Home /News /sport /Rohit Sharma : રોહિત શર્મા બનશે ટીમના નવા કેપ્ટન, ન્યૂઝીલેન્ડ T20I માટે આ છે સંભવિત ભારતીય ટીમ

Rohit Sharma : રોહિત શર્મા બનશે ટીમના નવા કેપ્ટન, ન્યૂઝીલેન્ડ T20I માટે આ છે સંભવિત ભારતીય ટીમ

રોહિત શર્મા સિએટ તો વિરાટ કોહલી એમઆરએફના લોગોનું બેટ વાપરે છે પરંતુ હકિતચમાં આ બેટ બનાવે છે કોણ અને શું છે તેનો વિવાદ

ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્મા Rohit Sharma captain)ના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે.

  ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્મા Rohit Sharma captain)ના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમને માત્ર નવા કેપ્ટન જ નહીં પણ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડ પણ મળ્યા છે. રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમના સિનીયર ગણાતા ખેલાડીઓ ગત જૂન માસથી બાયો બબલમાં રમી રહ્યા છે, તેથી તેમાંથી કેટલાક ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવશે.

  વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, રિશભ પંત, મોહમ્મ્દ શમી, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન વગેરે ખેલાડીઓ ગત જૂન માસથી ટ્રાવેલ કરી રહ્યા છે. તેથી તેઓ વ્હાઈટ બોલ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાને ઉતરે તેવી શક્યતાઓ ઓછી છે. ચેતન શર્માની આગેવાનીમાં સિલેક્શન કમિટી ફરી એકવાર સિનીયરોની ગેરહાજરીમાં સેકન્ડ સ્ટ્રીંગ સ્વોડની પસંદગી કરશે.

  આ પણ વાંચો : Ravi Shashtri : શાસ્ત્રી-કોહલીનો કાર્યકાળ કેવો રહ્યો? જાણો કેટલી ટુર્નામેન્ટ રમ્યા, કઈ કઈ ઉપલબ્ધીઓ મેળવી

  રોહિત શર્માને રેસ્ટ નહી આપવામાં આવે. 2022 ટી20 વર્લ્ડકપ (T20World cup 2022) માટેની તૈયારીઓની પણ રોહિત ન્યૂઝીલેન્ડ સામેના મુકાબલાથી શરૂ કરશે. ભારતીય ટીમના ફેન્સ હવે મલ્ટી ફોર્મેટ સ્કવોડની જાહેરાત થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. અહીં એક નજર કરીએ સંભવતઃ 15 ખેલાડીઓની લિસ્ટ પર.

  ઓપનર – રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ અને પૃથ્વી શૉ

  ભારતીય ટીમના કેપ્ટન તરીકે હાલ જ્યારે રોહિત શર્માનું નામ સામે આવી રહ્યું છે, ત્યારે ટીમ તરફથી ઓપનિંગ કરવા માટે પણ રોહિત જ મેદાને ઉતરશે. તો બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ જેને આઈપીએલ (IPL)માં 635 રન ફટકારવા માટે ઓરેન્જ કેપ આપવામાં આવી હતી, તેની પસંદગીની શક્યતાઓ ઘણી જ મજબૂત છે. સાથે જ તેના સારા પરફોર્મન્સને કારણે તે ઓપનિંગ કરવા માટે મેદાને આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હાલમાં તે હાઈએસ્ટ લેવલ પર છે તેમ કહી શકાય. જોકે, તેને શ્રીલંકા પ્રવાસની તક નહોતી મળી.

  શ્રીલંકા T20Iથી ડેબ્યૂ કરનાર પૃથ્વી શૉ આ વખતે કમબેક કરે તેવી શક્યતાઓ છે. પૃથ્વી શૉ ફોર્મમાં છે. તેણે આઈપીએલમાં 159.13ના સ્ટ્રાઈક રેટ સાથે 479 રન ફટકાર્યા હતા. રોહિતના અત્યાર સુધીના આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે પ્લેઈંગ 11માં જગ્યા બનાવવા માટે પૃથ્વી ઋતુરાજને કાંટાની ટક્કર આપશે.

  મિડલ ઓર્ડર – સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, સંજુ સેમસન, શ્રેયસ ઐયર

  સિરીઝમાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને આરામ આપવાની શક્યતાઓ લગભગ નહીવત છે. બન્ને ખેલાડીઓ સિરીઝમાં પોતાના સ્થાન પર રમતા દેખાશે. ઈશાન કિશનને ICCમાં ઓપનરની ભૂમિકામાં જોવામાં આવ્યો હતો, જો કે રિષભ પંતની ગેરહાજરીમાં તેમાં ફેરફાર જોવા મળી શકે છે.

  આ પણ વાંચો : Happy Birthday Prithvi Shaw : આજે પૃથ્વી શોનો જન્મદિવસ, 4 વર્ષની ઉંમરમાં માતા ગુમાવી, મીઠું-રોટલી ખાઈને કાઢયા હતા દિવસો

  શ્રેયસ ઐયરને વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. જો કે હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરશે. સંજુ સેમસન જેણે આઈપીએલ 2021માં 484 રન ફટકાર્યા હતા, તે પણ ટીમમાં પરત ફરી શકે છે. નોંધનીય છે કે શ્રીલંકા ટૂર પછી તેની પસંદગી કરવામાં આવી ન હતી.

  ઓલ રાઉન્ડર – વેંકટેશ ઐયર, અક્ષર પટેલ

  T20Iમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં વેંકટેશ ઐયર ટીમમાં જોવા મળી શકે છે. આઈપીએલ 2021માં વેંકટેશ ઐયરે 370 રન ફટકાર્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે પણ તેનું આ ફોર્મ યથાવત જોવા મળ્યું અને હવે તે ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે.

  અક્ષર પટેલને રિઝર્વ ખેલાડીના રૂપમાં રાખવામાં આવ્યો હતો અને હોમ સિરીઝમાં પણ તે 15 પ્લેયરોની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવે તેની શક્યતાઓ છે.

  બોલર – હર્ષલ પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર

  આઈપીએલના જાણીતા ખેલાડીઓ હર્ષલ પટેલ અને અવેશ ખાન આ વખતે ભારતીય ટીમમાં સ્થાન મેળવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હર્ષલે 32 વિકેટ ઝડપીને આઈપીએલમાં પર્પલ કેપ મેળવી હતી. જ્યારે આવેશે 24 વિકેટ ઝડપી હતી. હર્ષલ બોલિંગ સાથે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગી શકે છે અને એક ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે.

  ભુવનેશ્વર કુમારને ટી20 વર્લ્ડકપમાં વધુ મોકો મળ્યો નથી, પણ આ વખતે તે ફરી એકવાર આક્રામક અંદાજમાં જોવા મળી શકે છે. આ સિવાય દિપક ચહરનું નામ પણ સામે આવી રહ્યું છે. શક્યતાઓ છે કે તેની પણ ટીમમાં પસંદગી કરવામાં આવે.

  રાહુલ ચહરને ફરીથી તેનું સ્થાન આપવામાં આવી શકે છે. તો આ તરફ સિનીયર ગણાતા યુઝવેન્દ્ર ચહલ પણ કમબેક કરી શકે છે.

  ન્યૂઝીલેન્ડ T20I માટે ભારતની સંભવિત ટીમ

  રોહિત શર્મા (કેપ્ટન), પૃથ્વી શૉ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, રાહુલ ચહર, યુઝવેન્દ્ર ચહલ
  Published by:Jay Mishra
  First published:

  Tags: T20 cricket, Team india, રોહિત શર્મા

  विज्ञापन
  विज्ञापन