ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે (IND vs NZ Second test Mumbai) ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. વરસાદના કારણે પીચ અને મેદાન ભીનું હોવાથી મેચ મોડી શરૂ થઈ હતી. દરમિયાન ભારતની પ્રથમ બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન તરીકે વિરાટ કોહલી નંબર-4 પર ઉતર્યો હતો. વિરાટ કોહલી ચોથા બોલે જ આઉટ થયો હતો (Virat Kohli Wicket in Today Match) જોકે, વિરાટ કોહલી ચાર બોલ રમીને જ આઉટ થઈ ગયો હતો. કોહલીને અમ્પાયરે આઉટ આપતા કેપ્ટને ડીઆરએસ લીધો હતો (virat Kohli Wicket DRS ind VS NZ). જોકે, વિરાટ કોહલીને ખોટો આઉટ આપ્યો હોય એવું લાગે છે.
મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને શુભમન ગીલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 80 રન ઉમેર્યા હતા. જોકે, ત્યારબાદ સ્પીનર એઝાઝ પટેલ (Azaz Patel)એ કમાલ દેખાડ્યો હતો. એઝાઝ પટેલે 3 વિકેટ ઉપાડી લીધી હતી. તેણે 28મી ઓવરમાં શુભમનગીલને આઉટ કર્યો. ગીલે 44 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ આગલી જ ઓવરમાં વિરાટ કોહલીને તેણે ચેતેશ્વર પૂજારાને આઉટ કરી દીધો હતો. ત્યારબાદ વિરાટ કોહલીને આઉટ કર્યો હતો.
વિરાટનો ડીઆરએસ
વિરાટ કોહલીએ મેદાનમાં અમ્પાયરે આઉટ આપતા ડીઆરએસ લીધો હતો. DRS રિવ્યૂમાં જાણવા મળ્યું કે બૉલ તેના બેટ અને પેડ પર અથડાયો હતો. જોકે, અમ્પાયરથી આ ભૂલ થઈ હ8તી. પરંતુ વાયરલ વીડિયોમાં આ વાત સામે આવી છે.
લાંબા સમય સુધી અમ્પાયર આ રિવ્યૂમાં લાંબા સમય સુધી થર્ડ અમ્પાયરે વીડિયો જોયો અને ત્યારબાદ ગ્રાઉન્ડ અમ્પાયરના રિવ્યૂ સાથે આઉટ આપ્યો હતો. આ સ્થિતિમાં વિરાટ કોહલીને ખોટો અપાયા બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ફેને વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલીને ખોટો આઉટ અપાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લોકો અમ્પાયરના નિર્ણય પર નારાજગી પણ દર્શાવી રહ્યા છે.
વાનખેડેમાં ભારતનો રેકોર્ડ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 25 ટેસ્ટ રમાઈ છે. આ 25 પૈકીની 11 ટેસ્ટ ભારત જીત્યું છે અને 7 ટેસ્ટ ભારત હાર્યુ છે. બાકીની ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. આમ વાખેડેમાં ભારતનો ટ્રેક રેકોર્ડ સારો છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન પણ ઈજાગ્રસ્ત
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પણ ડાબા ખભાની ઈજાના કારણે બીજી ટેસ્ટ નહીં રમે. વિલિયમસનના કારણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે ટોમ લાથમ ટીમનું નેતૃત્તવ કરશે. જ્યારે ભારત વતી વિરાટ કોહલી વાપસી કરશે