Home /News /sport /

Rahul Dravid: રાહુલ દ્રવિડે IND vs NZ પહેલી ટેસ્ટની પીચ બનાવનારા કર્મચારીઓને આપ્યું રોકડમાં ઈનામ, જાણીને થશે ગર્વ

Rahul Dravid: રાહુલ દ્રવિડે IND vs NZ પહેલી ટેસ્ટની પીચ બનાવનારા કર્મચારીઓને આપ્યું રોકડમાં ઈનામ, જાણીને થશે ગર્વ

IND vs NZ Kanpur Test : કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટની પીચ તૈયાર કરનારા ગ્રાઉન્ડ્સમેનને દ્રવિડે આપ્યું ઈનામ

Rahul Dravid: કાનપુર ગ્રીનપાર્ક સ્ટેડિયમ (Green Park stadium Kanpur)ની પીચ તૈયાર કરનાર ગ્રાઉન્ડ્સમેનને સ્પોર્ટિંગ પીચ તૈયાર કરવા બદલ આપ્યું આટલું ઈનામ

    IND vs NZ: જ્યારથી ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે રાહુલ દ્રવિડનું નામ જાહેર થયું ત્યારથી જ લોકોમાં અલગ ખુશી જોવા મળી રહી છે. ટીમ પણ ખુશ છે અને સમગ્ર દેશમાં દ્રવિડના ( Coach Rahul Dravid) કામના વખાણ થઈ રહ્યા છે. રાહુલ દ્રવિડ છે પણ અલગ માટીની વ્યક્તિ અને તેનું તાજું ઉદાહરણ કાનપુરમાં રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાંથી સામે આવ્યું છે. આ પીચમાં બોલર્સને ખૂબ મદદ મળી અને છતાં ટેસ્ટ ડ્રો રહી. આવી જોરદાર પીચ તૈયાર કરનારા ગ્રાઉન્ડ્સમેન દ્રવિડની નજરમાં હીરો છે. કોચ રાહુલ દ્રવિડે આ કારણોસર જ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેનને રોકડ ઈનામ આપ્યું છે ( Coach Rahul Dravid Awarded 35000 to groundsmen).

    રાહુલ દ્રવિડે કાનપુર ગ્રીન પાર્ક સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનને (Kanpur green park Groundmen)ને રૂપિયા 35,000નું ઈનામ આપ્યું છે. આ ઈનામનું કારણ ભારત અને ન્યૂઝીલેન્ડની મેચને રોમાંચક બનાવનાર પીચ છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવલાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે 'અમે એક સત્તાવાર નિવેદન કરવા માંગીએ છીએ કે કે રાહુલ દ્રવિડએ વ્યક્તિગત રીતે અમારા ગ્રાઉન્ડસમેનને 35000 રૂપિયાનું ઈનામ આપ્યું છે. '

    પીચની ખૂબી

    આ પીચની ખૂબી એવી હતી કે સારી બેટિંગ કરી શકનારા ખેલાડીઓને રન પણ મળ્યા જેમ કે શ્રેયસ ઐયર, ટોમ લાથમ અને વિલ યંગ અને સારી બોલિંગ કરનારા ખેલાડીઓને મબલખ વિકેટ મળી. કેઇલ જેમીસનની 12 કરતા વધારે ટીમ સાઉથી અને અક્ષર પટેલ અને જાડેજા અશ્વિનને બંને ઈનિંગમાં સારી વિકેટ મળી હતી. આમ રન અને વિકેટનું સંતુલન જાળવતી પીચથી દ્રવિડ પ્રભાવિત થયા હતા.

    આ પણ વાંચો : R Ashwin: આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સર્જ્યો ઈતિહાસ, હરભજનનો સિંઘનો સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તોડ્યો

    ટેસ્ટની સમરી

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારથી પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા 345 રન ખડક્યા હતા. શ્રેયસ ઐયરની ડેબ્યૂ મેચમાં સદીની મદદથી ભારત મોટો સ્કોર કરી શક્યું નહતું. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 296 રને ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે બીજી ઈનિંગમાં 234 રને દાવ ડિક્લેર કરતા ભારતને 49 રનની લીડ મળી હતી.

    સ્પીનરોએ બાજી પલટી

    પ્રથમ ઈનિંગમાં અક્ષર પટેલની નિર્ણાયક પાંચ વિકેટ, બીજી ઈનિંગમાં જાડેજાની 4 અને અશ્વિનની 3 વિકેટના કારણે ન્યૂઝીલેન્ડ હારની નજીક પહોંચી ગયું હતું. પ્રથમ સેશનમાં વિકેટ ન મળતા ભારત ચિંતામાં હતું પરંતુ સ્પિનરોએ બીજા અને ત્રીજી સેશનમાં બાજી પલટી નાખી હતી.

    આ પણ વાંચો :  5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ

    ન્યૂઝીલેન્ડના ઓપનર ટોમ લાથમ (Tom Latham) અને નાઇટ વોચમેન વિલિયમ સમરવિલ (William Somervillની બેટિંગના કારણે ભારતને પ્રથમ સેશનમાં એક પણ વિકેટ મળી નહોતી. જોકે, પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની અંતિમ વિકેટ ન પડતા 165 રનના સ્કોરે ટેસ્ટ ડ્રો રહી હતી અને કાનપુરમાં ભારતના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાયો હતો (IND vs NZ First Test Drawn)
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND vs NZ, રાહુલ દ્રવિડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन