IND vs NZ T20: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ T20 મેચ, આ ખેલાડીઓને મળી શકે છે ટીમમાં સ્થાન

ind vs nz આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ ટી-20 મેચ, કોલકત્તામાં રમાશે અંતિમ ટી-20 મેચ

Ind vs Nz T20 : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટી-20નું લાઇવ પ્રસારણ ક્યા જોશો? શું છે કોલકત્તાનો પીચ રિપોર્ટ, ભારત આજે જીતે તો શું રેકોર્ડ થાય

  • Share this:
    IND vs NZ T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે કોલકત્તામાં અંતિમ ટી-20 મેચ રમાશે. આ મેચ જીતીન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે ક્લિન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. બીજી મેચમાં ભારતની ભવ્ય જીત સાથે ભારતે 2-0થી શ્રેણી જીતી લીધી છે. (India Won Series 2-0) દરમિયાન આજે કોલકત્તામાં રમાનારી ત્રીજી ટી-20 મેચમાં (Kolkata ind vs nz)માં ભારત વ્હાઇટ વોશ કરવાનો પ્રયાસ કરશે. દરમિયાન પ્રથમ મેચમાં નવા લેવામાં આવેલા ખેલાડીઓ પૈકી હર્ષલ પટેલ (Harshal Patel) અને વેંકટેશન ઐયર (Venkatesh Iyer)ને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આજે બાકી ખેલાડી અવેશ ખાન (Avesh Khan)ને ડેબ્યૂ કરાવી શકાશે. આ ઉપરાંત ટીમમાં પસંદ થયેલા પરંતુ પ્રથમ બે મેચ ન રમેલા ખેલાડીઓને પણ રમાડવામાં આવી શકે છે.

    આ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે? : ભારત ન્યૂઝીલેન્ડ મેચનું લાઇવ પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર અલગ અળગ ચેનલમાં જોવા મળશે. આ પ્રસારણ હિંદી અને અંગ્રેજીમાં જોવા મળશે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં પણ મેચ જોવા મળશે.

    ઓનલાઇન અને લાઇવ સ્ટ્રીમિંગ ?

    આ મેચનું લાઇવ સ્ટ્રીમીંગ Disney+Hotstar પર જોઈ શકાય છે. આ ઉપરાંત સાંજે ટીવી પર 7.00 કલાકથી લાઇવ પ્રસારણ નિહાળી શકાશે.

    હેડ ટુ હેડ રેકોર્ડ

    ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારસુધી કુલ 19 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેચમાંથી ન્યૂઝીલેન્ડની 9 મેચમાં જીત થઈ છે, જ્યારે ભારત 9 મેચમાં જીતી છે. આ ઉપરાંત બે મેચ ટાઇ પણ થઈ છે. આમ ન્યૂઝીલેન્ડનું પલડું ભારત સામે ભારે છે. ભારતમાં યોજાયેલી કુલ 7 ટી-20 મેચમાંથી ભારતે 4 અને ન્યૂઝીલેન્ડે 3 મેચ જીતી છે. આમ ન્યૂઝીલેન્ડથી ભારત આ સિરીઝમાં આગળ વધી રહ્યું છે.

    આ પણ વાંચો : સુપર મોડેલ રહી ચુકી છે ક્રિકેટર David Warnerની પત્ની, પહેલાં દીકરી જન્મ પછી કર્યા હતા લગ્ન

    પીચ રિપોર્ટ

    ઈડન ગાર્ડન દેશી સૌથી ફાસ્ટ પીચ પૈકીની એક છે.આ પીચ પર ફાસ્ટ બોલર્સ માટે ખૂબ એડવાન્ટેજ રહેશે. જોકે, બોલ બેટ પર આ પીચમાં સારી રીતે આવી શકે છે અને તેના કારણે મોટો સ્કોર જોવા મળી શકે છે. ટોસ જીતનાર મેચ જીતી શકે છએ.

    ભારતની સંભવિત પ્લેઇંગ 11

    આજની સંભવિત પ્લેઇંગ 11માં રોહિત શર્મા (કેપ્ટન) ) કે.એલ. રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, રિષભ પંત, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવેનેશ્વર કુમાર, અવેશ ખાન

    આ પણ વાંચો : PAKvsBAN: શાહિન આફ્રિદીની શરમજનક હરકતનો Video, સિક્સ મારનાર બેટ્સમેન પર છુટ્ટો બોલ માર્યો

    ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ 11

    ન્યૂઝીલેનન્ડ વતી ટીમ સાઉથી (કેપ્ટન) માર્ટિન ગપ્ટીલ, ડેરેલ મિચેલ, માર્ક શેમ્પેઇન, ટીમ શેફ્રેટ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશમ, મિચેલ સેન્ટેનર, લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ
    Published by:Jay Mishra
    First published: