Home /News /sport /IND vs NZ:માથે લટકતી તલવાર હતી એ ખેલાડીએ સદી મારી, જાણો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટના પહેલાં દિવસે શું થયું
IND vs NZ:માથે લટકતી તલવાર હતી એ ખેલાડીએ સદી મારી, જાણો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટના પહેલાં દિવસે શું થયું
ભારત vs સાઉથ આફ્રિકા IND vs SA 2022 ઉલ્લેખનીય છે કે, જહોનિસબર્ગમાં રમવામાં આવી રહેલી મેચમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી નથી રમવાના. જ્યારે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં આ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સ્કોરને આગળ વધારવાનું કામ કર્યું હતું. આ સિવાય ટીમનો મિડિલ ઓર્ડર પૂરી રીતે ફેલ સાબિત થયો હતો.
IND vs NZ Mumbai Test Day 1 Highlights: ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પહેલો દિવસ કોના પક્ષણાં ગયો? જો મેચ ન જોઈ હોય તો જાણો મુખ્ય મુદ્દા
ND vs NZ Mumbai Test Day 1 Highlights: રત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે (IND vs NZ Second test Mumbai) ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. વરસાદના કારણે પીચ અને મેદાન ભીનું હોવાથી મેચ મોડી શરૂ થઈ હતી. ભારત વતી મયંક અગ્રવાલ અને શુબમન ગીલ (Mayank Agrawal-Shubman Gill) મેદાનમાં બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. આ બંને ખેલાડીઓએ ભારતને સંગીન શરૂઆત અપાવી હતી. મયંક અગ્રવાલ આ ટેસ્ટમાં પ્રથમ દિવસના હીરો (Mayank Agrawal Batting in Day-1 IND vs NZ) રહ્યો હતો. જ્યારે ગીલ ફિફ્ટી ચુક્યો હતો. જોકે, પહેલાં દિવસે કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ, પૂજારાનું ખરાબ ફોર્મ અને ન્યૂઝીલેન્ડના બોલર એઝાઝનો તરખાટ જ મુખ્ય હાઇલાઇટ્સ પોઇન્ટ રહ્યા છે.
પહેલા દિવસની બેટિંગની વાત કરીએ તો મયંક અગ્રવાલ અને શુબમન ગીલે સંગીન શરૂઆત અપાવી હતી. શુભમન ગીલે ભારત માટે ઓપનિંગમાં ઉતરી અને 44 રન બનાવ્યા હતા. અને તે સ્પિનર એઝાઝ પટેલના હાથે શિકાર થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી થઈ હતી. પૂજારાએ બીજીવાર આ ટેસ્ટમાં નિરાશ કર્યા અને શૂન્યનો સ્કોર બનાવ્યો હતો. જોકે, પૂજારા બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. કોહલી પણ એઝાઝ પટેલનો શિકાર બન્યો હતો.
મયંક અગ્રવાલ માથે આ ટેસ્ટમાં લટકતી કલવાર ઝળૂંબી રહી હતી. જોકે, મંયકે આજે સદી મારી છે. ફક્ત સદી મારી નથી પરંતુ મયંક અગ્રવાર હજુ પણ 122 રનના સ્કોરે મેદાનમાં અણનમ છે. મયંક અગ્રવાલ સાથે હાલમાં ગત ટેસ્ટની બીજી ઈનિંગમાં સારા રન કરનાર ખેલાડી ઋદ્ધીમાન સાહા પણ રમતમાં છે. સાહા અને અગ્રવાલની જોડી સારું પ્રદર્શન કરી રહી છે.
અગ્રવાલની ટેસ્ટમાં ચોથી સદીનો વીડિયો
That moment when @mayankcricket got to his 4th Test Century 👏👏
સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. સતત ખરાબ ફોર્મ અને નવા ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે દ્રવિડ અને કોહલી પૂજારા અને રહાણેને સાઉથ આફ્રિકા પ્રવાસમાં છોડવા માટે મજબૂર થઈ શકે છે. આ બંને ખેલાડીઓના બેટમાંથી રન પણ નથી નીકળી રહ્યા કે ન તો તેઓ વિકેટ ટકાવી શકવામાં સક્ષમ છે. આગામી સમયમાં તેમની પસંદગી સામે સવાલો ઉભા થાય તેવું લાગી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર