું કઠીન છે. ભારતને આગામી 3 મેચ અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડ સામે રમીને મોટા અંતર સાથે આ ત્રણેય મેચ જીતવા પડશે. ત્યાર બાદ મેચના પરીણામ પર પણ આધાર રાખવો પડશે.
First published:

Tags: Bcci T20 World Cup, IND vs NZ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો