Home /News /sport /

IND vs NZ: ન્યૂઝીલેન્ડના આ 'ભારતીય' બોલરે સર્જ્યો ઈતિહાસ, ભારતની 10 વિકેટ ખેરવી, કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

IND vs NZ: ન્યૂઝીલેન્ડના આ 'ભારતીય' બોલરે સર્જ્યો ઈતિહાસ, ભારતની 10 વિકેટ ખેરવી, કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

IND vs NZ Second Test Ajaz Patel Picks 10 wickets Haul : એજાઝ પટેલે એક જ ઈનિંગમાં 10 વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડના ભારતીય બોલેર જન્મભુમિમાં બનાવ્યો રેકોર્ડ

Ajaz Patel 10 Wickets Haul: મુંબઈમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં (IND vs NZ Second Test)માં એક જ ઈનિંગમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ

    IND vs NZ Second Test Ajaz Patel Picks 10 wickets: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની તમામ વિકેટો એક જ ખેલાડીએ ઝડપી પાડી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતની તમામ 10 વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડના આ બોલેરે ઈતિહાસ સર્જ્યો છે. આ ખેલાડી છે મુંબઈમાં જન્મેલો એજાઝ પટેલ. એજાઝ પટેલ ટેસ્ટમાં એક ઈનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો છે. એજાઝ પટેલે જન્મભૂમિ મુંબઈમાં 10 વિકેટ ઝડપી પાડી હતી.

    એજાઝ પટેલનો તરખાટ

    એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, ઋદ્ઘીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ અને મોહમ્મદ સિરાજ, મયંક અગ્રવાલની વિકેટ લીધી હતી.

    અનિલ કુંબલેએ કર્યો હતો રેકોર્ડ

    અગાઉ અનિલ કુંબલેએ ભારતીય સ્પિનર તરીકે એક જ ઈનિંગમાં 10 વિકેટ ઝડપવાનો રેકોર્ડ કર્યો હતો. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 26.3 ઓવરમાં 74 રન આપી અને 10 વિકેટ ઝડપી હતી. આ પરાક્રમ કરનાર કુંબલે પ્રથમ બોલર બન્યા હતા. એજાઝ પટેલ આ વિક્રમ સર્જનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે.

    આ પણ વાંચો : BCCI AGM Match: જય શાહે અઝહરૂદ્દીન સહિત ત્રણની વિકેટ ખેરવી, બે હાર્ટ સર્જરી થઈ હોવા છતાં ગાંગુલીએ મેચ રમી

    એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો

    એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો. એજાઝ છ વર્ષનો હતો ત્યાં સુધી તેના માતાપિતા મુંબઈમાં રહેતા હતા બાદમાં પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. એજાઝ વર્ષ 1996થી ન્યૂઝીલેન્ડમાં જ રહે છે. એજાઝનું એક ઘર જોગેશ્વરીમાં છે. તેઓ ભારતમાં વેકેશન કરવા માટે પણ આવે છે.

    એજાઝ પટેલનું ટેસ્ટ કરિયર

    એજાઝ પટેલની આ 10મી ટેસ્ટ છે. એજાઝે અત્યારસુધીમાં એક પણ ઈનિંગમાં 5 વિકેટથી વધુ વિકેટ નહોતી લીધી. 59 રન આપી અને 5 વિકેટે એજાઝનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. 68 ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ એજાઝ સૌથી વધુ 6 વિકેટ લઈ શક્યો હતો. પરંતુ આજે વાનખેડે સ્ટેડિયમમાં અને જન્મભૂમિ મુંબઈમાં ભારતની 10 વિકેટ એજાઝે ઝડપી હતી.

    આ પણ વાંચો : Cricket: કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં આ 7 બેટ્સમેને મારી હતી ડબલ સદી, જાણો ક્યા દેશના છે ખેલાડીઓ

    વિશ્વનો ત્રીજો બોલર બન્યો 

    અગાઉ જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી ત્યારે એ મેચની ત્રીજી ઈનિંગ હતી. પીચને સ્પિનર પરથી મદદ મળતી હતી. ત્યારબાદ અનિલ કુંબલેએ ચોથી ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી પરંતુ ન્યૂઝીલેન્ડના એજાઝે પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ પાડી અને ઈતિહાસ રચ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ajaz Patel, IND vs NZ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन