Ind vs nz: હર્ષલ પટેલ ક્રિકેટ માટે પરિવાર સાથે અમેરિકા ન ગયો, ડેબ્યૂ મેચમાં જ લીધી બે વિકેટ

harshal patel : ટીમ ઈન્ડિયાાં ડેબ્યૂ કરનાર હર્ષલ પટેલે પહેલી મેચમાં બે વિકેટ લીઘી

Harshal Patel: વિરાટ કોહલી (Virat Kohli) આરસીબીનો (RBC) ગેમ ચેન્જર હર્ષલ રોહિત (Rohit shamra) માટે બન્યો ટ્રમ્પ કાર્ડ, જાણો ગુજરાતી બોલરની સમગ્ર કહાણી

  • Share this:
    IND vs NZ T20:  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં બીજી ટી-20 મેચ રમાઈ (IND vs NZ T20 Live Update) છે. આ મેચાં ભારતે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્ર આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા અને ભારતને 154 રનનો લક્ષ્યાંક આપ્યો (Newzealand target) હતો. આ મેચમાં ગુજરાતી મૂળના ખેલાડી હર્ષલ પટેલને કેપ આપીને ડેબ્યૂ કરાવવામાં આવ્યું હતું (Harshal Patel Debut) હર્ષલે ડેબ્યૂ મેચમાં જ બે વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટે લીધી

    ઈસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ હર્ષલ પટેલનો પરિવાર અમેરિકામાં રહે છે પરંતુ પોતાના કોચ તારક ત્રિવેદીના કહેવા પર તે અમેરિકા ન ગયો. વર્ષ 2008-09માં રમાયેલી વિનૂ માંકડ ટ્રોફઈીમાં હર્ષલ ગુજરાત વતી રમતા 23 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તે વર્ષ 2010માં અન્ડર19 વર્લ્ડકપ રમવા માટે ગયો હતો.

      આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    ગુજરાતની ટીમમાં જગ્યા ન મળી હરિયાણાનો કેપ્ટન બન્યો

    હર્ષલની કહાણીમાં ઈએસપીએન ક્રીકઇન્ફો ઉમેરે છે કે તેને ગુજરાતની ટીમમાં રમવા માટે જગ્યા મળી નહોતી. તેથી તે રણજી ટ્રોફી રમવા માટે વર્ષ 2011-12માં હરિયાણા ગયો હતો. આ ટ્રોફીમાં તેણે 28 વિકેટ ધઝડપી હતી અને તેના કારણે આઈપીએલમાં તેનું ડેબ્યૂ થયો હતો.



    આઈપીએલમાં પર્પલ કેપ જીતી હતી

    હર્ષલ પટેલનો રેકોર્ડ જોવા જઈએ તો તેણે આઈપીએલમાં પર્પલ કેપ મેળવી હતી. વર્ષ 2021ની સિઝનમાં તેણે રોયલ ચેલેન્જર બેંગ્લોર વતી રમતા સૌથી વધુ 32 વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપનો હકદાર બન્યો હતો. આજે તેણે ડેબ્યૂ મેચના નવમાં બોલે જ પ્રથમ આંતરાષ્ટ્રીય વિકેટ મેળવી હતી.

    આ પણ વાંચો :  Hasin Jhan: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરની પત્નીએ પીળી સાડી પહેરી બેકપોઝ આપ્યો, લોકોએ આપ્યું આવું રિએક્શન

    મોટી ઉંમરે ડેબ્યૂ કરનારો છઠ્ઠો ખેલાડી

    સાણંદમાં જન્મેલા હર્ષલ પટેલની ઉંમર 30 વર્ષ 361 દિવસ છે. હર્ષલ પટેલ ટીમ ઈન્ડિયામાં ટી-20 મેચમાં મોટી ઉંમરે ડેબ્યૂ કરનારો છઠ્ઠો મોટો ખેલાડી છે.  હર્ષલના નામે મુંબઈ ઈન્ડિયન્સ સામે 27 રન આપી અને 5 વિકેટ લેવાનો રેરોર્ડ છે જે આઈપીએલમાં 8 વર્ષ બાદ સિઝન 2021માં નોંધાયેલો એક અનોખો રેકોર્ડ છે.
    Published by:Jay Mishra
    First published: