IND vs NZ: ટીમ ઈન્ડિયામાં નવા યુગની શરૂઆત, નવા કોચ-કેપ્ટને કરી જોરદાર પ્રેક્ટિસ, જુઓ Video

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની પ્રેક્ટિસનો વીડિયો

IND vs NZ: Rahuld Dravid અને Rohit Sharmaએ ટી-20 પ્રેક્ટિસ પહેલાં શરૂ કરી પ્રેક્ટિસ

  • Share this:
    ટીમ ઈન્ડિયામાં એક નવા યુગની શરૂઆત (Team India) થઈ ગઈ છે. ટી-20માં નવા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ મેદાને (Rahul Dravid) આવી ગયા છે. આવતીકાલથી ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી (IND vs NZ) શરૂ થવાની છે તેના પહેલાં પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. ક્રિકેટના આ બંને દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટ માટે નવો અધ્યાય લખવા માટે કમર કસી દીધી છે. નવી ટીમ ઈન્ડિયાનો એક વીડિયો બીસીસીઆઈ (Team India Practice session Video) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ પહેલાં ટીમનો પ્રેક્ટિસ સેસનશનો વીડિયો સામે આવ્યો છે.

    ટીમ ઈન્ડિયાના નવા સિતારા : ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ગુરૂ દ્રવિડે નવા સિતારાઓને સ્થાન આપ્યું છે. ઋતુરાજ ગાયકવાડ, અવેશ ખાન, હર્ષલ પટેલ, વેંકટેશ ઐયરને નવી ટીમમાં જગ્યા મળી છે તો સાથે જ રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, મોહમ્મદ સિરાઝ, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, અક્ષર પટેલ પણ ટીમમાં શામેલ છે. આ ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3 ટી-20 મેચ રમશે.

    મેચનું શિડ્યુલ

    આવતીકાલે પ્રથમ મેચ 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચ જયપુરમાં યોજાશે. બીજી મેચ 19મી નવેમ્બરે શુક્રવારે રાંચીમાં રમાશે જ્યારે અંતિમ મેચ 21મી નવેમ્બરના રોજ કોલકત્તામાં યોજાશે. ત્યારબાદ બે ટેસ્ટનું આયોજન થવાનું છે.

    ટેસ્ટમાં અજિંક્યા કેપ્ટન

    નવા યુગની પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ ટીમમાં અજિંક્ય રહાણે કેપ્ટન તેમજ ચેતેશ્વર પૂજારાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. અજિંક્ય સાથેની પ્રથમ ટેસ્ટ કાનુપુરમાં 25-29 નવેમ્બરે યોજાશે જ્યારે બીજી ટેસ્ટ મુંબઈમાં 3-7 ડિસેમ્બરના રોજ યોજાશે.

    આ પણ વાંચો : Hardik Pandya: હાર્દિક પંડ્યાની ઘડિયાળ 5 કરોડની નથી, ક્રિકેટરે સમગ્ર મામલે ખુલાસો કર્યો

    ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી

    ન્યૂઝીલેન્ડની 14 ખેલાડીઓની ટીમ : રોહિત સેના સામે 14 ખેલાડીઓની ન્યૂઝીલેન્ડની ટીમમાં ડેરિલ મિચેલ, માર્ટિન ગુપ્ટીલ, ગ્લેન ફિલિપ્સ બેટ્સમેન તરીકે રમશે જ્યારે ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ફાસ્ટ બોલિંગ કરશે. બોલર તરીકે ઈશ સોઢી, મિચેલ સેન્ટેનર અને સ્પિન બૉલર તરીકે રમશે.




    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી

    પ્રથમ ટી-20 મેચ – 17 નવેમ્બર, જયપુર
    બીજી ટી-20 મેચ – 19 નવેમ્બર, રાંચી
    ત્રીજી ટી-20 મેચ – 21 નવેમ્બર, કોલકાતા
    પ્રથમ ટેસ્ટ – 25-29 નવેમ્બર, કાનપુર
    બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર, મુંબઈ
    Published by:Jay Mishra
    First published: