Home /News /sport /

IND vs NZ: આર. અશ્વિને ટેસ્ટમાં ઝડપી 416 વિકેટ, વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો, હરરભજનના રેકોર્ડ ખતરામાં

IND vs NZ: આર. અશ્વિને ટેસ્ટમાં ઝડપી 416 વિકેટ, વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો, હરરભજનના રેકોર્ડ ખતરામાં

IND vs NZ Kanpur Test : કાનપુર ટેસ્ટમાં રવિ ચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી અને ટેસ્ટમાં તોડ્યો વસિમ અક્રમનો વિકેટનો રેકોર્ડ

IND vs NZ Kanpur Test : કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે અશ્વિને ત્રણ વિકેટ મેળવી, અશ્વિન હરભજનના રેકરોડ્થી માત્ર 1 વિકેટ દૂર

    ભારતના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને કાનપુરમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં (IND vs NZ Kanpur Test) ત્રીજા દિવસે ત્રણ વિકેટ ઝડપી છે. રવિ ચંદ્રન અશ્વિન (R Ashwin Took 416 Wickets in Test) ટેસ્ટમાં ચારસો 15 કરતા વધુ વિકેટ લેનારો ચોથો બોલર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ હરભજનસિંઘ (Hariharan Singh Test wickets), કપિલ દેવ (Kapil dev Test Wickets) અને અનિલ કુંબલેના (Anil Kemble Test Wickets) નામે હતો. રવિચંદ્રન અશ્વિને આજે 3 વિકેટ મેળવી અને ટેસ્ટમાં 416 વિકેટ પોતાના નામે કરી છે. અશ્વિને આ ઉપલબદ્ધી મેળવવાની સાથે જ ટેસ્ટમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

    અશ્વિને અકરમનો 414 વિકેટનો રેકોર્ડ તોડી અને 416 વિકેટ સાથે ટોપ 13 બોલરની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારતમાં અશ્વિન ભારતમાં બે વિકેટ વધુ ઝડપી અને આ યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી શકે છે. અગાઉ હરભજનસિંઘ 417 ટેસ્ટ વિકેટ સાથે નિવૃત્તી જાહેર કરી હતી. હવે અશ્વિનના અંકે આ ઉપલબ્ધી ગઈ છે.

    આગળ કપિલ દેવ અને અનિલ કુંબલે

    અનિલ કુંબલે ભારતનો સર્વાધિક ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર છે. કુંબલએ 619 વિકેટો ઝડપી છે. કુંબલે 132 મેચમાં 226 ઈનિંગ રમી અને 619 વિકેટો ઝડપી છે જ્યારે કપિલ દેવ 131 ટેસ્ટમાં 227 ઇનિંગ રમી અને 434 વિકેટો ઝડપી છે. જ્યારે હરભજનસિંઘે 103 ટેસ્ટમાં 190 ઇનિંગ રમી અને 417 વિકેટો ઝડપી હતી.

    આ પણ વાંચો :  IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    અશ્વિન ટેસ્ટનું વિકેટ મશીન

    આમ જોવા જઈએ તો ઉપરના રેકોર્ડ જોતો જે કામ કરવામાં હરભજનને 103 ટેસ્ટ થઈ તે કામ અશ્વિને 80મી ટેસ્ટમાં કર્યુ છે. અશ્વિન 179 ઇનિંગ રમ્યો અને તેણે 416 વિકેટો ઝડપી છે. અશ્વિન જો 103 ટેસ્ટ રમે તો તે સંભવત: કપિલ દેવનો રેકોરેડ પણ તોડી નાખશે.

    આ પણ વાંચો :  ND vs NZ: કાનપુરમાં શા માટે અમ્પાયર સાથે ભીડાઈ ગયો અશ્વિન? રહાણેથી પણ ન પત્યો મામલો, દ્રવિડે પણ કરવી પડી દરમિયાનગીરી

    ફાસ્ટ બોલરમાં કપિલ દેવ પછી ઈશાંતનો તરખાટ

    ફાસ્ટ બોલરની ગણતરી કરવામાં આવે તો રેકોર્ડ ચોક્કસથી કપિલ દેવનો છે. કપિલ પાજીએ 434 વિકેટ મેળવી અન રેકોર્ડ કાયમ રાખ્યો છે. જ્યારે તેમના રેકોર્ડ સુધી દૂર દૂર સુધી કોઈ નથી. કપિલ બાદ હવે ઈશાંત શર્ાએ 105મી ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી છે જ્યારે અગાઉ ઝહીર ખાને આ કરતબ 92 ટેસ્ટમાં કરી નાખ્યું હતું અને તેની 311 વિકેટ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND vs NZ, R ashwin

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन