IND vs NZ T20: બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત, 2-0થી સિરીઝ જીતી

ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 154 રનનો લક્ષ્યાંક આપ્યો

IND vs NZ T20:ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટી-20, ભારત આજે મેચ જીતની સિરીઝ અંકે કરી, રાહુલ-રોહિતની જોડીની શુભ શરૂઆત

  • Share this:
    IND vs NZ T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં બીજી ટી-20 મેચ રમાઈ (IND vs NZ T20 Live Update) છે. આ મેચાં ભારતે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્ર આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા અને ભારતને 154 રનનો લક્ષ્યાંક આપ્યો (Newzealand target) હતો. સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે તો કેટલાક સિનિયર ખેલાડીઓની બાદબાકી કરવામાં આવી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા. ભારતે આ સ્કોર 7 વિકેટના નુકસાને હાંસલ કરી અને 2-0થી સિરીઝ જીતી લીધી છે. આ સાથે જ રાહુલ રોહિતે જીતના શ્રીગણેશ કર્યા છે.

    ન્યૂઝીલેન્ડ વતી સૌથી વધુ ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) 34 રન બનાવ્યા હતા. તેમે 21 બોલમાં 1 ચોક્કો અને 3 છક્કો મારી અને આ રન કર્યા હતા. જ્યારે માર્ટિન ગપ્ટિલ અને ડેરિલ મિચેલે 31-31 રન બનાવ્યા હતા. ભારતીય બૉલર્સના સારા પ્રદર્શનના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 170 પ્લસ સ્કોર કરતા અટકાવી શકી હતી.

    રોહિત શર્મા કે.એલ. રાહુલની સ્ફોટક બેટિંગ

    આ મેચમાં 153 રનનો પીછો કરતા ભારતના ઓપનર રોહિત શર્મા અને કે.એલ. રાહુલે 84 બોલમાં 117 રનની ભાગીદારી નોંધાવી હતી.  કે.એલ. રાહુલે 49 બોલમાં 4 ચોગ્ગાય અને 2 છગ્ગાની મદદથી 65 રનની તોફાની બેટિંગ રમી હતી જ્યારે રોહિત શર્માએ 36 બોલમાં 5 છગ્ગા અને 1 ચોક્કાની મદદથી 55 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી.જ્યારે વેંકટેશ ઐયર 11 બોલમાં 2 ચોગ્ગાની મદદથી નોટાઆઉટ રહ્યો હતો જ્યારે રિષભ પંત છ બોલમાં 2 છગ્ગાની મદદથી 12 રને નોટઆઉટ રહ્યો હતો.

    હર્ષલ પટેલે ડેબ્યૂમાં બે વિકેટ લીધી 

    આજે ટીમ ઈન્ડિયામાં રાહુલ દ્રવિડે હર્ષલ પટેલને ડેબ્યૂ કરવાનો ચાન્સ આપ્યો હતો. અજિત અગરકરે કેપ આપી અને હર્ષલ પટેલને ડેબ્યૂ કરાવ્યું હતું. હર્ષલ પટેલે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટે લીધી હતી જ્યારે અક્ષર પટેલે 26 રન આપી અને અને અશ્વિન 19 રન આપી 1 વિકેટ લીધી હતી જ્યારે દીપક ચહરે 42 રન આપી 1 વિકેટે લીધી હતી.

    આ પણ વાંચો :  Hasin Jhan: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરની પત્નીએ પીળી સાડી પહેરી બેકપોઝ આપ્યો, લોકોએ આપ્યું આવું રિએક્શન

    હેડ ટુ હેડ રેકોર્ડ

    ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારસુધી કુલ 18 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેચમાંથી ન્યૂઝીલેન્ડની 9 મેચમાં જીત થઈ છે, જ્યારે ભારત 7 મેચમાં જીતી છે. આ ઉપરાંત બે મેચ ટાઇ પણ થઈ છે. આમ ન્યૂઝીલેન્ડનું પલડું ભારત સામે ભારે છે. ભારતમાં યોજાયેલી કુલ 6 ટી-20 મેચમાંથી ભારતે 3 અને ન્યૂઝીલેન્ડે 3 મેચ જીતી છે. આમ ન્યૂઝીલેન્ડ આંકડામાં આગળ છે.

    પીચ રિપોર્ટ

    ઝાંસીનું જીએસસીએ સ્ટેડિયમ બેટ્સમેન માટે સારી પીચ માનવામાં આવે છે. આ પીચ પર એવરેજ સ્કોર 152 છે ત્યારે બેટ અને બોલ વચ્ચે મુકાબલો જોવા મળે તેવી વકી છે. સાંજના સમયે ઝાંસીમાં ઝાકળનું પ્રમાણ હોય છે તેના કારણે ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ કરી શકે છે. આ મેદાન પર આજે ત્રીજી ટી-20 મેચ રમાવા માટે જઈ રહી છે.

    ભારતની  પ્લેઇંગ 11

    આજની પ્લેઇંગ 11માં રોહિત શર્મા (કેપ્ટન) કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, સૂર્યા કુમાર યાદવ, રિષભ પંચ, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, હર્ષલ પટેલ આર અશ્વિન, ભુવેનેશ્વર કુમાર, દિપક ચહર

      આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11

    ન્યૂઝીલેનન્ડ વતી ટીમ સાઉથી (કેપ્ટન) માર્ટિન ગપ્ટીલ, ડેરેલ મિચેલ, માર્ક શેમ્પેઇન, ટીમ શેફ્રેટ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશમ, મિચેલ સેન્ટેનર, લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ
    Published by:Jay Mishra
    First published: