Home /News /sport /

IND VS NZ: કોહલીની 'ચિંતાની ચાલ,' ધોનીની 'બાજની નજર' છતાં ભારતનો ધબડકો કેમ? આ પાંચ કારણ છે જવાબદાર

IND VS NZ: કોહલીની 'ચિંતાની ચાલ,' ધોનીની 'બાજની નજર' છતાં ભારતનો ધબડકો કેમ? આ પાંચ કારણ છે જવાબદાર

ટી20 વર્લ્ડ કપમાં વિરાટ સેનાનો મેન્ટર બનશે મહેન્દ્ર સિંહ ધોની (ફાઇલ તસવીર)

India vs New Zealand, T20 World Cup 2021: ટી-20 વર્લ્ડકપમાં ભારત લગભગ ફેંકાઈ ગયું છે. બીસીસીઆઈએ ભારતની ટીમની મદદ માટે ધોનીને ખાસ મોકલ્યો હતો છતાં ટીમ કઈ ઉકાળી ન શકી! આ પાંચ કારણો મુખ્યત્વે હાર પાછળ છે જવાબદાર

  ટી20 વર્લ્ડકપના સુપર-12માંથી ભારતની (T20 World cup)  પ્રથમ બે મેચમાં ઉપરાછાપરી (Team india loss matches in t20WC) હાર થતાની સાથે જ હવે ટી-20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જવાની સંભાવનાઓ વધી ગઈ છે. લગભગ ભારતનું સેમિફાઇનલનું સ્વપ્ન રોળાઈ ગયું છે. ભારતની આ કારમી હાર પાછળ એક નહીં અનેક કારણો જવાબદાર છે. પ્રશ્ન એ છે કે બીસીસીઆઈએ (BCCI) ભારતની ટીમની મદદ માટે ધોનીને (MS Dhoni) ખાસ મોકલ્યો હતો છતાં ટીમ કઈ ઉકાળી ન શકી! કોહલીની (Virat Kohli) ચિતાની ચાલ અને ધોનીની બાજની નજર છતાં ટીમનો ધબડકો બોલી ગયો એના કારણો પણ સામે (Rasons of team india loss in match) આવી રહ્યા છે.

  1. વિરાટ કોહલી સતત બીજો ટોસ હાર્યો : આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સતત બીજી ટોસ હારી ગયો. અગાઉ પણ તે પાકિસ્તાન સામે ટોસ જીતી શક્યો નહોતો. જાન્યુઆરી 2019 થી અત્યાર સુધી કોહલી એવો કેપ્ટન છે જેણે સૌથી વધુ ટોસ હાર્યો છે. આ વર્લ્ડ કપમાં દુબઈના મેદાન પર લક્ષ્યનો પીછો કરતી ટીમ સતત જીત મેળવી રહી છે. બીજા દાવમાં પણ ઝાકળ મહત્વની ભૂમિકા ભજવે છે જે તેને બેટિંગ કરવાનું સરળ બનાવે છે. ભારતને સળંગ બીજી મેચમાં ફાયદો મળ્યો ન હતો.

  2. ઈશાન કિશન પર સટ્ટો વ્યર્થ ગયોઃ

  ભારતે આ મેચમાં ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઈશાન કિશનને તક આપી હતી અને ટીમ મેનેજમેન્ટે તેને રોહિત શર્માની જગ્યાએ ઓપનિંગ માટે મોકલ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે ઇનિંગની ત્રીજી ઓવરના 5માં બોલ પર 4 રનના અંગત સ્કોર પર કિશનને પેવેલિયન ભેગો કરી નાખ્યો હતો. IPLમાં જોરદાર બેટિંગ કરનાર આ ખેલાડી આઠ બોલનો સામનો કર્યા બાદ માત્ર એક ચોગ્ગો જ ફટકારી શક્યો હતો.

  આ પણ વાંચો : IND vs NZ T20 World Cup: બુમરાહે કહ્યું-છ મહિનાથી ઘરે નથી ગયા, ખેલાડી માનસિક રીતે થાકી જાય

  3. રોહિત-કોહલીએ ફેંકી પોતાની વિકેટઃ

  રોહિત શર્મા આ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. રોહિત પહેલા જ બોલ પર આઉટ થયો હતો પરંતુ એડમ મિલ્નએ ફાઇન લેગ પર તેનો કેચ છોડ્યો હતો. આ પછી રોહિતે મિલ્નેને એક ફોર અને એક સિક્સર ફટકારીને મોટી ઇનિંગ રમવાનો સંકેત આપ્યો હતો. પરંતુ ઈશ સોઢીના શોર્ટ પીચ બોલ પર માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ થયો હતો. ત્યારબાદ પાકિસ્તાન સામે શાનદાર અડધી સદી ફટકારનાર વિરાટ કોહલી ત્રણ વિકેટ પડતાં દબાણમાં આવી ગયો હતો. કોહલીએ ઈશ સોઢીની બોલ પર મિડવિકેટ પર સિક્સ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ્ટના હાથે કેચ થયો હતો. રોહિત અને વિરાટ વચ્ચેના એક બેટ્સમેનને 20 ઓવર સુધી ટકી રહેવાની જરૂર હતી પરંતુ બંને પોતાની જવાબદારી સમજી શક્યા નહીં.

  4. 71 બોલધી એક પણ ફોર-સિક્સર મળી ન હતી , 54 બોલ ડોટ ગયા :

  ભારતીય બેટ્સમેનો 120 બોલમાં 54 બોલમાં કોઈ રન બનાવી શક્યા ન હતા. આ સિવાય ભારતીય ખેલાડીઓ માત્ર 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યા હતા. મેચ દરમિયાન એક સમય એવો હતો જ્યારે ભારતીય બેટ્સમેનો 71 બોલ સુધી બાઉન્ડ્રી પણ ફટકારી શક્યા ન હતા. છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ બાદ ભારતીય બેટ્સમેનોએ 17મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બધા જાણે છે કે T20 ક્રિકેટમાં જે ટીમ વધુ ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે તે જ જીતે છે.

  આ પણ વાંચો :  ICC T20 World Cup 2021: હજુ પણ સેમિ-ફાઇનલ્સમાં પહોંચી શકે છે ભારતીય ટીમ, જાણો કઇ રીતે

  5 . બોલ્ટના નેતૃત્વમાં કિવી બોલરોની ખતરનાક બોલિંગઃ

  ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે મેચ પહેલા કહ્યું હતું કે તે શાહીન આફ્રિદીની જેમ બોલિંગ કરીને ભારતને દબાણમાં લાવી દેશે અને તેણે આવું કરીને બતાવ્યું પણ. બોલ્ટે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરને આઉટ કર્યા હતા. આ સાથે જ ઈશ સોઢીએ સતત બીજી મેચમાં સારી બોલિંગ કરી હતી. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યા હતા. મિશેલ સેન્ટનરને ભલે વિકેટ ન મળી હોય પરંતુ તે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને ભારતીય ટીમ પર ભારે દબાણ બનાવી રહ્યો હતો. સેન્ટનર અને સોઢી સામે ભારતીય ખેલાડીઓ એક પણ બાઉન્ડ્રી ફટકારી શક્યા ન હતા.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, IND vs NZ, T20 WorldCup

  આગામી સમાચાર