Ind vs NZ: રિષભ પંતે ટેપ લગાડેલી જર્સી શું કામ પહેરી હતી? બહાર આવ્યું 'દુબઈ કનેક્શન'

Rishabh pantની જર્સી પર મારવામાં આવેલી સેલોટેપનુ રહસ્ય દુબઈ સાથે જોડાયેલું નીકળ્યું છે.

Ind vs NZ: રિષભ પંતની જર્સીમાં એવું તો શું હતું કે તેને ઢાંકીને ક્રિકેટ રમવાની જરૂર પડી? આ સવાલનો જવાબ આમ સામાન્ય પરંતુ ખેલાડી માટે પેચીદો

  • Share this:
    ગઈકાલે રાંચીમાં રમાયેલી ભારત ન્યૂઝીલેન્ડની બીજી મેચમાં (India vs New Zealand) ટીમ ઈન્ડિયાના આક્રમમ બેટ્સમેન અને વિકેટકીપરની જર્સી (Rishabh Pant Jersey) એ પ્રેક્ષકોને ગોટાળે ચઢાવી દીધા હતા. પંત ચોરસ સેલોટેપ મારેલી જર્સી પહેરીને રમવા ઉતર્યો હતો. આ જોઈને ટેલિવિઝન દર્શકો ગોટાળે ચઢ્યા હતા કે એવી તે કઈ બાબત છે જેને છૂપાવી નાખવાની જરૂર પડી? જોકે, આ પ્રશ્નનો જવાબ આમ સાવ સામાન્ય હતો પરંતુ કેટલાક કોપી રાઇટના નિયમો અને રેવ્યુના પ્રશ્નોના કારણે ક્રિકેટર માટે આ જર્સી પહેરવી હોય તે એ જગ્યા પર સેલોટેપ મારવી આવશ્યક હતી.

    ડાબી છાતી પર પંતે મારેલી સેલોટેપનો કોયડો ઉકેલાઈ ગયો છે. રિષભ પંતની જર્સી ફાટી પણ નહોતી કે ગઈ કે ન તો તે કોઈ વિશેષ પ્રયોજનથી સેલોટેપ લગાડીને આવ્યો હતો. પંતની જર્સીમાં જે જગ્યાએ સેલોટેપ મારવામાં આવી ત્યાં હકિતતમાં ટી-20 વર્લ્ડકપ 2021નો લોગો હતો. આ કારણોસર તેણે ત્યાં સેલોટેપ મારવી પડી હતી.

    કારણ શું છે?

    આ સેલોટેપ મારવાનું કારણ એવું છે કે આઈસીસીના નિયમ મુજબ જ્યારે બે દેશો વચ્ચે ટુર્નામેન્ટ યોજાતી હોય ત્યારે તે આયોજન બે દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચેનું હોય છે. તેની આવક ખર્ચથી માંડીને તમામ હિસાબ-કિતાબ બે દેશ વચ્ચે હોય છે. આ સ્થિતિમાં ભારત હોય કે સામેનો દેશ તે પોતાના ડ્રેસ પર આઈસીસીનો લોગો ન વાપરી શકે. પંતે વર્લ્ડકપ 2021ની જર્સી પહેરી હતી જેના પર આઈસીસીનો લોગો હતો એટલે તેણે સેલોટેપ મારવી પડી

    આ પણ વાંચો :  cricket: વામિકા-ઝીવા-અનાઝીયા, અગતસ્ય, જાણો ભારતના ક્રિકેટરોના બાળકોનાં નામોનો અર્થ શું થાય

    શું ટીમ માટે નવી જર્સી નહીં બની હોય?

    હકિકતમાં પંતે જે જર્સી પહેરી છે તે નવા યુનિફોર્મની વિન્ટર જર્સી છે. ઠંડી રોકવા માટે ક્રિકેટો જે સ્વેટર પ્રકારની જર્સી પહેરે તેવી છે. ટીમ દુબઈ ગઈ ત્યારે ભારતમાં શિયાળો નહોતો બેઠો. વધુમાં ટીમ દુબઈથી સીધી પરત ફરી ત્યારબાદ નવો યુનિફોર્મ બન્યો તેમાં આ જર્સી ન બની હોય તેવી આશંકાઓ છે. જોકે, જે કારણ હોય તે પણ ચાહકો માટે આ પ્રશ્ન ચર્ચાનો વિષય હતો જેનુંં સમાધાન હવે થઈ ગયું છે.

      આ પણ વાંચો : Rahul Dravid: ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ આ રીતે દઈ બેઠા વિજેતાને પોતાનું દિલ, જાણો તેમની પ્રેમ કહાની

    હર્ષલ પટેલ ડેબ્યૂમાં મેન ઓફ ધી મેચ,  બે વિકેટ લીધી 

    ગઈકાલે ટીમ ઈન્ડિયામાં રાહુલ દ્રવિડે હર્ષલ પટેલને ડેબ્યૂ કરવાનો ચાન્સ આપ્યો હતો. અજિત અગરકરે કેપ આપી અને હર્ષલ પટેલને ડેબ્યૂ કરાવ્યું હતું. હર્ષલ પટેલે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટે લીધી હતી જ્યારે અક્ષર પટેલે 26 રન આપી અને અને અશ્વિન 19 રન આપી 1 વિકેટ લીધી હતી જ્યારે દીપક ચહરે 42 રન આપી 1 વિકેટે લીધી હતી. હર્ષલ પટેલ ડેબ્યૂ મેચમાં બે વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
    Published by:Jay Mishra
    First published: