Home /News /sport /

આ ભારતીય બોલર્સે ડેબ્યૂ ટેસ્ટમાં જ લીધી પાંચ વિકેટ, અક્ષર પટેલના નામે પણ છે રેકોર્ડ

આ ભારતીય બોલર્સે ડેબ્યૂ ટેસ્ટમાં જ લીધી પાંચ વિકેટ, અક્ષર પટેલના નામે પણ છે રેકોર્ડ

Indian Bowlers Who takes Five Wickets Haul in Test Debut : ભારતીય બોલર્સે ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ લીધી હોય તેવા નવ ખેલાડીઓની યાદી

IND Vs NZ Kanpur Test : ભારતીય ક્રિકેટરો (Indian Cricketers)માં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમને તક મળી છે અને તેમની પ્રથમ ટેસ્ટ (First Test)માં તેમણે સારું પ્રદર્શન કર્યું છે અને ક્રિકેટમાં પોતાની જાતને સાબિત પણ કરી છે. એવા 9 ભારતીય બોલરો (Indian Bowlers) પણ છે, જેઓ તેમની ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ (5 Wickets in Test Debut Match) ઝડપવામાં સફળ રહ્યા છે.

વધુ જુઓ ...
    ભારતીય ક્રિકેટરો (Indian Cricketers)માં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમને તક મળી છે અને તેમની પ્રથમ ટેસ્ટ (First Test)માં તેમણે સારું પ્રદર્શન કર્યું છે અને ક્રિકેટમાં પોતાની જાતને સાબિત પણ કરી છે. એવા 9 ભારતીય બોલરો (Indian Bowlers) પણ છે, જેઓ તેમની ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ (5 Wickets in Test Debut Match) ઝડપવામાં સફળ રહ્યા છે. જેને એક મોટી સિદ્ધિ ગણાવી શકાય છે, કારણ કે પ્રથમ ટેસ્ટમાં પોતાની છાપ ઉભી કરવી ક્યારેય સરળ હોતી નથી. ઘણા ખેલાડીઓ ચિંતિત છે, કારણ કે તેઓ જાણતા નથી કે શું આશા રાખવી. તમારી ભાવનાઓ પર કાબૂ રાખીને તમારા ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ઘણું મુશ્કેલ છે. તો ચાલો નજર કરીએ તે નવ ભારતીય બોલર્સ (9 Indian Bowlers) પર જેણે તેમની ડેબ્યૂ ટેસ્ટ મેચ (Test Debut Match)માં પાંચ વિકેટ ઝડપી હતી.

    મોહમ્મદ નિસ્સાર

    ઝડપી બોલર મોહમ્મદ નિસારે 1932માં ઈંગ્લેન્ડની ટીમ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આઝાદી પહેલા સૌથી ઝડપી ભારતીય બોલર ગણાતા નિસ્સારે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં 93 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જોકે ભારત આ ટેસ્ટ મેચ હારી ગયું હતું. પરંતુ નિસ્સાર ડેબ્યૂમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બન્યા હતા.

    વામન કુમાર

    વર્ષ 1961માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર વામન કુમાર જેઓ જમણા હાથના લેગ-સ્પિનર ​​હતા. તેણે પ્રથમ દાવમાં માત્ર 64 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે ભારતે પાકિસ્તાનને 286 રનમાં આઉટ કરી દીધું હતું. મેચ ડ્રો થતા તેમણે બીજી ઇનિંગમાં પણ વધુ બે વિકેટ ઝડપી હતી. કુમારે ભારત માટે માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે.

    સૈયદ આબિદ અલી

    સૈયદ આબિદ અલી કે જેઓ સીમ-બોલિંગ ઓલરાઉન્ડર હતા, તેમણે 1967માં ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં 55 રનમાં છ વિકેટ ઝડપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયા 335 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જોકે ભારતને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. પરંતુ આબિદ અલીએ આ મેચમાં 7 વિકેટ ઝડપી હતી.

    આ પણ વાંચો : IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    દિલીપ દોષી

    ગુજરાતી લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ દોષીએ 1979માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતું. દોષીએ પ્રથમ ઇનિંગમાં 103 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ઇનિંગમાં વધુ બે વિકેટ લીધી. પરંતુ મેચ ડ્રોમાં પરિણમી હતી. દોશીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 33 ટેસ્ટ મેચ રમી હતી.

    નરેન્દ્ર હિરવાણી

    1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કરનાર નરેન્દ્ર હિરવાણી લેગ સ્પિનર હતા. તેમણે દરેક ઇનિંગમાં 8 વિકેટ ઝડપી હતી અને કુલ 16 વિકેટ પોતાના નામે કરી હતી. ડેબ્યુ કરનાર હિરવાણીના કારણે જ વેસ્ટ ઈન્ડિઝ બંને ઇનિંગમાં 184 અને 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અન્ય કોઈ બોલરે ડેબ્યૂમાં 16થી વધુ વિકેટ ઝડપી નથી.

    અમિત મિશ્રા

    અમિત મિશ્રાએ 2008માં ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. મિશ્રાએ પ્રથમ ઇનિંગમાં 71 રનમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી અને બીજી ઈનિંગમાં વધુ બે વિકેટ ઝડપીને ભારતને ટેસ્ટમાં 320 રનની મદદ કરી હતી. મિશ્રાએ પોતાના કરિયરમાં ભારત માટે 22 ટેસ્ટ મેચ રમી છે.

    આર અશ્વિન

    આર અશ્વિને 400 ટેસ્ટ વિકેટથી માત્ર છ વિકેટ દૂર છે. તેણે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અશ્વિને પહેલી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગમાં તેણે ભારત માટે આખી મેચ બદલી નાંખી હતી. તેણે માત્ર 47 રનમાં છ વિકેટ ઝડપી હતી અને વેસ્ટ ઈન્ડિઝને 180 રનમાં આઉટ કરી દીધું હતું. ભારતે ચોથી ઇનિંગમાં સ્કોરનો પીછો કર્યો અને મેચ જીતી લીધી હતી.

    . તેણે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અશ્વિને પહેલી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગમાં તેણે ભારત માટે આખી મેચ બદલી નાંખી હતી. તેણે માત્ર 47 રનમાં છ વિકેટ ઝડપી હતી અને વેસ્ટ ઈન્ડિઝને 180 રનમાં આઉટ કરી દીધું તસવીર-એએફપી


    મોહમ્મદ શમી

    2013માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યુ કરનાર મોહમ્મદ શમીએ પહેલી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં શમીની પાંચ વિકેટના કારણે ભારતને એક ઈનિંગ અને 51 રનથી ટેસ્ટ જીતવામાં સફળતા મળી હતી.

    આ પણ વાંચો : Shreyas Iyer: શ્રેયસ ઐયરની જેમ તેની બહેન પણ છે ફેમસ, ભાઈની સફળતામાં બહેનનો છે મોટો ફાળો

    અક્ષર પટેલ

    અક્ષર પટેલ આ યાદીમાં સૌથી નવું નામ છે. કારણ કે તેણે ચેન્નાઈ ખાતેની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે તેના ડેબ્યૂમાં પાંચ વિકેટ ઝડપી હતી. પટેલે પ્રથમ ઇનિંગમાં જબરદસ્ત ફોર્મમાં રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સહિત બે વિકેટ ઝડપી હતી.

    અક્ષર પટેલ આ યાદીમાં સૌથી નવું નામ છે. કારણ કે તેણે ચેન્નાઈ ખાતેની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે તેના ડેબ્યૂમાં પાંચ વિકેટ ઝડપી હતી.


    બીજી ઇનિંગમાં વધુ સારા પ્રદર્શન સાથે તે પરત ફર્યો અને તેણે 60 રનમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. પટેલના દમદાર ફોર્મેટના કારણે ભારતને 317 રનથી મેચ જીતવામાં મદદ મળી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bowlers, Cricket News in Gujarati, IND vs NZ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन