IND vs NZ: ન્યૂઝીલેન્ડની સામેની પહેલી T20 મેચમાં ભારતની જીત, છેલ્લી ઓવરમાં થઈ રસાકસી

પહેલી જ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ધારદાર ઈનિંગ રમી હતી.

Ind vs nz t20: ભારતીય ક્રિકેટના નવા યુગની પહેલી ટી-20 મેચ, આજથી રોહિત-રાહુલ યુગની શરૂઆતનો શુભારંભ, રોહિત શર્મા-સુર્ય કુમાર યાદવની મહત્ત્વપૂર્ણ ભાગીદારી

  • Share this:
    ન્યૂઝીલેન્ડ સામેની આ પ્રથમ ટી-20 મેચ (IND vs NZ T20)માં ભારત જીત તરફ મક્કમતાથી આગળ વધી રહ્યુ છે, ન્યૂઝીલેન્ડે ભારતને આ મેચમાં 165 રનનો લક્ષ્યાંક આપ્યો (Paytm T20l Ind vs NZ live score) છે. ભારતે ટોસ જીતને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારત સામે પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે   5 વિકેટના નુકસાને આ રન કરી લીધા હતા. ભારત તરફથી કેપ્ટન રોહત શર્મા અને સુર્ય કુમાર યાદવ (Rohit Sharma Surya Kumar Yadav)એ મહ્તવપૂર્ણ ભાગીદારી નિભાવી હતી.

    ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્તિટલે 70 અને માર્ક ચેમ્પેને 63 રન બનાવી અને 109 રનની ભાગીદારી રમી હતી. ભારત વતી ભુવેનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રન આપી એક વિકેટ લીધી હતી જ્યારે દિપક ચહરે 42 રન આપી 1 વિકેટ લીધી હતી જ્યારે અશ્વિને 23 રન આપી 2 વિકેટ મેળવી હતી.

    છેલ્લી ઓવરમાં રસાકસી

    ભારત ન્યૂઝીલેન્ડની મેચમાં એક સમયે સંપૂર્ણપણે ભારતના કાબૂમાં આવી ગયેલી મેચ રસાકસી સુધી પહોંચી હતી. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 10 રનની જરૂરિયા હતી. મિચેલની ઓવરનો પહેલો બોલ વાઇડ જતા ભારતને 9 રનની જરૂર હતી. ત્યારબાદ પ્રથમ બોલે જ વેંકટેશ ઐયરે ફોર મારતા 5 બોલમાં પાંચ રનની જરૂરિયાત હતી. જોકે, બીજા બોલે વેંકટેશ રિવર્સ સ્વિપ મારવા જતા આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અક્ષર પટેલ ક્રિઝ પર ઉતર્યો હતો. ત્યારબાદ ચાર બોલમાં ચાર રનની જરૂરિયા હતી. એવામાં મિચેલે વધુ એક રન વાઇડ નાખતા 4 રનની જરૂરિયાત રહી હતી. એ પછીના બોલે અક્ષરે સિંગલ રન લીધો હતો. 3 બોલમાં 3 રનની જરૂર હતી ત્યારે પંતે ફોર મારતા ભારતનો વિજય થયો હતો.

    ભારતની જીતના હીરો

    ભારત તરફથી સુર્યા કુમાર યાદવે 40 બોલમા 62 રનનની તોફાની બેટિંગ રમી હતી. જેમાં સુર્યાએ 3 છગ્ગા અને 6 ચોક્કા માર્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં 48 રન માર્યા હતા અને તે બે રન માટે ફિફ્ટી ચુક્યો હતો. રોહિતે 3 છગ્ગા અને 5 ચોક્કા માર્યા હતા. બોલિંગમાં ભારત તરફથી સૌથી વધુ આર. અશ્વિને બે વિકેટ લીધી હતી.

    રાહુલ રોહિત યુગની શરૂઆત

    આજથી ભારતીય ક્રિકેટમાં અને ખાસ કરીને ટી-20 ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. લોકપ્રિય ખેલાડી રાહુલ દ્રવિડ ટીમના નવા કોચ તરીકે જોડાયા બાદ પહેલી મેચ છે. આજની મેચથી ટી-20માં નવા કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rahul Dravid Rohit Sharma) પણ મેદાને ઉતર્યા છે ત્યારે પહેલી જ મેચમાં નવા ખેલાડીને પણ ડેબ્યૂ કરાવી દેવામાં આવ્યું છે.

    જયપુરમાં પહેલી ટી-20 મેચ 

    ઉલ્લેખનીય છે કે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં અગાઉ આઈપીએલની મેચ રમાઈ ચુકી છે પરંતુ ટી-20 ક્રિકેટની એકપણ મેચ રમાઈ નથી. આ પહેલી ઈન્ટરનેશનલ ટી-20 મેચ જયપુરમાં રમાઈ છે જેને લઈને પ્રેક્ષકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખીચોખીચ સ્ટેડિયમમાં પહેલીવાર ટુર્નામેન્ટ યોજાઈ હતી.

    ભારતની ટીમ

    આ મેચમાં ભારતે રોહિત શર્મા (કેપ્ટન) કે.એલ. રાહુલ, સુર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, મોહમ્મદ સિરાજને રમાડ્યા હતા.

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    ન્યૂઝીલેન્ડની ટીમ

    ન્યૂઝીલેન્ડમાં ટીમ સાઉથી કેપ્ટન, માર્ટિન ગુપ્ટીલ, ડેરેલ મિચેલ, માર્કે ચેમ્પેન, ગ્લેન ફિલિપ્સ, ટીમ સિરેટ, રાચિન રવિન્દ્ર, મિચેલ સેન્ટેનર, ટોડ એસલે, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટને રમાડ્યા હતા.

    આ પણ વાંચો : T20 world Cup 2026- World cup 2031 સહિત 3 મોટી ટુર્નામેન્ટ થશે ભારતમાં, ચેક કરો ICCનું નવું કેલેન્ડર

    ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી

    પ્રથમ ટી-20 મેચ – 17 નવેમ્બર, જયપુર
    બીજી ટી-20 મેચ – 19 નવેમ્બર, રાંચી
    ત્રીજી ટી-20 મેચ – 21 નવેમ્બર, કોલકાતા
    પ્રથમ ટેસ્ટ – 25-29 નવેમ્બર, કાનપુર
    બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર, મુંબઈ
    Published by:Jay Mishra
    First published: