Home /News /sport /

IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ,' વસિમ જાફરે કરી મજાક

IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ,' વસિમ જાફરે કરી મજાક

xar Patel 5th Five Wickets Haul in 4th Test : અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી

IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ' વસિમ જાફરે કરી મજાક

    India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટની (IND vs NZ Kanpur Test) સિરીઝમાં ભારતના બોલર અક્ષર પટેલે ગઈકાલે રેકોર્ડ સર્જ્યો હતો. અક્ષર પટેલે કાનપુરમાં 5 વિકેટ ઝડપી (Axar Patel Kanpur Test five Wickets)  લેતા ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 296 રને ઘરે ભેગું થઈ ગયું હતું. જેના લીધે ભારતને પ્રથમ ઈનિંગની (IND vs NZ Kanpur Test First Inning)  શરૂઆતમાં 65 રનની લીડ મળી હતી. અક્ષર પટેલે ચોથી જ ટેસ્ટમાં પાંચમી વાર 5 વિકેટ ઝડપી અને અનોખો રેકોર્ડ સર્જ્યો (Axar Patel Test Bowling Records) છે.જોકે, અક્ષરે આ રેકોર્ડ કરવા છતાં એક 'ભૂલ' કરી હતી. વસિમ જાફરે ટ્વીટર પર અક્ષર પટેલને આ ભૂલ બદલ ટાંટિયો ખેંચીને ચેતવ્યો હતો. સામે અક્ષર પટેલે પણ જવાબ આપ્યો હતો.

    5 વિકેટે મળે ત્યારે બોલ પર સાઇન કરે છે બોલર્સ : હકિતતમાં જ્યારે બોલર્સ પાંચ વિકેટ ઝટપે ત્યારે બોલ પર પોતાની સાઇન કરે છે. ટીમ ઈન્ડિયાના 'બાપુ' એટલે કે અક્ષર પટેલ (Axar Patel)એ પણ આવું કર્યુ હતું. જોકે, આ દરમિયાન તેણે એક ભૂલ કરી જે વસિમ જાફરે (Wasim Jaffer)એ દર્શાવી હતી. હકિકતમાં અક્ષરે બોલ પર ખોટી તારીખ લખી નાખી હતી. જાફરે આ તસવીર મૂકી અને પોસ્ટ કરી હતી.

    આ પણ વાંચો : IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    જાફરની પોસ્ટ

    વસિમ જાફરે પોસ્ટ કરતા લખ્યું કે 'અક્ષરે પાંચ વિકેટ લઈને એક માત્ર ભૂલ કરી. બોલ પર મેચની તારીખ ખોટી લખી. તારીખ 27 નવેમ્બર છે બાપુ' જોકે, અક્ષરે તેના જવાબમાં લખ્યું કે આ ભૂલ મારી નહીં પણ મારા મિત્ર સૂર્યકુમાર યાદવે કરી છે.



    આ પણ વાંચો : આ ભારતીય બોલર્સે ડેબ્યૂ ટેસ્ટમાં જ લીધી પાંચ વિકેટ, અક્ષર પટેલના નામે પણ છે રેકોર્ડ

    ચોથી ટેસ્ટમાં પાંચમી વાર પાંચ વિકેટ લીધી

    અક્ષર પટેલ ચોથી ટેસ્ટમાં પાંચમીવાર પાંચ વિકેટ લેનારો બોલર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ રોડને હોગ, ચાર્લી ટર્નર, ટોમ રિચાર્ડસનના નામે હતો. અક્ષર પટેલના નામે ફરી આ રેકોર્ડ નોંધાયો છે. અક્ષરના નામે ડેબ્યૂ ટેસ્ટમાં પણ પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ છે.

    ડેબ્યૂમાં પણ પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ કર્યો હતો

    અક્ષર પટેલે ચેન્નાઈ ખાતેની ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે તેના ડેબ્યૂમાં પાંચ વિકેટ ઝડપી હતી. પટેલે પ્રથમ ઇનિંગમાં જબરદસ્ત ફોર્મમાં રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સહિત બે વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં વધુ સારા પ્રદર્શન સાથે તે પરત ફર્યો અને તેણે 60 રનમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. પટેલના દમદાર ફોર્મેટના કારણે ભારતને 317 રનથી મેચ જીતવામાં મદદ મળી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND vs NZ, Wasim Jaffer, અક્ષર પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन