Ind vs Nz: ચહલની પોસ્ટ, 'આ તસવીરને કેપ્શન આપો,' રોહિત શર્માની પત્નીએ આપ્યો જોરદાર જવાબ, સૂર્યા કુમાર યાદવે પણ માર્યુ 'ડપકું'

યૂઝવેન્દ્ર ચહલને કેપ્ટન રોહિત શર્માની પત્નીએ ટ્રોલ કર્યો

Yuzvendra Chahal Trolled By Ritika Sajdeh : યૂઝવેન્દ્ર ચહલ હવે ઈન્સ્ટાગ્રામમાં આવું પૂછવાની ભૂલ ક્યારે નહીં કરે! રોહિત શર્માની પત્નીએ ભારે મજાક કરી નાખી, ઓછું હતું તો સૂર્ય કુમાર યાદવે પણ ડપકું માર્યુ.

  • Share this:
    Ind vs Nz: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી -20 સિરીઝનું (Ind vs Nz T20 Tournament) સમાપન થઈ ગયું છે. નવી ટીમમાં કપ્તાન રોહિત શર્માની (T20 Captain Rohit Sharma) સાથે યુવાન ખેલાડીઓ મજાક મસ્તી કરતા કરતા નવી ટીમના તાંતણે બંધાઈ રહ્યા છે. જોકે, ભારતીય ટીમમાં પહેલાંથી જ સિનિયર જૂનિયરનો માહોલ નથી. સિનિયર ખેલાડીઓ યુવાન ખેલાડીઓ સાથે દોસ્તી ભર્યો સંબંધ કેળવે છે. દરમિયાનમાં આનું તાજું ઉદાહરણ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે મૂકેલી ઇન્સ્ટાગ્રામ (Yuzvendra Chahal Latest Instagram Post) પોસ્ટમાં જ જોવા મળે છે. આ પોસ્ટમાં યૂઝવેન્દ્ર ચહલે કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પંત સાથેની તસવીર મૂકી હતી. જોકે, તતેમાં કેપ્ટનની પત્ની રિતિકા સજદેહે કોમેન્ટ મારી અને એવી મજાક ઉડાડી કે ચહલ આવા સવાલો પૂછુવાની (Yuzvendra Chahal Trolled By Ritika Sajdeh ) ભૂલ કયારેય નહીં કરે.

    હકિકતમાં ચહલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી હતી. જેમાં તે રોહિત શર્મા અને રિષભ પંત સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં ચહલે લખ્યું કે આ તસવીરને તમે શું કેપ્શન આપશો?

    આ પણ વાંચો : Diego Maradona: દિગ્ગજ ફૂટબોલર ડિએગો મેરાડોનાના મૃત્યુના એક વર્ષ બાદ તેના પર દુષ્કર્મનો આરોપ, પીડિતા સામે આવી

    ચહલની કેપ્શન કોન્ટેસ્ટમાં લોકો તૂટી પડ્યા હતા. દોકે, કોઈએ વાંચ્યુ નહીં હોય પરંતુ એમાં એક જવાબ કેપ્ટન રોહિત શર્માની પત્નીનો પણ હતો. તેણે જવાબ એવો આપ્યો કે ચહલ હવે ક્યારેય પૂછવાની ભૂલ નહીં કરે. અધુરું હોય તેમ સુર્યા કુમાર યાદવ પણ ડપકું મારી ગયો તેણે પણ ચહલના કેપ્શન કોન્ટેસ્ટમાં ભાગ લઈ લીધો.




    સુર્યા કુમાર યાદવે તો કેપ્ટનની પણ ઠેકડી ઉડાડી

    આ ફોટોના કેપ્શનમાં સૂર્યા કુમાર યાદવે કેપ્ટન રોહિત શર્માની ઠેકડી ઉડાડડતા અંદાજ અપના અપનાનો ડાયલોગ લગ્યો હતો. અંદાજ અપના અપના ફિલ્મનો ફેમશ ડાયલગો છે. 'તેજા મેં હું, માર્ક ઈધર હે' આ જ ડાયલોગ સૂર્યા કુમાર યાદવે માર્યો હતો. લોકો તેને વાંધીને હસી હસીને લોટ થઈ ગયા હતા.

    સૂર્યા કુમાર યાદવ અને રિતિકા સજદેહે આપ્યો હતો આવો જવાબ


    આ પણ વાંચો :  T20I ક્રિકેટમાં સૌથી વધુ 50+સ્કોર કરનાર આ છે ટોપ 5 બેટ્સમેન, રોહિત શર્માનો વાગ્યો ડંકો

    કેપ્ટન રોહિત શર્માની પત્નીએ આપ્યો જોરદાર જવાબ

    કેપ્ટન રોહિત શર્માની પત્નીએ જવાબ આપ્યો હતો કે 'સોરી બોયઝ બટ રીટ્સ ઈઝ માય નંબર 1,' કેપ્ટનની પત્નીએ ચહલ અને પંતની પણ સાથે સાથે ઠેકડી ઉડાડી હતી. આ જવાબ ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ ગમી રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.
    Published by:Jay Mishra
    First published: