IND VS NZ: ભારત સામેની ટી-20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, કેપ્ટન વિલિયમસનની બાદબાકી

ન્યૂઝીલેન્ડની ટીમમાં નહીં રમે વિલિયમસન, ટી-20 સિરીઝમાં લીધો આરામ

AUS VS NZ T20 Series: કેન વિલિયમસનના સ્થાને કેપ્ટન તરીકે નવા ખેલાડીની પસંદગી, જાણો કોણ રમશે ભારત સામેની શ્રેણીમાં

  • Share this:
    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપ બાદ ટી-20 શ્રેણી અને ટેસ્ટ (IND VS NZ T20 Series) શ્રેણી રમાવા જઈ રહી છે. 17મી નવેમ્બરે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી-20 મેચ રમાવાની છે જેના માટે ટીમની જાહેરા કરવામાં આવી છે. ભારતની ટીમમાં નવા કેપ્ટન તરીકે રોહિત શર્મા તેમજ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડે ચાર્જ સંભાળી લીધો છે ત્યારે ટી-20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમને આરામ( (Kane Williamson) આપવામાં આવ્યો છે. વિલિયમસનના સ્થાને ટીમ સાઉથી (Tim Southee) કેપ્ટનશીપ કરશે. આવતીકાલે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પણ જાહેર થઈ ગઈ છે.

    ન્યૂઝીલેન્ડની 14 ખેલાડીઓની ટીમ : રોહિત સેના સામે 14 ખેલાડીઓની ન્યૂઝીલેન્ડની ટીમમાં ડેરિલ મિચેલ, માર્ટિન ગુપ્ટીલ, ગ્લેન ફિલિપ્સ બેટ્સમેન તરીકે રમશે જ્યારે ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ફાસ્ટ બોલિંગ કરશે. બોલર તરીકે ઈશ સોઢી, મિચેલ સેન્ટેનર અને સ્પિન બૉલર તરીકે રમશે.

    વિલિયમસન ટેસ્ટ ટીમ સાથે જયપુર પહોંચ્યો

    દુબઈમાં ટી-20 વર્લ્ડકપની હાર બાદ કેપ્ટન કેન વિલિયમસન ટેસ્ટ ટીમના ખેલાડીઓ સાથે જયપુર આવી પહોંચ્યો છે જ્યાં પહેલી ટેસ્ટ રમાવાની છે. ટેસ્ટના કેટલાક એક્સપર્ટ ખેલાડીઓ પહેલાંથી જ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે. બુધવારે પ્રથમ ટી20 મેચ રમાશે. શુક્રવારે બીજી અને રવિવારે ત્રીજી ટી-20 મેચ રમાવાની છે. વિલિયમસન ટેસ્ટ ટીમ સાથે ટ્રેનિંગ કરશે.

    આ પણ વાંચો : Hardik Pandya: હાર્દિક પંડ્યાની ઘડિયાળ 5 કરોડની નથી, ક્રિકેટરે સમગ્ર મામલે ખુલાસો કર્યો

    ભારતની ટીમ

    રોહિત શર્મા કેપ્ટન, કે.એલ. રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યા કુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કિપર) ઈશાન કિશન (વિકેટ કિપરઃ વેંકટેશ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, આર. અશ્વીન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, હર્ષ પટેલ, મોહમ્મદ શિરાજ

    કોહલીને આરામ, જાડેજા-પંડ્યા, શાર્દુલની બાદબાકી

    હાલની ટીમમાંથી કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઇન્જરીનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શામીની પણ બાદબાકી કરવામાં આવી છે. જ્યારે વરૂણ ચક્રવર્તનીને પણ સ્થાન મળ્યું નથી તેના બદલે યૂઝવેન્દ્ર ચહલની ફરી એન્ટ્રી થઈ છે.

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી

    પ્રથમ ટી-20 મેચ – 17 નવેમ્બર, જયપુર
    બીજી ટી-20 મેચ – 19 નવેમ્બર, રાંચી
    ત્રીજી ટી-20 મેચ – 21 નવેમ્બર, કોલકાતા
    પ્રથમ ટેસ્ટ – 25-29 નવેમ્બર, કાનપુર
    બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર, મુંબઈ
    Published by:Jay Mishra
    First published: