ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ સતત બીજી હાર સહન કરવી પડી છે. આ પહેલાં પાકિસ્તાન અને રવિવારે ન્યૂઝીલેન્ડે ભારત (IND vs NZ T20 World Cup 2021)ને હરાવ્યું હતું. આ હાર બાદ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થાકેલા જોવા મળતા હતા. મેચમાં હાર બાદ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કઈક આવી જ વાત કરી હકતી. તેમણે કહ્યું કે ઘણી વાર તમને આરામની જરૂર હોય છે. હવે તો શરીર થાકી ગયું છે આરામની જરૂર છે.
ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ આના પહેલાં આઈપીએલમાં હતા અને તે પહેલાં પણ ક્રિકેટ રમી રહ્યા હતા. આમ આઈપીએલના ઝડપી ફોર્મેટનો થાક અને માનસિક તણાવ લઈને ટીમ મેદાનમાં ઉતરી હતી ત્યારે ખેલાડીઓના પ્રદર્શનમાં આ થાક જોવા મળ્યો છે.
બાયો-બબલમાં ખેલાડી માનસિક રીતે થાકી જાય છે : બુમરાહ
જસપ્રિત બુમરાહે જણાવ્યું કે બાયો બબલમાં ખેલાડી માનસિક રીતે થાકી જાય છે. અમે સતત છ મહિનાથી ક્રિકેટ જ રમી રહ્યા છીએ. આ સ્થિતિમાં ખેલાડીને માનસિક તણાવનો ભોગ બનવું પડે છે. અમે છ મહિનાથી ઘરે નથી ગયા ક્યાંક ને ક્યાંક આ વાતો તમારા મગજ રપર અસર કરે છે. બીસીસીઆઈએ દરેક શક્ય પ્રયાસ કર્યા પરંતુ જ્યારે તમે પરિવારથી અલગ બાયો બબલમાં લાંબો સમય પસાર કરો ત્યારે આ બાબતો તમારા દિમાગમાં ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. સતત બબલમાં રહેવાંથી ખેલાડીઓ માનસિક રીતે પણ થાકી જાય છે.
ભારતની ટીમ ગત વર્ષે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ સતત ક્રિકેટ રમી રહી છે. જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ 15 દિવસમાં જ ભારતે ઈન્ગલેન્ડ સામે ટુર્નામેન્ટ રમી હતી ત્યારબાદ ફેબ્રુઆરી માર્ચમાં ટેસ્ટ-વન ડે, ટી-20 સીરિઝ રમાઈ હતી. ત્યારબાદ આઈપીએલ શરૂ થઈ અને ફર્સ્ટ હાફ રમાડવામાં આવી હતી. મે મહિનામાં કોરોનાના કેસ વધતા આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી.
એ વખતે ખેલાડીઓને એક મહિનાનો બ્રેક મળ્યો હતો. જોકે, ત્યારબાદ ત્રણ મહિનાના લાંબા પ્રવાસ માટે ભારતીય ટીમ ઈન્ગલેન્ડના પ્રવાસે ગઈ હતી. ત્યારબાદ આઈપીએલનો સેકન્ડ હાફ શરૂ થઈ ગયો હતો અને હવે વર્લ્ડકપ આમ ખેલાડીઓ પર થાક સ્વાભાવિક પણ જોવા મળે છે.
બુમરાહે એવું પણ કહ્યુ કે થાકની અસર જરૂર પડે છે પરંતુ તેનું બહાનું બનાવી શકાય નહીં. અમે વર્તમાન કન્ડીશન અને શિડ્યુલ સાથે તાલમેલ બેસાડવાની કોશિષ કરી રહ્યા છીએ. જ્યારે પણ મેદાનમાં ઉતરીએ ત્યારે કેટલીક વાતો પર તમારો કંટ્રોલ હોતો નથી. તમારા માટે કેટલાક દિવસો સારા હોય છે અન કેટલાક દિવસો ખરાબ હોય છે. એક ક્રિકેટરના જીવનમાં આ તમામ બાબતો એક હિસ્સો હોય છે. એટલે તમારી ભૂલનું આંકલન કરીને એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર