ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, નવા ચહેરાઓને સ્થાન

વિરાટ કોહલી કેપ્ટન પદ છોડ્યું રોહિત શર્મા નવા કેપ્ટન ન્યૂઝીલેન્ડ શ્રેણીની ટીમ જાહેર

ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્મા Rohit Sharma captain)ના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે.

  • Share this:
    ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્મા Rohit Sharma captain)ના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમને માત્ર નવા કેપ્ટન જ નહીં પણ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડ પણ મળ્યા છે. રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ બીસીસીસીઆઈ દ્વારા આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટી20 કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરવામાં આવી છે તેમજ નવી ટીમની (Indian Squad For Newzeland Tournament) જાહેરાત પણ કરવામાં આવી છે.

    ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે નવી ટીમ : ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે નવા ચહેરાનોને સ્થાન આપવામાં આવ્યુ છે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, સૂર્યા કુમાર યાદવ, ઈશાન કિશાન, વેંકટેષ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, હર્ષલ પટેલ, મોહમ્મદ શિરાજને સ્થાન મળ્યું છે. જ્યારે કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને આરામ કરવામાં આવ્યો છે.

    ભારતની ટીમ

    રોહિત શર્મા કેપ્ટન, કે.એલ. રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યા કુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કિપર) ઈશાન કિશન (વિકેટ કિપરઃ વેંકટેશ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, આર. અશ્વીન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, હર્ષ પટેલ, મોહમ્મદ શિરાજ

    કોહલીને આરામ, જાડેજા-પંડ્યા, શાર્દુલની બાદબાકી

    હાલની ટીમમાંથી કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઇન્જરીનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શામીની પણ બાદબાકી કરવામાં આવી છે. જ્યારે વરૂણ ચક્રવર્તનીને પણ સ્થાન મળ્યું નથી તેના બદલે યૂઝવેન્દ્ર ચહલની ફરી એન્ટ્રી થઈ છે.

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

    ઓલ રાઉન્ડર – વેંકટેશ ઐયર, અક્ષર પટેલ

    T20Iમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં વેંકટેશ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ 2021માં વેંકટેશ ઐયરે 370 રન ફટકાર્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે પણ તેનું આ ફોર્મ યથાવત જોવા મળ્યું  હતું
    અક્ષર પટેલને રિઝર્વ ખેલાડીના રૂપમાં રાખવામાં આવ્યો હતો અને હોમ સિરીઝમાં પણ તેણે 16 પ્લેયરોની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે.

    આ પણ વાંચો : Ravi Shashtri : શાસ્ત્રી-કોહલીનો કાર્યકાળ કેવો રહ્યો? જાણો કેટલી ટુર્નામેન્ટ રમ્યા, કઈ કઈ ઉપલબ્ધીઓ મેળવી

    ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી

    પ્રથમ ટી-20 મેચ – 17 નવેમ્બર, જયપુર
    બીજી ટી-20 મેચ – 19 નવેમ્બર, રાંચી
    ત્રીજી ટી-20 મેચ – 21 નવેમ્બર, કોલકાતા
    પ્રથમ ટેસ્ટ – 25-29 નવેમ્બર, કાનપુર
    બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર, મુંબઈ
    Published by:Jay Mishra
    First published: