Home /News /sport /

T20 World Cup 2021: ગાવસ્કર ટીમ મેનેજમેન્ટ પર આકરા પાણીએ! ભારતની હાર બાદ બોલ્યા કે ટીમને...

T20 World Cup 2021: ગાવસ્કર ટીમ મેનેજમેન્ટ પર આકરા પાણીએ! ભારતની હાર બાદ બોલ્યા કે ટીમને...

ગાવસ્કરે કહ્યું કે ટીમ મેનેજમેન્ટને રોહિત પર ભરોસો નહોતો

IND VS Nz T20 world cup : 'રોહિત શર્માને આ લોકોએ એવું કહી દીધું હતું કે તું ટ્રેન્ટ બોલ્ટનો સામનો કરવા માટે સક્ષમ નથી, આવું બોલો પછી...'

  T20 World Cup 2021: આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં (T20 world cup) રવિવારે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (IND VS NZ) વચ્ચે રમાયેલા મુકાબલામાં કીવીઝએ ભારતીય ટીમને 8 વિકેટથી હરાવી હતી. ટી 20 વર્લ્ડ કપમાં ભારતની આ સળંગ (Team india Loss in T20 World cup) બીજી હાર છે. આ હાર પછી હવે ભારતીય ટીમની સેમી ફાઈનલ પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. જોકે, આ મેચમાં ભારતીય ટીમ દ્વારા કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા હતા. રોહિત શર્માને (Rohit sharma Batting order in IND VS NZ) વન-ડાઉન અને ઈશાન કિશનને ઓપનિંગ આપવામાં આવી હતી. જોકે,  રોહિત શર્માનો બેટિંગ ક્રમ બદલાના નિર્ણયને સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar Slammed team india) સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ગાવસ્કરે કહ્યું કે ટીમને રોહિત પર ભરોસો નહોતો. રોહિતને કહી દેવામાં આવ્યું હતું કે તું ટ્રેન્ટ બોલ્ટનો સામનો નહીં કરે શકે

  ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામે ભારતીય ઓપનરોનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ સાથે જ સૂર્યકુમાર યાદવ પણ આઉટ ઓફ ફોર્મ જોવા મળ્યો હતો. તેને જોતા ઘણા લોકો નંબર 4 તરીકે ઈશાન કિશનને ટીમના પ્લેયિંગ 11માં શામેલ કરવા માટેના અનુમાન લગાવી રહ્યાં હતાં.

  પાકિસ્તાન સામેની મેચના બેટિંગ ઓર્ડર પ્રમાણે રોહિત શર્મા અને કે એલ રાહુલ ઓપનર્સ તરીકે અને સૂર્યકુમાર યાદવના સ્થાને ઈશાન કિશન નંબર 4 પર બેટિંગ કરવા આવે તેવું અનુમાન લોકો લગાવી રહ્યાં હતા. પણ ગઈ કાલની મેચમાં ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આ ફેરફાર એવો હતો જેની કોઈએ આશા પણ નહોતી કરી.

  આ પણ વાંચો : T20 World Cup 2021: ભારતને હરાવવામાં આ 'ભારતીય' ખેલાડીનો મોટો હાથ! જન્મદિવસે જ કર્યુ મોટું પરાક્રમ

  બેટિંગ ક્રમમાં ફેરફાર

  મેચની શરૂઆતમાં ટોસ જીતી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન દ્વારા પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ગણાતા રોહિત શર્માને નંબર 3 પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે ઓપનિંગ કરવા માટે કે એલ રાહુલની સાથે ઈશાન કિશનને મેદાન પર મોકલવામાં આવ્યો હતો. ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નંબર 4 પર મોકલવામાં આવ્યા હતા.

  ફેરફાર માથે પડ્યા

  ટીમના બેટિંગ ઓર્ડરમાં કરવામાં આવેલા ફેરફાર કારગર સાબિત ન થયા અને પ્રથમ 4 બેટ્સમેનોનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું. જેથી તે મોટો સ્કોર પણ ઉભો ન કરી શક્યા. જેને કારણે ટીમને 20 ઓવરના અંતે 7 વિકેટના નુક્શાન પર માત્ર 110 રન જ થયા હતા. કીવિઝ દ્વારા માત્ર 14.3 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લેવાયો અને 8 વિકેટે ભારતની હાર થઈ હતી.

  સુનિલ ગાવસ્કરે ઉધડો લીધો

  ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે મેનેજમેન્ટ દ્વારા કરલામાં આવેલા ટીમ ઓર્ડરના ફેરફારને કડક શબ્દોમાં વખોડ્યો હતો. લિટલ માસ્ટરે કહ્યું કે, મેનેજમેન્ટને રોહિત શર્મા પર વિશ્વાસ નહતો કે તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટનો સામનો કરી શકશે. વધુમાં ગાવસ્કર કહે છે કે, રોહિત શર્માને સીધી જ રીતે મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટ્રેન્ટ બોલ્ટનો સામનો કરવા બાબતે તેમને રોહિત પર ભરોસો નથી.

  આ પણ વાંચો : IND VS NZ: કોહલીની 'ચિંતાની ચાલ,' ધોનીની 'બાજની નજર' છતાં ભારતનો ધબડકો કેમ? આ પાંચ કારણ છે જવાબદાર

  ઈશાન કિશનને ચોથા-પાંચમાં ક્રમે રમાડવો વધુ યોગ્ય

  ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, ઈશાન કિશન હિટ એન્ડ મિસ પ્લેયર છે. તેથી તેને ટીમમાં 4 અથવા 5 નંબર પર રમાડવા વધુ યોગ્ય છે. જેથી તે ટીમની સ્થિતી પ્રમાણે રમી શકે. રોહિત શર્મા વિશે તેમણે કહ્યું કે જ્યારે લાંબા સમયથી એક પોઝિશન પર રમી રહેલા પ્લેયર સાથે આવું થાય પછી તે ખેલાડીને પોતાની કાબેલિયત પર શંકા થાય છે. જો ઈશાન કિશન 70 રનની જબરજસ્ત ઈનિંગ રમ્યા હોત તો તેના વખાણ કરવા યોગ્ય હતા, પણ જ્યારે પરફોર્મન્સ સારું ન હોય તો ચોક્કસથી આલોચના કરવામાં આવશે જ.

  નિષ્ફળ થવાની બીક?

  ગાવસ્કરે કહ્યું કે, મને નથી ખબર કે આ નિષ્ફળ થવાની બીક છે કે કેમ, પણ મને એટલી ખબર છે કે આજે બેટિંગ ઓર્ડરમાં જે પણ ફેરફાર કરવામાં આવ્યાં છે તે નિષ્ફળ નિવડ્યાં છે.

  રોહિત શર્મા જેવા સારો અને મહાન બેટ્સમેનને નંબર 3 પર મોકલવામાં આવ્યો હતો. નંબર 3ની પોઝિશન પર આટલા સારા રન ફટકારનાર ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ નંબર 4 પર રમવા આવે છે અને આ તમામ ફેરફાર કરી ઈશાન કિશન જેવા યુવા ખેલાડી પર બેટિંગની શરૂઆત કરવાની જવાબદારી આપવામાં આવી હતી.
  First published:

  Tags: IND vs NZ, Sunil gavaskar, T20 world cup

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन