Home /News /sport /WTC ફાઇનલ માટે આજે થઇ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળશે ચાન્સ

WTC ફાઇનલ માટે આજે થઇ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળશે ચાન્સ

  નવી દિલ્લી: ઈન્ડિયન પ્રિમિયર લીગની 14મી સિઝન (IPL 2021) ભલે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થઇ ગઇ હોય, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)તેના પર કામ કરી રહી છે. ભારતમાં આ ટી-20 લીંગથી આગળ વધીને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. ક્રિકેટ બોર્ડ ચાર મહિના લાબી ટૂર માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે તૈયાર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટની સાથે સાથે ટેસ્ટ ચેમ્પિયનશીરની ફાનલ માટે આજે ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 18 જૂન થી 22 જૂન વચ્ચે ન્યૂઝીલેન્ડ (India vs Newzealand)ની વચ્ચે સાઉથમ્પટનમાં રમાશે. ભારતીય ટીમ અત્યારે આઇપીએલ ટેસ્ટ રેકિંગમાં નંબર 1 પર છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા સ્થાન પર છે.

  30 મેના રોજ આઈપીએલ 2021 સીઝન પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટરો ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે તેવી ધારણા હતી, પરંતુ હવે બધા ખેલાડીઓ બાયો બબલથી બહાર નીકળ્યા બાદ શેડ્યૂલ બદલવાનો વિચાર ચાલી રહ્યો છે. જોકે પ્રવાસના આખરી રૂપ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈની પસંદગી સમિતિ ઇંગ્લેન્ડ સામેની લગભગ ઘરેલુ શ્રેણીની ટીમ પસંદ કરવા ઇચ્છુક છે. હાર્દિક પંડ્યા અને પૃથ્વી શોની પસંદગી જ ચર્ચાનો વિષય છે.

  શું પૃથ્વી શૉને મળશે ચાન્સ 

  આઈપીએલની 14મી સીઝનમાં પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પૃથ્વી શોની વિજય હજારે ટ્રોફી બાદ આઇપીએલ 2021 નું પ્રદર્શન અત્યંત સારું રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની પ્રથમ ટેસ્ટમાં નબળા પ્રદર્શન બાદ તેને બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ વિજય હજારે ટ્રોફીમાં પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું હતું. પૃથ્વીએ આ સિઝનમાં 166.48 ના સ્ટ્રાઈક રેટથી ટીમમાં ટીમ માટે રમી 8 મેચોમાં 308 રન બનાવ્યા હતા. તેણે સાત મેચમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. પૃથ્વી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા પણ રન કરવામાં નિષ્ફળ ગયો હતો અને ટી 20માં તેનો બોલિંગ લેવલ પહેલા જેવો દેખાતો ન હતો. આવી સ્થિતિમાં બરોડાના આ ખેલાડીની ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે.

  ઓપનિંગ સ્પોટ માટે રોહિત શર્મા, શુબમન ગિલ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવશે, જ્યારે પૃથ્વી શૉ પણ તેમાં હોઇ શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણ બીજો ખેલાડી છે, જેનું નામ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ પસંદગી માટે ચાલુ છે. તે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં તેના પ્રદર્શનથી પ્રભાવિત થયો હતો. આવી સ્થિતિમાં તે નવદીપ સૈનીની જગ્યા લઈ શકે છે. જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી પેસ વિભાગના નામ હોવાની સંભાવના છે.

  રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઈજાને કારણે બહાર થઈ ગયા હતા. તે અક્ષર પટેલ સાથે ટીમમાં વાપસી કરી શકે છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં અક્ષર પટેલનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું

  આ પ્રકારની ટીમ હોઈ શકે છે:

  ઓપનર: રોહિત શર્મા, શુબમન ગિલ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ

  મધ્ય ક્રમ: વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, હાર્દિક પંડ્યા

  વિકેટકીપર: ઋષભ પંત, વૃદ્ધિમન સહા, કેએલ ભરત

  સ્પિનર્સ: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર

  ફાસ્ટ બોલરો: મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, નવદીપ સૈની અને પ્રસિદ્ધ કૃષ્ણા.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: IND vs NZ, Prithvi Shaw, ક્રિકેટ ન્યૂઝ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन