ટીમ ઈન્ડિયામાં એક નવા યુગની શરૂઆત (Team India) થઈ ગઈ છે. ટી-20માં નવા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ મેદાને (Rahul Dravid) આવી ગયા છે. ક્રિકેટના આ બંને દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટ માટે નવો અધ્યાય લખવા માટે કમર કસી દીધી છે. જોકે, મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે રોહિત શર્મા સાથેની મુલાકાત યાદ કરી હતી અને રોહતિના ભરપેટ વખાણ કર્યા હતા. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની પહેલી મુલાકાત કેવી રીતે થઈ હતી તે પણ દ્રવિડે જણાવ્યું હતું
દ્રવિડના સમયમાં જ ડેબ્યૂ કર્યુ હતું : ઉલ્લેખનીય છે કે રોહિત શર્માનું વનડે ડેબ્યૂ વર્ષ 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં જ થયું હતું. જોકે, ડેબ્યૂ મેચમાં રોહિતને બેટિંગ કરવાનો ચાન્સ નહોતો મળ્યો. રોહિતની પહેલી મેચ વર્ષ 2007માં આયર્લેન્ડ સામેની મેચમાં રોહિતે ડેબ્યૂ કર્યુ.
દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથેની પહેલી મુલાકાત યાદ કરતા વખાણ કર્યા હતા. રોહિત એક ખેલાડી તરીકે અને એક લીડર તરીકે સારી વિકસ્યો છે. તેની મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ હોય કે ભારતના બેટ્સમેન તરીકેની ઈનિંગ રોહિત એક ખેલાડી તરીકે ખૂબ વિકાસ કર્યો છે.
પહેલીવાર દ્રવિડ સાથે વાત કરતાં પહેલાં નર્વસ હતો રોહિત
રોહિત શર્માએ રાહુલ દ્રવિડ સાથેની પહેલી મેચનો અનુભવ યાદ કરતા જણાવ્યું હતું કે હું ખૂબ જ નર્વસ હતો. હું તો મારી ઉંમરના લોકો સાથે પણ ખાસ વાતચીત કરી શકતો નહોતો.એટલે આટલા સિનિયર સાથે વાત કેમ કરવી તે મને સમજાતું નહોતું. જ્યારે આયર્લેન્ડ સામેની મેચ વખતે દ્રવિડે કહ્યું હતું કે હું મેચ રમવાનો છું તો એ મારા માટે સ્વપ્ન સમાન હતું.
અહેવાલો એવા પણ સામે આવી રહ્યા છે કે રોહિત શર્માને આગામી સમયમાં વિરાટ કોહલીના ઓપ્શન તરીકે વન-ડે કેપ્ટનશીપ આપવામાં આવે. ટી-20 વર્લ્ડકપ બાદ અનેક ખેલાડીઓ વિરાટ કોહલીને કેપ્ટનશપી છોડવાની સલાહ આપી ચુક્યા છે. આ સલાહ આપનારામાં શાહિદ આફ્રિદી જેવા જૂના ખેલાડીઓ પણ શામેલ છે. કોહલીએ ટી-20 કેપ્ટનશીપ છોડી છે અને હવે તે ફક્ત વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા માંગે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર