IND vs NZ T20: અંતિમ ટી-20માં ભારતે ટોસ જીતી બેટિંગ લીધી, 185 રનનો ટાર્ગેટ આપ્યો

ત્રીજી ટી-20માં ન્યૂુઝીલેન્ડ સામે ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

Ind vs Nz T20 : ટીમમાં છેલ્લી ટી-20માં અવેશ ખાનનું ડેબ્યૂ ન થઈ શક્યું, ચહર અને ઈશાન કિશાનને જગ્યા મળી

  • Share this:
    IND vs NZ T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે કોલકત્તામાં અંતિમ ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્યણ કર્યો છે. (India won The Toss choose Bat First in Kolkata) બીજી મેચમાં ભારતની ભવ્ય જીત સાથે ભારતે 2-0થી શ્રેણી જીતી લીધી છે. (India Won Series 2-0) દરમિયાન આજે કોલકત્તામાં રમાનારી ત્રીજી ટી-20 મેચમાં (Kolkata ind vs nz)માં ભારત વ્હાઇટ વોશ કરવાનો પ્રયાસ કરશે. મિયાન પ્રથમ મેચમાં નવા લેવામાં આવેલા ખેલાડીઓ પૈકી હર્ષલ પટેલ (Harshal Patel) અને વેંકટેશન ઐયર (Venkatesh Iyer)ને સ્થાન આપી દેવામાં આવ્યું હતું પરંતુ અવેશન ખાનનું ડેબ્યૂ (Avesh Khan)ડેબ્યૂ થયું નથી. જોકે, ટીમમાં આજે કે.એલ. રાહુલ અને આર. અશ્વિનને આરામ આપવામા આવ્યો છે. ભારતને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના અંતે 184 રન કર્યા છે અને ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને કહ્યું કે પીચ ભીની છે અને અમે બેટિંગ યુનિટ તરીકે આજે પડકાર લેવા માંગીએ છીએ. પહેલી બે મેચમાં અમે રન ચેઝ કર્યા છે આજે ટાર્ગેટ આપી અને ટાર્ગેટ ડિફેન્ડ કરવા માંગીએ છીએ. આજે. કેએલ અને અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે અને તેના બદલ ઈશાન કિશન (Ishan Kishan) અને યૂઝવેન્દ્ર ચહલ (Yuzvendra chahal)ને સ્થાન આપવામાં આવ્યું છે.

    જીતને આડે ભેજ

    ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે જણાવ્યું કે છેલ્લી બે મેચમાં ખૂબ જ ભેજ હોવાના કારણે મુશ્કેલ હતું છતાં અમે છેક સુધી રમય્ા હતા. અમે જીતની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને વચ્ચે મજબૂત સ્થિતિમાં આવતા હતા છતાં છેલ્લે જીતી ન શક્યા. આજે આ મેચમાં જીતની આશા રાખીએ છીએ.

    ભારતની ટીમ

    રોહિત શર્મા (કેપ્ટન) ઈશાન કિશન, વેંકટેશ ઐયર, સુર્યા કુમાર યાદવ, રિષભ પંત, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ

    આ પણ વાંચો : ઈન્ગલેન્ડના ક્રિકેટરે સેમ બિલિંગ્સે ટેનિસ ખેલાડી સાથે માલદીવમાં સગાઈ કરી, શેર કરી રોમેન્ટિક તસવીરો

    ન્યૂઝીલેન્ડની ટીમ

    ન્યૂઝીલેનન્ડ વતી ટીમ માર્ટિન ગપ્ટીલ, ડેરેલ મિચેલ, માર્ક શેમ્પેઇન, ટીમ શેફ્રેટ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશમ, મિચેલ સેન્ટેનર, લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ

      આ પણ વાંચો : PAKvsBAN: શાહિન આફ્રિદીની શરમજનક હરકતનો Video, સિક્સ મારનાર બેટ્સમેન પર છુટ્ટો બોલ માર્યો

    પીચ રિપોર્ટ

    ઈડન ગાર્ડન દેશી સૌથી ફાસ્ટ પીચ પૈકીની એક છે.આ પીચ પર ફાસ્ટ બોલર્સ માટે ખૂબ એડવાન્ટેજ રહેશે. જોકે, બોલ બેટ પર આ પીચમાં સારી રીતે આવી શકે છે અને તેના કારણે મોટો સ્કોર જોવા મળી શકે છે. ટોસ જીતનાર મેચ જીતી શકે છે
    Published by:Jay Mishra
    First published: