T20 World Cup IND VS NZ : આ મેચ શા માટે છે કરો યા મરોનો જંગ? હારશે એનું પિક્ચર પુરું!

આ મેચ હારનાર ટીમનું સપનું વર્લ્ડકપમાં તૂટી શકે છે. ભાત અને ન્યૂઝીલેન્ડ જીતવા માટે તલપાપાડ

IND VS NZ T20 World Cup Match : પાકિસ્તાન સામે હારી જતા ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ વધી, સામે ભારત પાકિસ્તાનની હાર બાદ જીતવા માટે તલપાપડ

 • Share this:
  UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં (lCC T20 World Cup)માં પાકિસ્તાન સામે શરમજનક હાર બાદ હવે ભારત માટે વર્લ્ડકપમાં બીજા પણ પડકાર ઉભા થઇ શકે છે. પાકિસ્તાન સામેના પરાજયના કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જવાની દહેશત વધી ગઈ છે. બીજી તરફ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે પરાજય આપ્યા બાદ ન્યૂઝીલેન્ડની હાલત પણ ખરાબ છે. આવી સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આગામી મેચ કરો યા મરોનો જંગ સાબિત થઈ શકે છે.

  ઉલ્લેખનીય છે કે, આઇસીસી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ગ્રુપ 2ની સૌથી મજબૂત ટીમ સાબિત થઈ છે. આ ગ્રુપમાં કુલ છ ટીમ છે. જેમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાનો સમાવેશ થાય છે.

  પાકિસ્તાને મંગળવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમની આ સતત બીજી જીત છે અને ટીમ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. પાકે અગાઉ ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવી હતી. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 31 ઓક્ટોબરે મેચ રમાવાની છે. ટીમ ઇન્ડિયાએ 2007માં એકમાત્ર વખત ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું.

  બીજી તરફ ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી આ ખિતાબ જીતી શકી નથી. પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી રમેલી બંને મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડે 2007ની મેચમાં 10 રનથી જીત મેળવી હતી. જ્યારે નાગપુર ખાતે 2016માં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 47 રનથી હરાવ્યું હતું.

  બંને ટીમની બેટિંગમાં ધબડકો

  અત્યાર સુધી મેચની વાત કરીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડ બંનેના બેટ્સમેનોએ નબળો દેખાવ કર્યો છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ટૂંક સમયમાં પેવેલિયન પરત ફર્યા હતા. જોકે સુકાની વિરાટ કોહલી અને રિષભ પંતે ટીમની જવાબદારી સંભાળી હતી. ટીમ ઇન્ડિયા પાસે છઠ્ઠો બોલર પણ નથી અને હાર્દિક પંડ્યા બોલિંગ માટે ફિટ નથી. બીજી તરફ ન્યૂઝીલેન્ડનો કોઈ બેટ્સમેન પાકિસ્તાન સામે 30 રનનો આંકડો સ્પર્શી શક્યો નથી. જોકે ટીમે શાનદાર ફિલ્ડિંગ કરીને મેચમાં જોરદાર ટક્કર આપી હતી.

  આ પણ વાંચો :  ind vs pak : ઈરફાન પઠાણના પિતાનો Video, જ્યારે પાકિસ્તાનમાં ભારત જીત્યું ત્યારે આખું વડોદરા રસ્તા પર હતું

  મેચની દિશા નક્કી કરશે ટોસ

  દુબઈમાં નાઇટ મેચમાં ઝાકળની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. આવા કિસ્સામાં મેચમાં ટોસ મહત્વપૂર્ણ રહેશે. દરેક ટીમ પહેલા બોલિંગ કરવા માંગે છે. પાકિસ્તાને આ જ મેદાન પર બીજો દાવ લઈ ભારતને હરાવ્યું હતું. જોકે, જો કોઈ ટીમ પહેલા બેટિંગ કરે અને 180થી વધુ રન બનાવે તો મેચ રોમાંચક બની રહે તેવી ધારણા છે. IPL 2021ની ફાઈનલ પણ આ જ મેદાન પર રમાઈ હતી. ચેન્નાઈએ પહેલા દાવ લઈ 190થી વધુ રન ફટકાર્યા હતા અને જીત મેળવી હતી.

  પોઇન્ટ ટેબલ

  પાકિસ્તાનની ક્રિકેટ ટીમે પ્રથમ બંને મેચમાં હાયર રેન્ક ધરાવતી ટીમોને પરાસ્ત કરી છે. પાકિસ્તાનની ટીમને અત્યારે +0.738 NRR મળેલા છે. તેની પાસે 4 પોઇન્ટ્સ છે. હવેની ત્રણેય મેચ નીચી રેન્કિંગના દેશ સાથે છે. જેથી તે ગ્રુપની પાંચેય મેચ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ હજી ભારત અને ન્યૂઝીલેન્ડે જીત એકપણ જીત મેળવી નથી.

  કઈ રીતે થઈ શકે કરો યા મારો?

  ભારત જીતે તો: ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત જીતી જાય અને બાકીની નબળી ટીમ એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ ભારત જીતી જાય તો 8 પોઇન્ટ મળશે. જ્યારે ન્યુઝીલેન્ડ નવી ટીમો સામે જીતે તો તેને 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમિ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન હશે.

  આ ગણતરી પાકિસ્તાન, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અન્ય નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે જીતી જાય તેના અંદાજ મુજબની છે. જો દમદાર ટીમોમાંથી એક પણ હારી જશે તો સ્થિતિ બદલાય જશે.

  આ પણ વાંચો :  Ind vs Pak: વકાર યુનિસે ઝેર ઓક્યું! પહેલાં કહ્યુ- હિંદુઓ વચ્ચે રિઝવાને નમાઝ પઢી એ બહું ગમ્યું, ટીકા થતા માફી માગી

  ન્યૂઝીલેન્ડ જીતે તો: ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી જાય અને બાકીની નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ જીતી જાય તો તેના 8 પોઇન્ટ થશે. બીજી તરફ ભારત નબળી ટીમ સામે જીતે તો 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જશે.

  અહીં ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના T20 ફોર્મેટમાં કંઇ પણ થઇ શકે છે. નબળી ટીમ પણ દમદાર ટીમને હરાવી શકે છે. જેથી અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
  First published: