IND vs NZ T20: આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી-20 મેચ, જાણો લાઇવ પ્રસારણ ક્યાં જોશો? શું છે બંને ટીમનો રેકોર્ડ

IND vs NZ: રેકોર્ડ મુજબ ભારત કરતાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે

Ind vs nz t20: ભારતીય ક્રિકેટના નવા યુગની પહેલી ટી-20 મેચ, આજથી રોહિત-રાહુલ યુગની શરૂઆત

  • Share this:
    IND vs NZ T20: આજથી ભારતીય ક્રિકેટમાં અને ખાસ કરીને ટી-20 ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. લોકપ્રિય ખેલાડી રાહુલ દ્રવિડ ટીમના નવા કોચ તરીકે જોડાયા બાદ પહેલી મેચ છે. આજની મેચથી ટી-20માં નવા કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rahul Dravid Rohit Sharma) પણ મેદાને ઉતરશે. આમ રાહુલ-રોહિત યુગની પહેલી મેચ આજે રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની આ પ્રથમ ટી-20 મેચ (IND vs NZ T20) સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે. પહેલી મેચ જયપુરમાં રમાવાની છે.  આ સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે તો કેટલાક સિનિયર ખેલાડીઓની બાદબાકી કરવામાં આવી છે. આમ ક્રિકેટના નવા યુગની દર્શકોને આતુરતાથી રાહ છે.

    આ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે? : ભારત ન્યૂઝીલેન્ડ મેચનું લાઇવ પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર અલગ અળગ ચેનલમાં જોવા મળશે. આ પ્રસારણ હિંદી અને અંગ્રેજીમાં જોવા મળશે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં પણ મેચ જોવા મળશે.

    ઓનલાઇન અને લાઇવ સ્ટ્રીમિંગ ?

    આ મેચનું લાઇવ સ્ટ્રીમીંગ Disney+Hotstar પર જોઈ શકાય છે. આ ઉપરાંત સાંજે ટીવી

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    હેડ ટુ હેડ રેકોર્ડ

    ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારસુધી કુલ 17 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેચમાંથી ન્યૂઝીલેન્ડની 9 મેચમાં જીત થઈ છે, જ્યારે ભારત 6 મેચમાં જીતી છે. આ ઉપરાંત બે મેચ ટાઇ પણ થઈ છે. આમ ન્યૂઝીલેન્ડનું પલડું ભારત સામે ભારે છે. ભારતમાં યોજાયેલી કુલ 5 ટી-20 મેચમાંથી ભારતે 2 અને ન્યૂઝીલેન્ડે 3 મેચ જીતી છે. આમ ન્યૂઝીલેન્ડ આંકડામાં આગળ છે.

    પીચ રિપોર્ટ

    જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અત્યારસુધી એકવાર પણ ટી-20 મેચ રમાઈ નથી. આ મેદાન પર આઈપીએલની મેચ રમાઈ છે. આઈપીએલના સ્કોર જોવામાં આવે તો પ્રથમ બોલિંગ કરનારી ટીમને જયપુરમાં ફાયદો મળી શકે છે.

    આ પણ વાંચો : T20 world Cup 2026- World cup 2031 સહિત 3 મોટી ટુર્નામેન્ટ થશે ભારતમાં, ચેક કરો ICCનું નવું કેલેન્ડર

    ભારતની સંભવિત પ્લેઇંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઈશાન કિશન, સુર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, દીપક ચહર, ભુવેનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ

    ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ 11

    માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિશેલ, ટીમ સીફર્ટ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટેનર, જેમ્સ નીશમ, ટીમ સાઉથી (કેપ્ટન) લૉકી ફર્ગ્યૂસન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ
    Published by:Jay Mishra
    First published: