Home /News /sport /

IND vs NZ: કાનપુરમાં શા માટે અમ્પાયર સાથે ભીડાઈ ગયો અશ્વિન? રહાણેથી પણ ન પત્યો મામલો, દ્રવિડે પણ કરવી પડી દરમિયાનગીરી

IND vs NZ: કાનપુરમાં શા માટે અમ્પાયર સાથે ભીડાઈ ગયો અશ્વિન? રહાણેથી પણ ન પત્યો મામલો, દ્રવિડે પણ કરવી પડી દરમિયાનગીરી

ND vs NZ Kanpur Test R Ashwin clash with Umpire Nitin Menon : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતના બોલર અશ્વિનની ભીડંત થતા મામલો માંડ માંડ થાળે પડ્યો

R Ashwin Umpire Clash Video : IND vs NZ Kanpur Test Match: ભારતનો ઓફ સ્પિનર આર અશ્વિન અમ્પાયર નીતિન મેનન (Nitin Menon R Ashwin clash) સાથે ભીડાઈ ગયો હતો. જુઓ વીડિયો

    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની (IND vs NZ Kanpur Test) ટેસ્ટમાં ત્રીજો દિવસ મેદાનમાં ગરમા ગરમી લઈને આવ્યો હતો. મેચના ત્રીજા દિવસે ભારતનો ઓફ સ્પિનર આર અશ્વિન અમ્પાયર નીતિન મેનન (Nitin Menon R Ashwin clash) સાથે ભીડાઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગ (Will Young)ને આઉટ કરવા માટે ભારતીય બોલરો પર દબાનવ હતો. દરમિયાન આર. અશ્વિન સ્ટમ્પની નજીકથી બોલિંગ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં અમ્પાયરની વચ્ચે અશ્વિન આવી ગયો હતો. આવું થવાના કારણે અમ્પાર નીતિન મેનન નાખુશ હતા (Umpire Nitin Menon) તેણે અશ્વિનને ટોક્યો હતો.

    અમ્પાયરની આ વાત આર.અશ્વિનને ન ગમી અને બંને વચ્ચે ચકમક શરૂ થઈ હતી. ન્યૂઝીલેન્ડની બેટિંગ વખતે ઈનિંગની 77મી ઓવરમાં આ બબાલ શરૂ થઈ અને આ વિવાદ અટક્યો નહીં. આગળની ત્રણ ઓવર સુધી અમ્પાયર અને બોલર વચ્ચે વિવાદ ચાલ્યા કર્યો. દરમિયાન રહાણેએ દરમિયાનગીરી કરવા ઉતરવું પડ્યું

    અમ્પાયરની દલીલ

    અમ્પાયર નીતિન મેનની દલીલ હતી કે અશ્વિન ફોલો થ્રૂ દરમિયાન તેની વચ્ચે આવી રહ્યો છે અને તેને દેખાી રહ્યુ નથી. જ્યારે અશ્વિનની દલીલ હતી કે અમ્પાયર મને બોલિંગ કરતા રોકી રહ્યા છે. અમ્પાયર અને રહાણે વચ્ચે અશ્વિન અંગે આવો સંવાદ અંગ્રેજીમાં થયો હતો

    આ પણ વાંચો :  Video: શ્રેયસ ઐયર-રોહિત શર્મા-શાર્દુલ ઠાકુરનો ડાન્સ થયો Viral,રિતિકા સજદેહે પતિની ઉડાવી મજાક

    Nitin Menon : “You are obstructing my vision”

    Rahane: “He’s not running on to the danger area.”

    Nitin Menon : “I can’t make the LBW calls.”

    અશ્વિન-અમ્પાયર વચ્ચે માથાકૂટ

    અશ્વિન અને અમ્પાયર વચ્ચે તીખી માથાકુટ થઈ હતી. વાત આટલેથી અટકી નહોતી બંને વચ્ચે પીચ પર છેડછાડ કરવાની વાતને લઈને પણ બોલાચાલી થવા લાગી હતી. દરમિયાનમાં અમ્પાયરે અશ્વિનને આઈસીસીનો નિયમ બતાવ્યો હતો કે બોલર તેના ફોલો થ્રુમાં ડેન્જર એરિયામાં ન જઈ શકે. જૂતાની નીચે આવતા સ્પાઇક્સ પીચ ખરાબ કરી શકે છે.

    દ્રવિડ પહોંચ્યા રેફરી પાસે

    દરમિયાન મામલો થાળે ન પડતા રાહુલ દ્રવિડે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. વારંવાર થઈ રહેલી દલીલના કારણે દ્રવિડ મેચ રેફરી પાસે પહોંચી ગયા હતા. દ્રવિડે રેફરીને આ અંગે વાત કરી હતી. જોકે, ત્યારબાદ અશ્વિન અને અમ્પાયર વચ્ચે મામલો શાંત પડી ગયો હતો.

    આ પણ વાંચો :  IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી



    અશ્વિન શા માટે ભીડાઈ ગયો

    અશ્વિનની બોલિંગ પર ટૉમ લાથમને એલબીડબલ્યૂ મીસ કરવાના કારણે અશ્વિન નારાજ હતો. જે ઓવરમાં અશ્વિનનો વિવાદ થયો તેનાથી ચાર ઓવર પહેલાં અશ્વિનના બોલ પર લાથમના ફ્રન્ટ પેડ પર બોલ વાગ્યો હતો. જોકે, મેનને લાથમને આઉટ આપ્યો નહોતો. આ વખતે ભારતે ડીઆરએસ નહોતું લીધું. અશ્વિને ખીજમાં આવી અને જમીન પર લાત મારી હતી અને તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતીં.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND vs NZ Test, R ashwin, ક્રિકેટ ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन