IND VS NZ: આજે સચિનના આ બે રેકોર્ડ તોડી દેશે રોહિત શર્મા!

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના આ બે રેકોર્ડ તોડીને રોહિત બની જશે મહાન

News18 Gujarati
Updated: July 9, 2019, 8:48 AM IST
IND VS NZ: આજે સચિનના આ બે રેકોર્ડ તોડી દેશે રોહિત શર્મા!
આજે પણ તૂટી શકે છે અનેક રેકોર્ડ (Photo-AP)
News18 Gujarati
Updated: July 9, 2019, 8:48 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં રનોનો પહાડ ઊભો કરી દીધો છે. હાલમાં તે બેટિંગ માટે આવે છે તો સદીની ગેરન્ટી હોય છે. અત્યાર સુધી પાંચ સદી અને 600થી વધુ રન કરનારા રોહિતે આ વખતે વર્લ્ડ કપના અનેક મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે સેમીફાઇનલમાં જ્યારે તે મેદાન પર બેટિંગ માટે ઉતરશે તો ફરી એકવાર રેકોર્ડ નોંધાવી શકે છે. આજે તેના નિશાને રહેશે સચિન તેંડુલકરના બે મોટો રેકોર્ડ.

સૌથી વધુ સદી

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ પર સચિન તેંડુલકરનું નામ નોંધાયેલું હતું. પરંતુ શ્રીલંકાની વિરુદ્ધ છેલ્લી લીગ મેચમાં રોહિતે 103 રનોની ઇનિંગ રમી સચિનની બરાબરી કરી દીધી. હવે આ બંનેના નામે 6-6 સદી છે. આજે જો રોહિત વધુ એક સદી ફટકારે છે તો પછી સચિનનો આ રેકોર્ડ તૂટી જશે. રોહિત હાલમાં જોરદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં જ તેણે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 5 સદી કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ટાર્ગેટ પર સચિનનો રેકોર્ડ (Photo-AP)


સૌથી વધુ રન

એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ હાલ સચિન તેંડુલકરના નામે છે. તેણે 2003ના વર્લ્ડ કપમાં 673 રન કર્યા હતા. રોહિત આ રેકોર્ડને તોડવાથી ખૂબ જ નજીક પહોંચી ગયો છે. રોહિતે અત્યાર સુધી 647 રન કરી દીધા છે એટલે કે માત્ર 27 વધુ રન કરીને રોહિત એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની જશે.
Loading...

આ પણ વાંચો, IND vs NZ Preview: 16 વર્ષ બાદ મુકાબલો, દાવ પર ફાઇનલની ટિકિટ

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન

રોહિત શર્મા વધુ એક રેકોર્ડને પોતાના નામે કરી શકે છે. ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન કરનારો વિદેશી બેટ્સમેન છે રિકી પોન્ટિંગ. તેણે 1387 રન કર્યા હતા. પરંતુ રોહિત તેનો આ રેકોર્ડ તોડવાથી માત્ર 54 રન દૂર છે. રોહિત અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં 70ની સરેરાશથી 1334 રન કરી ચૂક્યો છે.

આ પણ વાંચો, Exclusive: અનિલ કુંબલેએ આપ્યો ન્યૂઝીલેન્ડને હરાવવાનો મંત્ર
First published: July 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...