Home /News /sport /IND vs NZ: આ ખેલાડી માટે ઈશાન કિશન બન્યો ખતરો, 29 વર્ષની ઉંમરે પણ ટીમ ઇન્ડિયામાં તક ન મળી

IND vs NZ: આ ખેલાડી માટે ઈશાન કિશન બન્યો ખતરો, 29 વર્ષની ઉંમરે પણ ટીમ ઇન્ડિયામાં તક ન મળી

IND vs NZ 2nd ODI: ટીમ ઈન્ડિયા આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ રમવા માટે તૈયાર છે. (એપી)

IND vs NZ 2nd ODI: 29 વર્ષનો કેએસ ભરતના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 86 ફર્સ્ટ ક્લાસ મેચમાં 38ની એવરેજથી 4707 રન બનાવ્યા છે. તેણે 9 સદી અને 27 અડધી સદી ફટકારી છે. 308 રનની મોટી ઇનિંગ રમી છે.

    નવી દિલ્હી: ઈશાન કિશન વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. તેણે ગયા મહિને બાંગ્લાદેશ સામે ઈતિહાસ રચ્યો હતો. આ પછી તેને શ્રીલંકા સામેની ત્રણેય વન-ડેમાં તક મળી ન હતી. ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડ સામે વન-ડે સિરીઝ રમી રહી છે. શુભમન ગિલે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને ભારતીય ટીમ 12 રને મેચ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી મેચ રાયપુરમાં 21 જાન્યુઆરીએ રમાવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા માંગશે.

    કેએલ રાહુલ ન્યુઝીલેન્ડ સિરીઝમાં નથી રમી રહ્યો. લગ્નના કારણે તેણે બ્રેક લીધો છે. તેની જગ્યાએ કેએસ ભરતને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તે પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ હતો પરંતુ ઋષભ પંતના કારણે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. હવે ઈશાન સાથે તેને વન-ડે શ્રેણીમાં ભાગ્યે જ તક મળી શકે છે. ઈશાન અને ભરત આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ સામેલ છે. ઈશાન આ શ્રેણીમાં પણ રમે તેવી શક્યતા છે.

    આ પણ વાંચો: સદી ફટકાર્યા બાદ આ બેટ્સમેને એવુ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન સિલેક્ટરોની ઊંઘ ઉડી ગઈ

    29 વર્ષનો થયો છતા ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે

    29 વર્ષનો કેએસ ભરતના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 86 ફર્સ્ટ ક્લાસ મેચમાં 38ની એવરેજથી 4707 રન બનાવ્યા છે. તેણે 9 સદી અને 27 અડધી સદી ફટકારી છે. 308 રનની મોટી ઇનિંગ રમી છે. ત્યાં જ લિસ્ટ-એની 64 મેચોમાં તેણે 34ની એવરેજથી 1950 રન બનાવ્યા છે. તેણે 6 સદી અને 6 અડધી સદી ફટકારી છે. અણનમ 161 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી છે. તેણે 67 ટી-20 મેચમાં 1116 રન બનાવ્યા છે. સાથે જ તેણે 5 અડધી સદી ફટકારી છે.

    ટીમ ઈન્ડિયાએ 2023માં અત્યાર સુધી રમાયેલી બંને શ્રેણી જીતી છે. ભારતે શ્રીલંકાને ટી-20 અને વન-ડે બંને શ્રેણીમાં હરાવ્યું હતું. હવે ટીમ ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચ જીતીને બીજી શ્રેણી કબજે કરવા માંગશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: IND vs NZ, IND vs NZ Test, Ishan Kishan, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन