IND vs NZ: 18 વર્ષથી ICC ટુર્નામેન્ટમાં ભારત કીવીને હરાવી શક્યું નથી, જાણો શા માટે છે આ કરો યા મરોનો જંગ

IND vs NZ: 18 વર્ષથી ICC ટુર્નામેન્ટમાં ભારત કીવીને હરાવી શક્યું નથી, આ વર્ષે સેમિફાઈનલમાં રહેવા માટે જીતવી પડશે મેચ

ind vs Nz T20 World Cup : ભારત ન્યુઝીલેન્ડને T20 ICC ઈવેન્ટમાં પણ હરાવી શક્યું નથી. વર્ષ 2007માં ભારત 10 રનથી હારી ગયું હતું. વર્ષ 2016 માં ન્યુઝીલેન્ડે 47 રનથી મેચ જીતી લીધી હતી

  • Share this:
    આવતીકાલે રવિવારે દુબઈના વિલિયમસનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. ICC T20 WCમાં ભારતે સેમિફાઈનલ સુધી પહોચવા માટે આ મેચ જીતવી પડશે. એક રીતે આ ક્વાર્ટરફાઈનલ સમાન છે. આઇસીસી ટુર્નામેંટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતને વધુ વખત હારનો સામનો કરવો પડ્યો છે. અટલ બિહારી વાજપેયી ભારતના પ્રધાનમંત્રી હતા, તે સમયે ભારતે વર્લ્ડકપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. નવી દિલ્હીમાં તે સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ.32 હતી અને T20 ઈન્ટરનેશનલ મેચ રમાવાને બે વર્ષની વાર હતી. આવી સ્થિતિમાં આવતીકાલની મેચ ખૂબ મહત્વની બની જાય છે.

    18 વર્ષ પહેલા વર્ષ 2003માં સેંચુરિયન ખાતે ODI વર્લ્ડ કપની મેચમાં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. 16 વર્ષ બાદ ભારતીય ટીમે જીત મેળવી હતી. તે પહેલા ભારતે વર્ષ 1987 ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ત્યાર બાદ વર્ષ 1992 ના વર્લ્ડ કપમાં અને વર્ષ 1999 ના વર્લ્ડ કપમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

    ICC ટુર્નામેન્ટમાં રેકોર્ડ

    T20 વર્લ્ડ કપમાં પણ ભારતનું તેવું જ પ્રદર્શન રહ્યું છે. ભારત ન્યુઝીલેન્ડને T20 ICC ઈવેન્ટમાં પણ હરાવી શક્યું નથી. વર્ષ 2007માં ભારત 10 રનથી હારી ગયું હતું. વર્ષ 2016 માં ન્યુઝીલેન્ડે 47 રનથી મેચ જીતી લીધી હતી. ભારતે વર્લ્ડકપમાં કીવી ટીમ સામે 10 મેચ રમી છે અને તેમાંથી માત્ર 3 મેચમાં જીત મેળવી છે. હવે આવતીકાલની મેચ પર વિશ્વની નજર છે. કાલની મેચ બંને ટિમ માટે કરો યા મરો સમાન બની શકે છે.

    આ પણ વાંચો : AFG vs PAK: પાકિસ્તાનના બેટ્સમેને 15 વર્ષ જુના ધોનીની અપાવી દીધી યાદ, જુઓ તસવીર

    India vs New Zealand

    વર્લ્ડ કપની સરખામણીએ T20 ફોર્મેટની મેચમાં ભારતનું ન્યુઝીલેન્ડ પરફોર્મન્સ સારું રહ્યું છે. ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલ 16 T-20 મેચમાંથી ન્યુઝીલેન્ડે 8 મેચમાં જીત મેળવી છે. 6 મેચમાં ભારતે જીત મેળવી છે અને બે મેચ ટાઈ રહી છે. ભારતે છેલ્લે બિલાટેરેલ T20 સીરિઝમાં ન્યુઝીલેન્ડને 5-0 થી હરાવ્યું હતું.

    કઈ રીતે થઈ શકે કરો યા મારો?

    ભારત જીતે તો: ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત જીતી જાય અને બાકીની નબળી ટીમ એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ ભારત જીતી જાય તો 8 પોઇન્ટ મળશે. જ્યારે ન્યુઝીલેન્ડ નવી ટીમો સામે જીતે તો તેને 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમિ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન હશે.

    આ ગણતરી પાકિસ્તાન, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અન્ય નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે જીતી જાય તેના અંદાજ મુજબની છે. જો દમદાર ટીમોમાંથી એક પણ હારી જશે તો સ્થિતિ બદલાય જશે.

    ન્યૂઝીલેન્ડ જીતે તો: ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી જાય અને બાકીની નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ જીતી જાય તો તેના 8 પોઇન્ટ થશે. બીજી તરફ ભારત નબળી ટીમ સામે જીતે તો 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જશે.

    આ પણ વાંચો : T20 World Cup IND VS NZ : આ મેચ શા માટે છે કરો યા મરોનો જંગ? હારશે એનું પિક્ચર પુરું!

    અહીં ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના T20 ફોર્મેટમાં કંઇ પણ થઇ શકે છે. નબળી ટીમ પણ દમદાર ટીમને હરાવી શકે છે. જેથી અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
    First published: