Home /News /sport /IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાનારી મેચમાં હવામાન અને પીચથી કોને ફાયદો થશે?
IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાનારી મેચમાં હવામાન અને પીચથી કોને ફાયદો થશે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે ત્રીજી T20
IND Vs NZ, Ahmedabad T20 Weather And Pitch Report: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવાની છે. બુધવારે સાંજે રમાનારી મેચ પહેલા પીચ અને હવામાનની કેવી અસર પડશે અને તેનાથી કઈ ટીમને લાભ થશે? વનડે સિરીઝ જીત્યા પછી અને અંતિમ મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે. ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાનું આ હોમગ્રાઉન્ડ પણ છે.
અમદાવાદઃ વનડેમાં પછડાટ ખાધા પછી ન્યૂઝીલેન્ડ ભારત સામેની ત્રણ T20 મેચોની સિરીઝમાં બાઉન્સ બેક કરવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે, બીજી તરફ ભારત પણ T20 સિરીઝમાં ભારત ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડવા તત્પર છે. મહત્વનું છે કે આ મેદાનથી કેપ્ટન હાર્દિક પંડ્યા માટે ઘણુ ફળદાયી માનવામાં આવે છે, IPLમાં હાર્દિકની ગુજરાત ટાઈટન્સે અહીં તરખાટ મચાવ્યો હતો. ન્યૂઝીલેન્ડે સિરીઝની પ્રથમ મેચ જીત્યા બાદ ભારતે બીજી T20માં કમબેક કર્યું હતું. હવે અંતિમ મેચ જીતનારી ટીમ સિરીઝ પર કબજો કરી લેશે. ભારતીય સ્પિનર્સ આજે કમાલ કરે તો ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ફરી એકવાર હંફાવી શકે છે. વનડે સિરીઝમાં ન્યૂઝેલન્ડને પછાડ્યા બાદ ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે.
બીજી T20માં હાર્દિક પંડ્યાની ટીમે ન્યૂઝીલેન્ડને 99 રન પર રોક્યા પછી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને મેચ જીતવામાં ફાંફા પડી ગયા હતા. હવે આશા છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં ભારતીય ટીમ તરખાટ મચાવશે. ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની આઈપીએલની ગુજરાત ટાઈટન્સનું આ હોમગ્રાઉન્ડ છે માટે ટીમ પાસે જીતની ઘણી આશાઓ બાંધવામાં આવી રહી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી મેચ સાંજે 7 વાગ્યે શરુ થવાની છે. હવામાન વિભાગના રિપોર્ટ્સ મુજબ મેચના સમય દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હવામાન સંપૂર્ણ રીતે ક્રિકેટ મેચના પક્ષમાં રહેવાની સંભાવના છે જેથી ખેલાડીઓની સાથે દર્શકો પણ મેચનો આનંદ સારી રીતે માણી શકશે. પરંતુ બીજી ઈનિંગ્સમાં ડ્યુની અસર થઈ શકે છે.
IND vs NZ Pitch Report
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન અને બોલર બન્ને માટે ફળદાયી સાબિત થઈ છે. સ્પિનર્સને આ પીચથી વધારે મદદ મળી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઈ સ્કોરિંગ માટે એટલું સરળ નથી, અહીં નવા બેટ્સમેનો માટે ટકવું મુશ્કેલ બની શકે છે.
વ્હાઈટવોશનું ન્યૂઝીલેન્ડ પર દબાણ
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ત્રણ વનડે મેચની સિરીઝમાં ભારતે વ્હાઈટવોશ કર્યો હતો. આ પછી ન્યૂઝીલેન્ડે T20 સિરીઝની શરુઆતમાં કમબેક કર્યું હતું. જોકે, ભારતે લખનૌમાં રમાયેલી બીજી T20માં જીત હાંસલ કરીને સિરીઝ 1-1ની બરાબરી પર લાવી દીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર