IND vs NZ T20: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ, આ ખેલાડીઓને મળી શકે છે ટીમમાં સ્થાન

આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં બીજી ટી-20 મેચ

IND vs NZ T20: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટી-20નું લાઇવ પ્રસારણ ક્યા જોશો? શું છે રાંચીનો પીચ રિપોર્ટ, રોહિત-રાહુલની શું રહેશે રણનીતિ

  • Share this:
    IND vs NZ T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં બીજી ટી-20 મેચ રમાશે. આ મેચ જીતીન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે. પ્રથમ મેચમાં રસાકસી ભરી જીત બાદ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને 2-0થી શ્રેણી અંકે કરી લેવા મેદાને ઉતરશે. પ્રથમ ટી-20 મેચ (IND vs NZ T20) સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે. પહેલી મેચ જયપુરમાં રમાવાની છે. આ સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે તો કેટલાક સિનિયર ખેલાડીઓની બાદબાકી કરવામાં આવી છે. આમ ક્રિકેટના નવા યુગની બીજી મેચમાં ભારતના પ્રદર્શન પર સૌની નજર છે. જાણો આજની મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યા નિહાળશો (ind vs nz live streaming), રાંચીનો પીચ રિપોર્ટ શું છે (IND vs NZ Ranchi Pitch Report) અને બંને દેશોની સંભવિત પ્લેઇંગ 11માં કોણ કોણ રમી શકે છે (ind vs nz Playing XI)

    આ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે? : ભારત ન્યૂઝીલેન્ડ મેચનું લાઇવ પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર અલગ અળગ ચેનલમાં જોવા મળશે. આ પ્રસારણ હિંદી અને અંગ્રેજીમાં જોવા મળશે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં પણ મેચ જોવા મળશે.

    ઓનલાઇન અને લાઇવ સ્ટ્રીમિંગ ?

    આ મેચનું લાઇવ સ્ટ્રીમીંગ Disney+Hotstar પર જોઈ શકાય છે. આ ઉપરાંત સાંજે ટીવી

    હેડ ટુ હેડ રેકોર્ડ

    ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારસુધી કુલ 18 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેચમાંથી ન્યૂઝીલેન્ડની 9 મેચમાં જીત થઈ છે, જ્યારે ભારત 7 મેચમાં જીતી છે. આ ઉપરાંત બે મેચ ટાઇ પણ થઈ છે. આમ ન્યૂઝીલેન્ડનું પલડું ભારત સામે ભારે છે. ભારતમાં યોજાયેલી કુલ 6 ટી-20 મેચમાંથી ભારતે 3 અને ન્યૂઝીલેન્ડે 3 મેચ જીતી છે. આમ ન્યૂઝીલેન્ડ આંકડામાં આગળ છે.

    આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    પીચ રિપોર્ટ

    ઝાંસીનું જીએસસીએ સ્ટેડિયમ બેટ્સમેન માટે સારી પીચ માનવામાં આવે છે. આ પીચ પર એવરેજ સ્કોર 152 છે ત્યારે બેટ અને બોલ વચ્ચે મુકાબલો જોવા મળે તેવી વકી છે. સાંજના સમયે ઝાંસીમાં ઝાકળનું પ્રમાણ હોય છે તેના કારણે ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ કરી શકે છે. આ મેદાન પર આજે ત્રીજી ટી-20 મેચ રમાવા માટે જઈ રહી છે.

    ભારતની સંભવિત પ્લેઇંગ 11

    આજની સંભવિત પ્લેઇંગ 11માં રોહિત શર્મા (કેપ્ટન) કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, સૂર્યા કુમાર યાદવ, રિષભ પંચ, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવેનેશ્વર કુમાર, દિપક ચહર

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ 11

    ન્યૂઝીલેનન્ડ વતી ટીમ સાઉથી (કેપ્ટન) માર્ટિન ગપ્ટીલ, ડેરેલ મિચેલ, માર્ક શેમ્પેઇન, ટીમ શેફ્રેટ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશમ, મિચેલ સેન્ટેનર, લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ
    Published by:Jay Mishra
    First published: