Home /News /sport /IND vs NZ: પૂર્વ ક્વિી ક્રિકેટરને કોમેન્ટ્રી બોક્સની સીટો સાફ કરવી પડી, ફોટો શેર કરીને વ્યક્ત કર્યો ગુસ્સો

IND vs NZ: પૂર્વ ક્વિી ક્રિકેટરને કોમેન્ટ્રી બોક્સની સીટો સાફ કરવી પડી, ફોટો શેર કરીને વ્યક્ત કર્યો ગુસ્સો

કોમેન્ટેટર સિમોન ડોલે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં નબળી વ્યવસ્થા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

IND vs NZ T20I: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સિમોન ડોલે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં નબળી વ્યવસ્થા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અહીં કોમેન્ટ્રી બોક્સમાં ગંદી સીટોનો ફોટો શેર કરીને તેમણે આયોજકોને ફટકાર લગાવી હતી. તેમણે તેને શરમજનક પણ ગણાવ્યું છે.

વધુ જુઓ ...
    IND vs NZ T20I: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સિમોન ડોલે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં નબળી વ્યવસ્થા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અહીં કોમેન્ટ્રી બોક્સમાં ગંદી સીટોનો ફોટો શેર કરીને તેમણે આયોજકોને ફટકાર લગાવી હતી. તેમણે તેને શરમજનક પણ ગણાવ્યું છે.

    વાસ્તવમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની T20 સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે વેલિંગ્ટનમાં રમવાની હતી. અહીં, જ્યારે સિમોન ડૌલ તેના સાથી કોમેન્ટેટર્સ સાથે કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ત્યારે તેને બેઠકો અત્યંત ગંદી જોવા મળી. આવી સ્થિતિમાં સિમોન ડૌલે પોતે જ સીટો સાફ કરી હતી જેથી બધા સાથી કોમેન્ટેટર બેસી શકે. બાદમાં તેમણે ટ્વિટર પર આ બેઠકોની તસવીર પણ પોસ્ટ કરી હતી.

    સિમોન ડોલે લખ્યું, 'આ સ્કાય સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવા પાછળનું આ પણ એક મોટું કારણ છે. મેં હમણાં જ કોમેન્ટ્રી બોક્સની બધી સીટો સાફ કરી છે જેથી બહારથી આવેલા મહેમાનો અહીં બેસી શકે. કેટલી ખરાબ અને શરમજનક જગ્યા છે.



    પ્રથમ મેચ ધોવાઈ ગઈ

    ભારત અને ન્યુઝીલેન્ડ શુક્રવારે વેલિંગ્ટનમાં ટોસ પણ કરી શક્યા ન હતા. સતત વરસાદના કારણે આ મેચ રદ્દ કરવી પડી હતી. હવે બંને ટીમો 20 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈમાં ટકરાશે. તમને જણાવી દઈએ કે ત્રણ મેચની ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ઘણા સિનિયર ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND vs NZ, Sports news, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन